For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લો બોલો, પટાવાળાની નોકરી માટે MBA અને PhD ધારકોએ કર્યુ અપ્લાય

ઉત્તર પ્રદેશ પોલીસે પટાવાળાના 62 પદ માટે અરજી મંગાવી હતી જેમાં પીએચડી અને એમબીએ ધારકોએ અપ્લાય કર્યું હતું.

|
Google Oneindia Gujarati News

દેશમાં બેરોજગારી એ હદે વધી ગઈ છે કે હવે પટાવાળાની જોબ માટે પીએચડી ધારકો પણ અપ્લાય કરી રહ્યા છે. કોઈપણ વિભાગમાં ભરતીય નીકળે તો લાખો લોકો અપ્લાય કરે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશ પોલીસે પટાવાળાના 62 પદ માટે અરજી મંગાવી હતી. આ પદ માટે લઘુત્તમ શિક્ષણની યોગ્યતા 5 ધોરણ પાસ રાખવામાં આવ્યું હતું પરંતુ અરજી તપાસતી વખતે સૌકોઈ દંગ રહી ગયા હતા. આ પદ માટે ગ્રેજ્યૂએટ યુવકોએ જ નહીં પણ એમબીએ અને પીએચડી ધારકોએ પણ અરજી કરી હતી.

62 પદ માટે 93000 અરજી આવી

62 પદ માટે 93000 અરજી આવી

એક અહેવાલ મુજબ કુલ 62 પદ માટે ભરતી કરવાની હતી, તેની જગ્યાએ કુલ 93000 અરજી આવી હતી. જેમાંથી 50 હજાર ગ્રેજ્યુએટ, 28 હજાર પોસ્ટ ગ્રેજ્યુએટ અને 3700 પીએચડી ધારકોએ અપ્લાય કર્યું હતું. માત્ર 7400 અરજદાર એવા હતા જેઓ 5 ધોરણ પાસ હોય. ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અરજદારોમાં બીટેક અને એમબીએની ડિગ્રી ધરાવતા લોકો પણ સામેલ છે. પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ છેલ્લા 12 વર્ષથી 62 પદ પર જગ્યા ખાલી હતી.

હવે ટેસ્ટ લેવાશે

હવે ટેસ્ટ લેવાશે

મળેલી જાણકારી મુજબ આ નોકરી એક મેસેન્જર જેવી છે. જે કોઈપણ વ્યક્તિ આ પદ માટે પસંદગી પામશે તેનું કામ પોલીસના ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાંથી પત્ર અને ડૉક્યુમેન્ટને એક ઑફિસથી બીજી ઑફિસે પહોંચાડવાનું રહેશે. હજારોની સંખ્યામાં ઓવર એજ્યુકેટેડ લોકોએ અરજી કરતાં પોલીસ સામે મોટો પડકાર આવીને ઉભો રહ્યો છે. હવે આ પદ પર ભરતી કરવા માટે પરીક્ષા લેવામાં આવશે.

પગાર ધોરણ

પગાર ધોરણ

પોલીસ વિભાગના એક સીનિયર અધિકારીએ જણાવ્યા મુજબ એપ્લીકેશનની અંતિમ તારીખ 16 ઓગસ્ટ હતી. ત્યાર સુધીમાં આ પોસ્ટ માટે 93500 અરજી આવી. અધિકારીએ જણાવ્યું કે માર્કેટમાં જોબ ન હોવાથી આટલા મોટા પ્રમાણમાં અરજી આવી છે. આ પદ ફુલ ટાઈમ સરકારી નોકરીનું છે અને શરૂઆતી પગાર 20 હજાર રૂપિયા છે. આ પણ વાંચો-રોજગાર કચેરી દ્વારા જોબ આપવામાં ગુજરાત અવ્વલ નંબરે

English summary
3700 PhD holders apply for 62 post of messenger’s job in uttar pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X