પેટ્રોલપંપના ડીલરોની ધમકી, 15 ઓક્ટોમ્બરથી આઠ કલાક કામ કરશે

એસોસિએશનના સચિવ એમ હેદરઅલીએ આજે સંવાદદાતાઓને કહ્યું હતું કે '' વેતન તથા વીજળીનો ખર્ચ બચાવવા 15 ઓક્ટોમ્બરથી આઠ કલાકની શિફ્ટમાં કામ કરવામાં આવશે. જો અમારી માંગણી સ્વીકારાશે નહીં તો આંદોલન તીવ્ર બનાવાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે પહેલી અને બીજી ઓક્ટોમ્બરના રોજ ઇંઘણની ખરીદી કરવામાં નહી આવે જેના કારણે સરકારને ભારે નુકસાન વેઠવું પડશે. અમે ઇચ્છીએ છે કે પેટ્રોલિયમ મંત્રાલય અમારા વિરોધ પર ધ્યાન આપે અને અપૂર્વા ચંદ્રા સમિતિનીની ભલામણોને લાગૂ કરે. તેમને કહ્યું હતું કે સમિતિએ પોતાની ભલામણો 2010માં આપી હતી, પરંતુ મંત્રાલયે હજુ સુધી તેને લાગૂ કરી નથી.












Click it and Unblock the Notifications
