પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, આજ રાતથી લાગુ થશે નવી કિંમતો
શનિવારે મોડી રાત્રે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 1.39 રૂપિયા તથા ડીઝલની કિંમતમાં 1.04 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. રવિવાર રાતથી આ નવી કિંમતો લાગુ કરવામાં આવશે.
15 દિવસ પહેલાં ઘટાડવામાં આવી હતી કિંમતો
આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત 68.36 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 55.95 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. 15 દિવસ પહેલાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, હવે ફરી એકવાર કિંમતો વધારવામાં આવી છે.
અહીં વાંચો - PM નરેન્દ્ર મોદી 16-17 તારીખે આવશે ગુજરાત, જાણો કાર્યક્રમ
છેલ્લે જાન્યુઆરીમાં કર્યો હતો વધારો
1 એપ્રિલના રોજ પેટ્રોલની કિંમતમાં 3.77 રૂપિયા પ્રતિ લીટર તથા ડીઝલની કિંમતમાં 2.91 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લે જાન્યુઆરીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.