• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફૂલન દેવીના હત્યારા શેર સિંહ રાણાની હૈરતઅંગેજ કહાણી

By Kumar Dushyant
|

નવી દિલ્હી: ચંબલની કોતરોને ત્યાગીને રાજકારણને ઉતરેલી પૂર્વ સાંસદ ફૂલન દેવીના હત્યાના મુદ્દે અહીં એક કોર્ટે શુક્રવારે મુખ્ય આરોપી શેર સિંહ રાણાને દોષી ગણાવ્યો છે. શેર સિંહ રાણા પર આરોપ હતો કે તેણે 25 જુલાઇ, 2001ના રોજ ફૂલન દેવીની ગોળી મારી હત્યા કરી દિધી હતી.

મોતની તે કહાણી જેને આખા દેશમાં હાહાકાર મચાવી દિધો હતો. જે હત્યારાએ ડાકૂમાંથી સાંસદ બનેલી ફૂલન દેવીને ગોળીઓની વેતરી નાખી હતી. ફૂલન દેવીની હત્યા બાદ તેણે શું કર્યું. તે ક્યાં ભાગ્યો. તે કોને મળ્યો. આત્મસમર્પણ બાદ દેશની સૌથી સુરક્ષિત કહેવામાં આવતી તિહાડની ઉંચી-ઉંચી દિવાલોને તેને કેવી રીતે માત આપી. તે કેવી રીતે ફરાર તિહાડ જેલમાંથી ફરાર થયા બાદ અફઘાનિસ્તાન પહોંચી ગયો. અફઘાનિસ્તાનમાં તેણે શું કર્યું. અફઘાનિસ્તાનમાં તે ક્યાં-ક્યાં ગયો અને પછી કેવી રીતે પકડાયો.

શેર સિંહ રાણાની જિંદગીના રહસ્યોની કહાણી

શેર સિંહ રાણાની જિંદગીના રહસ્યોની કહાણી

શેર સિંહ રાણાએ ડાકુમાંથી સાંસદ બનેલી ફૂલન દેવીને ગોળી મારી હતી. હવે કોર્ટે પણ શેર સિંહ રાણાને ફૂલન દેવીનો હત્યારો ગણાવી દિધો છે. પરંતુ ત્યારબાદ પણ ખતમ થઇ નથી શેર સિંહ રાણાની જીંદગીના રહસ્યોની કહાણી. તિહાડથી કંધાર સુધી ફેલાયેલી છે તેની જીંદગીની કહાણી.

અત્યાચારોનો બદલો લેવા બંદૂક ઉઠાવી

અત્યાચારોનો બદલો લેવા બંદૂક ઉઠાવી

ફૂલન દેવી 80ના દાયકામાં ચંબલની ખીણોમાં રાજ કરનાર દસ્યું સુંદરી. જેના નામથી લોકો ધ્રુજતા હતા. કહેવામાં આવે છે કે ફૂલન દેવીએ પોતાની સાથે થયેલા અત્યાચારોનો બદલો લેવા માટે બંદૂક ઉઠાવી. તેને પોતાની ગેંગ બનાવી અને પછી કોતરોમાં કુદી પડી.

અત્યાચારોનો બદલો લેવા નરસંહાર

અત્યાચારોનો બદલો લેવા નરસંહાર

કહેવામાં તો એમપણ આવે છે કે પોતાના સાથે થયેલા અત્યાચારોનો બદલો લેવા માટે જ ફૂલન દેવીએ બેહમઇમાં ઉંચી જ્ઞાતિના 22 લોકોને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. નરસંહારના આ સમાચાર જ્યારે દુનિયાના સામે આવ્ય તો ફૂલન દેવીની કહાણી દેશ અને વિદેશોમાં હેડલાઇંસમાં છવાઇ ગઇ. કાળજુ કંપાવી દેનાર આ હત્યાકાંડ બાદ ફૂલન દેવીએ નરસંહારની વાતથી મનાઇ કરી દિધી હતી. પરંતુ પોલીસ દરેક જગ્યાએ ફૂલન દેવીને શોધી રહી હતી.

