વિકાસ દુબેના એન્કાઉન્ટરનો મામલો સુપ્રીમ કોર્ટ પહોચ્યો, CBI તપાસની માંગ થઇ
નવી દિલ્હીઃ કાનપુર અથડામણનો મુખ્ય આરોપી વિકાસ દુબે ગુરુવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી પકડાયો. યૂપી પોલીસ મુજબ કાનપુર પરત આવતી વખતે યુપી એસટીએફે તેને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો, જો કે એન્કાઉન્ટર બાદ થી જ આ મામલે સવાલો ઉઠતા રહ્યા. જે બાદ હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોચી ગયો છે. સાથે જ વિકાસ દુબેનું ઘર તોડી પાડવા અને ગાડીઓમાં તોડફોડ કરવાના મામલે યુપી પોલીસ પર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
જણાવી દઇએ કે ઘનશ્યામ ઉપાધ્યાય નામના એક વકીલે ગુરુવારે મોડી રાતે સુ્પ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી હતી. જેમાં વિકાસ દુબેના એન્કાઉન્ટરની આશંકા વ્યક્ત કરવામા આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું કે મીડિયા રિપોર્ટ્સ મુજબ વિકાસ દુબેએ મધ્ય પ્રદેશ જઇ આત્મ સમર્પણ કર્યું હતું, જેથી તે એન્કાઉન્ટરથી બચી શકે. એવામાં યુપી પોલીસની ભૂમિકા સંદિગ્ધ છે. અરજીમાં મામલાની સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવી હતી. સાથે જ કહેવામાં આવ્યું કે વિકાસ દુબેના ઘર અને ગાડીને નુકસાન પહોંચાડવા બદલ યુપી પોલીસ પર કાર્યવાહી થવી જોઇએ. હવે વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ આજે આ મામલે સુનાવણીની માંગ કરવામાં આવી શકે છે.
યુપી પોલીસ મુજબ ગેંગસ્ટર વિકાસ દુબેને લઇ કાનપુર આવી રહેલ એસટીએફના કાફલાની ગાડીનો અકસ્માત થઇ ગયો. આ ગાડીમાં વિકાસ દુબે પણ સવાર હતો, કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન વિકાસે એસટીએફના પોલીસકર્મીની પિસ્તોલ ચીનવી લીધી અને ભાગવાનીકશિશ કરી, જે બાદ પોલીસ ટીમે વિકાસ દુબે પર જવાબી ફાયરિંગ કર્યું. આ અથડામણમાં એક ગોળી વિકાસના માથા પર લાગી અને તે ગંભીર રીતે ઘાયલ થઇ ગય અને હોસ્પિટલે જતી વખતે જ તેણે દમ તોડી દીધો. કાનપુર એસપીએ તેના મોતની સત્તાવાર પુષ્ટી કરી છે.
કાનપુર કાંડના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર વિકાસ દુબેની જિંદગીની કહાની