For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ ત્રણ રૂપિયા સસ્તું, મધરાતથી નવો ભાવ લાગુ

|
Google Oneindia Gujarati News

petrol-pump
નવી દિલ્હી, 30 એપ્રિલઃ પેટ્રોલના ભાવમાં સતત ઘટાડો થતાં લોકોમાં આનંદની લહેરકી છવાઇ છે. થોડા સમય પહેલા જ પેટ્રોલમાં એક રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યા બાદ આજે ફરીથી પેટ્રોલનામાં ભાવમા ત્રણ રૂપિયા સુધીનો નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓએ ઘટાડેલા નવા ભાવ મધરાતથી લાગુ કરવામાં આવશે. નોંધનીય છે કે, જ્યાં સુધી આતંરરાષ્ટ્રીય બજારમાં કૃડના ભાવમાં નાટકીય રીતે પરિવર્તન ના આવે ત્યાં સુધી આ ઘટાડો જારી રહે તેવુ તજજ્ઞોનું અનુમાન છે.

નોંધનીય છે કે 16 એપ્રિલના રોજ સરકારે પેટ્રોલના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા ઘટાડાના કારણે ઓઇલ કંપનીયોએ પેટ્રોલની કિંમતમાં ઘટાડો થયો હતો. જેના માટે ઓઇલ કંપનીઓની એક સમીક્ષા બેઠક દરમિયાન આનો સીધો ફાયદો જનતાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પહેલા 1 એપ્રિલના રોજ પણ ઓઇલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 85 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે.

શહેર અને નવો ભાવ(રૂ. પ્રતિ લિ.)
ચેન્નાઇ- 65.90
હૈદરાબાદ- 68.86
કોલકતા- 70.35
બેંગ્લોર- 69.35
મુંબઇ- 69.73
દિલ્હી- 63.09

English summary
3 rupee petrol price reduce. new price will Apply mid night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X