ઇન્દિરા ગાંધીને સરકારે કર્યો કરાર

ઇન્દિરા ગાંધીને સરકારે કર્યો કરાર

ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે ચંબલની કોતરોમાં રાજ કરનાર દસ્યુ સુંદરી ફૂલન દેવીને પકડવા માટે ઘણા નિષ્ફળ પ્રયત્નો કર્યા...અને અંતે ઇન્દિરા ગાંધીની સરકારે 1983માં ફૂલન દેવી સાથે આ કરાર કર્યો કે જો તે આત્મસમર્પણ કરી દે. તો તેને મૃત્યુંદંડની સજા આપવામાં નહી આવે અને ના તો તેના પરિવારના એકપણ સભ્યને કોઇ નુકસાન પહોંચાડવા નહી આવે. ફૂલન દેવી આ શરત પર રાજી હતી અને પછી પોતાના દસ હજાર સમર્થકોની સામે તેને આત્મસમર્પણ કરી દિધું.

ફૂલન દેવી પહોંચી સંસદ

ફૂલન દેવી પહોંચી સંસદ

કેસ ચાલ્યા વિના 11 વર્ષ સુધી જેલમાં રહ્યાં બાદ ફૂલન દેવીને 1994માં મુલાયમ સિંહ યાદવની સરકારે મુક્ત કરી દિધી. જેલમાંથી છુટ્યા બાદ 1996માં ફૂલન દેવીએ સમાજવાદી પાર્ટીની ટિકીટ પર ઉત્તર પ્રદેશની ભદોહી સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી અને પછી જીતને ફૂલન દેવી સંસદ સુધી પહોંચી ગઇ.

ભૂતકાળ પીછો કરતો હતો

ભૂતકાળ પીછો કરતો હતો

એક સંસદના રૂપમાં ફૂલન દેવી દલિતોના દિલોમાં રાજ કરતી હતી. પરંતુ ગત જીંદગીની કહાણી સતત ફૂલન દેવીનો પીછો કરી રહી હતી. ફૂલન કથિત દુરાચારની તે કહાણીને ક્યારેય ભૂલી શકી નહી. જેની તેની જીંદગી બદલી હતી.

ફૂલન દેવીને વેશ્યા કહેવામાં આવી

ફૂલન દેવીને વેશ્યા કહેવામાં આવી

ફૂલન દેવીએ પોતાના એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તેમણે મને એક આદમીથી બીજા આદમી અને એક ગામથી બીજા ગામ મોકલી. ધૂરતી નજરો સામે મારી પરેડ કરાવવામાં આવી. જ્યાં મને વેશ્યા કહેવામાં આવી.

કાળજું કંપાવી દેનાર ચૌદ વર્ષ જુની ઘટના

કાળજું કંપાવી દેનાર ચૌદ વર્ષ જુની ઘટના

કોતરો અને જેલની જીંદગીને પાછળ છોડી સાંસદ બનેલી ફૂલન દેવી સમાજના હાંસિયામાં જીવી રહેલી મહિલાઓ માટે કંઇક કરવા માંગતી હતી. તે રાજકારણના શિખર પહોંચવા માંગતી હતી. પરંતુ ફૂલન દેવીની આ ઇચ્છા પૂરી થાય તે પહેલાં 25 જુલાઇ 2001ના રોજ ગોળી મારી ફૂલન દેવીની હત્યા કરી દેવામાં આવી. કાળજું કંપાવી દેનાર આ ઘટના ચૌદ વર્ષ જુની છે.

કોર્ટે શેર સિંહ રાણાને ફૂલન દેવીનો કાતિલ ગણાવ્યો

કોર્ટે શેર સિંહ રાણાને ફૂલન દેવીનો કાતિલ ગણાવ્યો

પરંતુ હવે ચૌદ વર્ષ પછી દિલ્હીની પટિયાલા કોર્ટે ફૂલન દેવીની હત્યાના મુખ્ય આરોપે શેર સિંહ રાણાના ગુનાઓનો હિસાબ કિતાબ કરી દિધો છે. કોર્ટે શેર સિંહ રાણાને ફૂલન દેવીનો કાતિલ ગણાવ્યો છે. પરંતુ આશ્વર્યની વાત એ છે કે કોર્ટના આ ફેંસલા બાદ પણ શેર સિંહ રાણા ઘરવાળા તેને હત્યારો ગણવા માટે રાજી નથી.

