For Quick Alerts
For Daily Alerts
આજથી પેટ્રોલ 89 પૈસા, ડીઝલ 86 પૈસા મોંઘુ, 40 દિવસમાં ત્રીજી વાર વધારો
તેલ કંપનીઓએ ફરી એક વાર સામાન્ય જન પર ભાવ વધારો ઝીંક્યો છે. કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વાર વધારો કરીને લોકોને ઝટકો આપ્યો છે. દિવાળીની પહેલા વધારેલા ભાવ બાદ નવેમ્બરમાં ફરી એક વાર તેલ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
તેલ કંપનીઓએ પેટ્રોલમાં 89 પૈસા પ્રતિ લિટર અને ડિઝલમાં 86 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આ ભાવ શનિવાર અડધી રાતથી લાગૂ થયો છે. આ પહેલા 15 ઓક્ટોબરે તેલ કંપનીઓએ ભાવ વધારો કર્યો હતો. ત્યારે પેટ્રોલના ભાવમાં 1.34 રુપિયા પ્રતિ લિટર અને ડિઝલમાં 2.37 રુપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.