For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ઈલેક્શનના બે દિવસ પછી વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ

કર્ણાટક ઈલેક્શન પૂરું થયા ના ફક્ત બે દિવસ પછી સોમવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી એકવાર જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક ઈલેક્શન પૂરું થયા ના ફક્ત બે દિવસ પછી સોમવારે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી એકવાર જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. કિંમતમાં આ બદલાવ લગભગ 20 દિવસ પછી જોવા મળ્યો છે. 24 એપ્રિલ પછી 17 પૈસાના વધારા સાથે પેટ્રોલની કિંમત વધીને 74.80 રૂપિયા પ્રતિ લીટર થઇ ચુકી છે. જયારે 21 પૈસાના વધારા સાથે ડીઝલની કિંમત 66.14 રૂપિયા પ્રતિ લીટર થઇ ચુકી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઇ સહીત સોમવારે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે.

ઈલેક્શન ખતમ થતા જ કિંમતોમાં વધારો શરુ

ઈલેક્શન ખતમ થતા જ કિંમતોમાં વધારો શરુ

પેટ્રોલ અને ડીઝલનો હાલમાં થયેલો વધારો કર્ણાટક ઈલેક્શન સાથે જોડવામાં આવી રહ્યો છે. ખરેખર કર્ણાટક માં ઈલેક્શન પ્રચાર દરમિયાન જ ખબર આવી હતી કે સરકારના ઈશારે પેટ્રોલ કંપનીઓ કિંમતમાં વધારો નથી કરી રહી. પરંતુ હવે ઈલેક્શન પૂરું થઇ ગયા પછી પેટ્રોલિયમ કંપનીઓ ઘ્વારા કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

પેટ્રોલની કિંમતોમાં 21 દિવસ પછી થયું પરિવર્તન

પેટ્રોલની કિંમતોમાં 21 દિવસ પછી થયું પરિવર્તન

પેટ્રોલની કિંમતોમાં 21 દિવસ પછી પરિવર્તન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે બે અઠવાડિયા કરતા પણ વધારે સમય થી પેટ્રોલની કિંમતમાં વધારો થયો ના હતો. એટલા માટે પેટ્રોલિયમ કંપની પોતાના નુકશાન ની ભરપાઈ કરવા માટે કિંમતમાં વધારો કરી શકે છે. આંતરરાષ્ટ્રીય તેલની કિંમતમાં વધારે થવાથી પેટ્રોલ અને ડીઝલના મૂલ્યમાં વધારો થઇ રહ્યો છે.

પહેલા પણ તેલ કંપનીઓ આવું કરી ચુકી છે

પહેલા પણ તેલ કંપનીઓ આવું કરી ચુકી છે

આવું પહેલીવાર નથી થયું જયારે તેલની કિંમતને લઈને આવું વલણ જોવા મળ્યું હોય. વર્ષ 2017 ગુજરાત ઈલેક્શન દરમિયાન તેલ કંપનીઓ ઘ્વારા લગભગ 15 દિવસ સુધી સતત 1-3 પૈસાની કાપણી કરી હતી. ગુજરાત માં 14 ડિસેમ્બર 2017 દરમિયાન ઈલેક્શન થયા હતા. ત્યાં પણ વોટિંગ પછી તેલ કંપનીઓ ઘ્વારા કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.

English summary
Petrol, Diesel prices hiked 2 days after Karnataka election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X