રાજકીય કાવતરું

રાજકીય કાવતરું

એક ન્યૂઝ ચેનલ સમક્ષ શેર સિંહ રાણાના ઘરવાળાઓએ જે કહાણી સંભળાવી છે તેના અનુસાર શેર સિંહ રાણાને ફૂલન દેવીની હત્યાના મામલે ફસાવવામાં આવ્યો છે. અને તેની પાછળ મોટું રાજકીય કાવતરું છે.

ફૂલન દેવી હત્યાકાંડ

ફૂલન દેવી હત્યાકાંડ

ફૂલન દેવી હત્યાકાંડમાં શેર સિંહ રાણા સહિત કુલ બાર આરોપી હતા. જેમાંથી એકનું ટ્રાયલ દરમિયાન મોત નિપજ્યું હતું. બાકી બચેલા 11 આરોપીમાંથી કોર્ટે ફક્ત શેર સિંહ રાણાને હત્યાનો આરોપી ગણાવ્યો અને બાકી દસ આરોપીને નિર્દોષ છોડી મૂક્યા. કોર્ટે આ ફેંસલા બાદ રાણાના ઘરવાળા જે આરોપ લગાવી રહ્યાં છે. તેની કહાણી આશ્વર્ય પમાડે તેવી છે.

ફૂલન દેવીની હત્યામાં પતિ ઉમ્મેદ સિંહનો હાથ!

ફૂલન દેવીની હત્યામાં પતિ ઉમ્મેદ સિંહનો હાથ!

શેર સિંહ રાણાના પરિવારનું કહેવું છે કે ફૂલન દેવીની હત્યામાં શેર સિંહ રાણાનો નહી પરંતુ ફૂલન દેવી પતિ ઉમ્મેદ સિંહનો હાથ છે. શેર સિંહ રાણાના ઘરવાળા ફૂલન દેવીના પતિ ઉમ્મેદ સિંહ પર જે આરોપ લગાવી રહ્યાં છે. આ આરોપ ત્યારેપણ લાગ્યો હતો જ્યારે 2001માં ફૂલન દેવીની હત્યા કરવામાં આવી હતી. ત્યારે ફૂલન દેવીની હત્યા બાદ ફૂલન દેવીની બહેન પણ શંકાના ધેરામાં હતી. પરંતુ તપાસ બાદ પોલીસે શેર સિંહ રાણા સહિત બાર અન્ય આરોપી લોકો આરોપી બનાવ્યા. ચૌદ વર્ષ સુધી કેસ કોર્ટમાં ચાલ્યો. બીજા લોકોને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા. પરંતુ કોર્ટે શેર સિંહ રાણાને ફૂલન દેવીની હત્યાનો આરોપી ગણાવ્યો.

ફરી તાજા થઇ ગઇ ખૌફનાક ઘટનાની કહાણી

ફરી તાજા થઇ ગઇ ખૌફનાક ઘટનાની કહાણી

શેર સિંહ રાણા. ફૂલન દેવીનો હત્યારો. તે વ્યક્ત જેને હવે સંભળાવવામાં આવશે તેના ગુનાઓની સજા અને આ સાથે જ એકવાર ફરી તે ખૌફનાક ઘટનાની કહાણી તાજા થઇ ગઇ છે. જેણે ચૌદ વર્ષ પહેલાં શહેરમાં સનસનાટી ફેલાવી દિધી હતી.

શેર સિંહ કેવી રીતે અને કેમ કરી હત્યા

શેર સિંહ કેવી રીતે અને કેમ કરી હત્યા

14 વર્ષ પહેલાં ઉત્તરાખંડના રૂડકીના રહેવાસી શેર સિંહ રાણાએ ફૂલન દેવીની હત્યા કેવી રીતે કરી અને આ હત્યા પાછળ શું હેતુ હતો. આ કહાણી એકદમ સનસનીખેજ છે. ઘટના 25 જુલાઇ 2001ની છે. તે દિવસે ફૂલન દેવી સંસદથી અશોક રોડ સ્થિત પોતાના સરકારી આવાસ પર જમવા પહોંચી હતી અને તે દરમિયાન શેર સિંહ રાણાએ ફૂલન દેવી પર જીવલેન હુમલો કરી દિધો. ફૂલન દેવીની હત્યા બાદ શેર સિંહ રાણા પોતાના સાથીઓ સહિત ફરાર થઇ ગયો હતો અને જ્યારે હત્યાની કહાણી લોકો સુધી પહોંચી તો દરેક સન્ન રહી ગયું.

