For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાની શંકા, ક્રૂડ ઓઇલ 75 ડોલર પાર

દેશમાં પેટ્રોલ અને ડીઝલ હવે સામાન્ય માણસને ખુબ જ રડાવશે. મંગળવારે કાચા તેલની કિંમત 75 ડોલર પાર કરી ગયી છે, જેને કારણે તેલની કિંમતમાં વધારો થઇ શકે છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશમાં પેટ્રોલ અને ડીઝલ હવે સામાન્ય માણસને ખુબ જ રડાવશે. મંગળવારે કાચા તેલની કિંમત 75 ડોલર પાર કરી ગયી છે, જેને કારણે તેલની કિંમતમાં વધારો થઇ શકે છે. આ પહેલા સોમવારે વિત્ત મંત્રાલય ઘ્વારા સ્પષ્ટ કરો દેવામાં આવ્યું હતું કે હાલમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડાના પક્ષમાં નથી. પેટ્રોલની કિંમત હાલમાં તેના સૌથી ઉપરના સ્તરે છે, જેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખુબ જ વધી રહેલી કિંમત

ખુબ જ વધી રહેલી કિંમત

દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 74.63 રૂપિયા છે, જયારે મુંબઈમાં પેટ્રોલ 82.48 રૂપિયે પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં એક લીટર ડીઝલ માટે તમારે 65.93 રૂપિયા ચુકવવામાં પડે છે. જયારે મુંબઈમાં ડીઝલની કિંમત 70 પાર કરી ચુકી છે.

ક્રૂડ ઓઇલ 75 ડોલર પ્રતિ લીટર

ક્રૂડ ઓઇલ 75 ડોલર પ્રતિ લીટર

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ વધારો થઇ રહ્યો છે. મંગળવારે કાચા તેલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયી હતી. મંગળવારે કાચા તેલની કિંમત 75.27 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયી હતી, જે છેલ્લા ત્રણ વર્ષના સૌથી ઉંચા સ્તરે છે.

એક્સાઇઝ ડ્યુટી ઘટાડાના પક્ષમાં નથી સરકાર

એક્સાઇઝ ડ્યુટી ઘટાડાના પક્ષમાં નથી સરકાર

આપણે જણાવી દઈએ કે સોમવારે વિત્ત મંત્રાલયના અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો સરકારે રાજકોષ નુકશાન કાબુમાં રાખવું હોય તો પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો યોગ્ય નહીં રહે. અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું જે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો રાજનૈતિક પગલું હશે. અમે બજેટમાં નુકશાન નિયંત્રણ કરવા માટે જે રસ્તો અપનાવ્યો છે, તેના પર ચાલવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો નહીં કરવામાં આવે.

English summary
Petrol diesel prices likely to more increase crude oil stretches above 75 dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X