For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુનિવર્સિટીમાં ભણાવવા માટે હવે પીએચડી થવુ જરૂરી, UGC એ બદલ્યા નિયમ

હવે વિશ્વવિદ્યાલયોમાં શિક્ષક બનવા માટે પીએચડીની ડિગ્રી અનિવાર્ય રહેશે. યુજીસીએ 2021 થી ઉચ્ચ શિક્ષણમાં શિક્ષકોની નિયુક્તિ માટે પીએચડી અનિવાર્ય બનાવવાનો નવો નિયમ લાગૂ કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

હવે વિશ્વવિદ્યાલયોમાં શિક્ષક બનવા માટે પીએચડીની ડિગ્રી અનિવાર્ય રહેશે. સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સંશોધનને પ્રોત્સાહન આપવા અને ગુણવત્તામાં સુધારો કરવા માટે પહેલી વાર કોલેજ અને યુનિવર્સિટીમાં શિક્ષકોની ભરતી માટે અલગ નિયમ અને માપદંડ તૈયાર કર્યા છે. યુજીસીએ 2021 થી ઉચ્ચ શિક્ષણમાં શિક્ષકોની નિયુક્તિ માટે પીએચડી અનિવાર્ય બનાવવાનો નવો નિયમ લાગૂ કરી દીધો છે. નવા નિયમોમાં એસોસિએટ પ્રોફેસરોને કોલેજોમાં પ્રમોશન આપવાનું પ્રાવધાન પણ છે.

2021 થી સહાયક પ્રોફેસરોની ભરતી માટે પીએચડી અનિવાર્ય

2021 થી સહાયક પ્રોફેસરોની ભરતી માટે પીએચડી અનિવાર્ય

માનવ સંશાધન વિકાસ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે 1 જુલાઈ, 2021 થી વિશ્વવિદ્યાલયમાં સહાયક પ્રોફેસરોના પદ પર ભરતી માટે પીએચડી ડિગ્રી અનિવાર્ય હશે. જો કે કોલેજોમાં સહાયક પ્રોફેસરોના પદ પર ભરતી માટે ઓછામાં ઓછી પાત્રતા નેટ અથવા પીએચડી સાથે પરાસ્નાતક હશે. જ્યારે એપીઆઈમાં પણ બદલાવ કર્યો છે જેમાં હવે કોલેજ શિક્ષકોને પ્રમોશન માટે રિસર્ચ નહિ કરવુ પડે.

નેટ અને માસ્ટર ડિગ્રીના આધારે પહેલાની જેમ શિક્ષક

નેટ અને માસ્ટર ડિગ્રીના આધારે પહેલાની જેમ શિક્ષક

પ્રકાશ જાવડેકરે નવા નિયમો વિશે જણાવતા કહ્યુ કે નેટ અને માસ્ટર ડિગ્રીના આધાર પર કોલેજોમાં પહેલાની જેમ શિક્ષક બની શકાય છે. પરંતુ જો કોલેજમાં આસિસટન્ટ પ્રોફેસર પદ પર તૈનાત શિક્ષકને પ્રમોશન જોઈએ તો તેના માટે પીએચડી અનિવાર્ય હશે. જ્યારે યુનિવર્સિટીમાં જઈને જો કોઈ કોલેજ શિક્ષક સેવા આપવા ઈચ્છે તો તેના માટે પણ પીએચડી અનિવાર્ય રહેશે.

યુનિવર્સિટી શિક્ષકોમાં ભરતી માટે અલગ નિયમ તેમજ માપદંડ

યુનિવર્સિટી શિક્ષકોમાં ભરતી માટે અલગ નિયમ તેમજ માપદંડ

પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે વર્ષ 2010 ના નિયમોમાં શિક્ષકો માટે પ્રોત્સાહન હેતુ સંશોધનને યથાવત રાખવામાં આવ્યુ છે. આમાં એમ ફીલ/પીએચડી માટે પ્રોત્સાહન પણ શામેલ છે. શોધ આઉટપુટમાં સુધાર માટે વિશ્વવિદ્યાલયો માટે એક નવી સરળીકૃત શિક્ષક મૂલ્યાંકન ગ્રેડિંગ સિસ્ટમ રજૂ કરવામાં આવી છે અને અનુસંધાન સ્કોર જોડવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે પીએચડી ડિગ્રી ધારકો માટે ટૉપ 500 ગ્લોબલ રેંકિંગના વિશ્વ વિદ્યાલય કે સંસ્થાના સહાયક પ્રોફેસરોની ભરતી માટે વિશેષ પ્રાવધાન છે. જ્યારે નવા ભરતી કરાયેલ સહાયક પ્રોફેસરો માટે એક મહિનાનો ઈન્ડક્શન પ્રોગ્રામ જરૂરી છે.

English summary
PhD must for appoint of Assistant profession in Varsities says Javadekar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X