22 ઠાકુરોની હત્યાનો બદલો લેવા ફૂલન દેવીની હત્યા

22 ઠાકુરોની હત્યાનો બદલો લેવા ફૂલન દેવીની હત્યા

ફૂલન દેવી હત્યા બાદ પોલીસ ફૂલન દેવીના હત્યારા શેર સિંહ રાણાની શોધમાં હતી. તો બીજી તરફ રાજકીય વર્તુળમાં ફૂલન દેવીની હત્યા બાદ માતમ છવાઇ ગયો હતો. ફૂલન દેવીની હત્યાના દિગ્ગજ રાજનેતાઓને પણ સન્ન કરી દિધા હતા. ફૂલન દેવીની હત્યા બાદ દિલ્હી પોલીસ સતત હત્યારાની શોધમાં અલગ-અલગ જગ્યાએ રેડ પાડી રહી હતી. અને જ્યારે બે દિવસ બાદ શેર સિંહ રાણાએ દેહરાદૂનમાં આત્મસમપર્ણ કર્યું. તો તેના નિવેદને દરેકને ચોંકાવી દિધા. શેર સિંહ રાણાનું કહેવું હતું કે તેણે બેહમઇમાં 22 ઠાકુરોની હત્યાનો બદલો લેવા માટે ફૂલન દેવી હત્યા કરી.

શેર સિંહ તિહાડ જેલમાંથી નાસી છુટ્યો

શેર સિંહ તિહાડ જેલમાંથી નાસી છુટ્યો

ધરપકડ બાદ શેર સિંહ રાણાને તિહાડ જેલમાં મોકલવામાં આવ્યો. પરંતુ તેના મગજમાં શેતાની ચાલતી રહી. દેખાવમાં સીધો સાદો શેર સિંહ રાણા કેટલો શાતિર છે તેનો અંદાજો તે દિવસે જ લાગી ગયો. જ્યારે શેર સિંહ રાણા દેશની સૌથી સુરક્ષિત કહેવામાં આવી તિહાડ જેલના સુરક્ષાકર્મીઓને છેતરીને ભાગી ગયો.

તિહાડ જેલમાં મચી ગયો હડકંપ

તિહાડ જેલમાં મચી ગયો હડકંપ

તે 24 ફેબ્રુઆરી 2004નો દિવસ હતો. ઉત્તરાચલ પોલીસના ત્રણ જવાન તિહાડ પહોંચ્યાં તેમણે તિહાડના અધિકારીઓને કહ્યું કે તે હરિદ્વારની એક કોર્ટમાં હાજરી માટે શેર સિંહ રાણાને લેવા માટે આવ્યા છે. તે પોલીસવાળા પોતાની સાથે હાથકડી અને કોર્ટમાં શેર સિંહ રાણાની હાજરીના ઓર્ડરની કોપી લઇને આવ્યા હતા. તિહાડના અધિકારીઓને ઓર્ડરની કોપી બતાવી અને પછી શેર સિંહ રાણાને બેરકમાંથી કાઢીને ઉત્તરાચલથી આવેલા પોલીસવાળાને સોંપી દિધો. અને પછી તે પોલીસવાળા શેર સિંહ રાણાને ત્યાં લઇને ચાલ્યા પછી જ્યારે હકિકતમો ખુલાસો થયો તો આખી તિહાડ જેલમાં હડકંપ મચી ગયો.

તિહાડ જેલમાંથી ભાગી ગયો શેર સિંહ

તિહાડ જેલમાંથી ભાગી ગયો શેર સિંહ

ફૂલન દેવીના હત્યારા શેર સિંહ રાણાએ બનાવટી વોરંટ અને નકલી પોલીસવાળાના માધ્યમથી તિહાડ જેલના સુરક્ષાકર્મીઓને પણ છેતરી દિધા. તે તિહાડ જેલમાંથી ભાગી ગયો. જેલમાંથી ભાગ્યા બાદ શેર સિંહ રાણાએ રોંચીથી સંજય ગુપ્તાના નામે એક બનાવટી પાસપોર્ટ બનાવી લીધો. અને બનાવટી પાસપોર્ટ પર તે નેપાળ, બાંગ્લદેશ અને અફઘાનિસ્તાનની યાત્રા કરતો રહ્યો. 2006માં શેર સિંહ રાણા કલકત્તાના એક હોટલમાં જૉય ટિર્કીના નામે રોકાયો હતો. દિલ્હી પોલીસને ક્યાંકથી માહિતી મળી અને પછી પોલીસના હાથે લાગી ગયો.

