For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીના 400 પેટ્રોલપંપ આ દિવસે બંધ રહેશે, જાણો કારણ

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે દિલ્હી સહીત દેશની જનતા પહેલાથી જ પરેશાની વેઠી રહી છે.

|
Google Oneindia Gujarati News

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે દિલ્હી સહીત દેશની જનતા પહેલાથી જ પરેશાની વેઠી રહી છે. તો દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલના નિર્ણય વિરુદ્ધ હવે પેટ્રોલપંપ એસોસિયેશન ઘ્વારા હડતાલ બોલાવીને દિલ્હીના લોકોની પરેશાની વધારવાનું કામ કર્યું છે. એસોસિયેશન આ વાતની નારાજ છે કે કેન્દ્ર સરકાર ઘ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેટ ઓછું કરવા છતાં દિલ્હી સરકારે તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નથી કર્યો.

આ પણ વાંચો: ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ

વેટ ઓછો નહીં કરવા માટે દિલ્હી સરકાર સામે હડતાલ

વેટ ઓછો નહીં કરવા માટે દિલ્હી સરકાર સામે હડતાલ

અરવિંદ કેજરીવાલ સરકારે પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઓછો નહીં કરવાના નિર્ણય વિરુદ્ધ દિલ્હીના પેટ્રોલપંપ એસોસિયેશન ઘ્વારા 22 ઓક્ટોબરે હડતાલ કરવાની નક્કી કર્યું છે. આ દિવસે દિલ્હીના લગભગ 400 જેટલા પેટ્રોલપંપ સવારે 6 વાગ્યાથી 23 ઓક્ટોબરે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને સીએનજી વેચાણ નહીં થાય.

દિલ્હી સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયને દગાખોર ગણાવ્યો

દિલ્હી સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયને દગાખોર ગણાવ્યો

દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર ઘ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનો પર 2.5 રૂપિયાના ઘટાડાને જનતા સાથે દગાખોરી ગણાવી છે. આમ આદમી રાજ્યસભા સાંસદ સંજય સિંહ ઘ્વારા પણ કેન્દ્ર સરકારની દાનત પર સવાલ કર્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલ ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું હતું કે એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લીટર 10 રૂપિયા વધાર્યા પછી તેમાં 2.5 રૂપિયાનો ઘટાડો જનતા સાથે દગો છે.

કેન્દ્ર સરકારે 2.5 રૂપિયાનો ઘટાડો કર્યો હતો

કેન્દ્ર સરકારે 2.5 રૂપિયાનો ઘટાડો કર્યો હતો

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ નાણામંત્રી અરુણ જેટલી ઘ્વારા પેટ્રોલ અને ડીઝલ પર 2.5 રૂપિયા રાહત આપવાની ઘોષણા કરી હતી. કેન્દ્ર સરકાર ઘ્વારા આ ઘોષણા કર્યા પછી મોટાભાગના એનડીએ શાસિત રાજ્યો ઘ્વારા પણ 2.5 રૂપિયાની રાહત આપવામાં આવી હતી. જેને કારણે આ રાજ્યોએ લીટર દીઠ કુલ 5 રૂપિયાનો ઘટાડો થયો હતો.

English summary
petrol pump association calls strike in Delhi against arvind kejriwal govt's decision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X