હરિયાણામાં પેટ્રોલ પંપ માલિકો આજે એક દિવસની હડતાળ પર
ચંદીગઢઃ હરિયાણામાં આજે પેટ્રોલ પંપ માલિકોએ 24 કલાકની હડતાળનુ એલાન કર્યુ છે. આ હડતાળ આજે સવારથી શરૂ થશે. વાસ્તવમાં પેટ્રોલ પંપ માલિકો ડીઝલ અને પેટ્રોલ પરથી વેલ્યુ એડેડ ટેક્સ હટાવવાની માંગ કરી રહ્યા છે જેનાથી પેટ્રોલ અને ડીઝલ પંજાબની તુલનામાં સસ્તુ થઈ શકે. પેટ્રોલ પંપ માલિક વેટને ઘટાડવા ઉપરાંત ડીલરોનુ કમિશન વધારવાની પણ માંગ કરી રહ્યા છે માટે હરિયાણામાં પેટ્રોલ પંપ આજે સવારે 6 વાગ્યાથી બંધ રહેશે. આ બંધનુ એલાન ઑલ હરિયાણા પેટ્રોલ ડીલર્સ એસોસિએશન અને પેટ્રોલિયમ ડીલર્સ વેલફેર એસોસિએશન ઑફ હરિયામા તરફથી કરવામાં આવ્યુ છે.
ઑલ હરિયાણા પેટ્રોલિયમ ડીલર અસોસિએશનના ઉપાધ્યક્ષ રાકેશ કુમારે કહ્યુ કે અમારી એક મહત્વની માંગ એ છે કે બેઝ ઑઈલનો મોટર ફ્યુઅલ તરીકે ગેરકાયદે ઉપયોગ બંધ થાય. બેઝ ઑઈલ ડીઝલ અને અન્ય ઈંધણનુ વેસ્ટ હોય છે જેનો ઉપયોગ ઔદ્યોગિક કારખાનામાં થાય છે પરંતુ ઈંધણની કિંમતોમાં વધારાના કારણે તેનુ વેચાણ મોટર ફ્યુઅલ તરીકે ગેરકાયદે રીતે ઘણુ વધ્યુ છે. આનાથી માત્ર ડીલરોને નુકશાન થઈ રહ્યુ છે એટલુ જ નહિ પરંતુ ગાડીઓના સ્પેર પાર્ટસને પણ નુકશાન થઈ રહ્યુ છે.
દીપક કુમારે કહ્યુ કે સરકારે કોઈ પૂર્વ સૂચના વિના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી અને વેટ ઘટાડી દીધુ જેના કારણે આપણે વર્તમાન સ્ટૉકમાં ઘણુ નુકશાન વેઠવુ પડ્યુ. માટે અમને આનુ વળતર મળવુ જોઈએ. એક ડીલરે કહ્યુ કે પેટ્રોલ પંપ માલિક ખૂબજ ઓછો કમિશન પર કામ કરી રહ્યા છે. મહિનો ખતમ થવા અને દિવાળીના તહેવારના કારણે બધા ડીલરોએ પોતાના ટેંકને ફૂલ રાખ્યુ હતુ જેનાથી વધુ વેચાણનો તેમને લાભ થાય. શહેરમાં અને હાઈવે પર પેટ્રોલ પંપ માલિકોએ લાખો લિટર પેટ્રોલ જમા કર્યુ હતુ. એવામાં સરકારને ભાવ ઘટાડવાની પોતાની યોજનાની માહિતી પહેલેથી આપવી જોઈતી હતી જેનાથી ડીલર એ નક્કી તારીખ પહેલા પોતાનો સ્ટૉક ખતમ કરતા અને પછી નવો સ્ટૉક જમા કરતા.