શેર સિંહની ચોંકાવનારી અફધાનિસ્તાન યાત્રા

શેર સિંહની ચોંકાવનારી અફધાનિસ્તાન યાત્રા

તિહાડ જેલમાંથે ફરાર થયા બાદ શેર સિંહ રાણા બે વર્ષ બાદ ફરી એકવાર પોલીસની પકડમાં પહોંચી ગયો હતો. પરંતુ પકડાયા બાદ શેર સિંહ રાણાએ પોતાની અફઘાનિસ્તાન યાત્રાની જે કહાણી પોલીસને સંભાળવી તે ચોંકાવનારી હતી.

અફધાનિસ્તાનથી ચોરી પૃથ્વી રાજ સિંહ ચૌહાણની અસ્થિઓ

અફધાનિસ્તાનથી ચોરી પૃથ્વી રાજ સિંહ ચૌહાણની અસ્થિઓ

શેર સિંહ રાણાએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો કે તિહાડની જેલમાંથી ભાગ્યા બાદ બનાવટી પાસપોર્ટ પર અફઘાનિસ્તાનમાં અંતિમ હિન્દુ સમ્રાટ પૃથ્વી રાજ સિંહ ચૌહાણની સમાધિ પર ગયો હતો. અને ત્યાંથી તે તેમની અસ્થિઓ લઇને ભારત આવ્યો છે. પોતાના આ દાવાને સાચો સાબિત કરવા માટે શેર સિંહ રાણાએ એક વીડિયો પણ જાહેર કર્યો.

શેર સિંહ રાણાનો સનસનીખેજ વીડિયો

શેર સિંહ રાણાનો સનસનીખેજ વીડિયો

પોતાના સનસનીખેજ વીડિયોને બતાવીને શેર સિંહ રાણાએ તો એ પણ દાવો કર્યો કે તે ગજની પૃથ્વીરાજ સિંહ ચૌહાણની અસ્થિઓને લેવા માટે ગયો હતો. શેર સિંહ રાણાએ પોલીસની સમક્ષ ત્યારે આ નિવેદન આપ્યું હતું. હું દેશના ગુમાવેલા સન્માનને પરત લાવવા માંગતો હતો. હું દેશના અંતિમ હિન્દુ રાજા પૃથ્વીરાજ સિંહ ચૌહાણની અસ્થિઓ લેવા માટે અફઘાનિસ્તાનના ગજનીમાં તેમની સમાધિ પર ગયો હતો, જેની સીડી મારી પાસે છે. ત્યાં જવા માટે મારે બનાવટી પાસપોર્ટ બનાવવો પડ્યો અને બાંગ્લાદેશથી દુબઇના માર્ગે અફધાનિસ્તાન ગયો હતો. ત્યાંથી પૃથ્વીરાજ સિંહ ચૌહાણની અસ્થિ લઇને મેં 'વિશ્વ ક્ષત્રિય મહાસભા'ને પ્રદાન કરી, જેમણે મૈનપુરી જિલ્લામાં કાનપુર-બેવર રોડ પર સ્મારક બનાવ્યું છે.

શેર સિંહ હત્યારો નહી પણ દેશભક્ત

શેર સિંહ હત્યારો નહી પણ દેશભક્ત

ફૂલન દેવીનો હત્યારો શેર સિંહ રાણા પોતાની અફધાનિસ્તાન યાત્રાના તે સનસનીખેજ વીડિયોને બતાવી પોતાને દેશનો હિરો સાબિત કરવા માંગતો હતો. અને હવે શેર સિંહ રાણાના ઘરવાળા પણ તેને હત્યારો નહી પણ દેશભક્ત ગણાવી રહ્યાં છે. શેર સિંહ રાણાના ઘરવાળાઓનું એમપણ કહેવું છે કે તે નિચલી કોર્ટના ફેંસલા બાદ હાઇકોર્ટમાં અપીલ કરશે. ક્યારેક ફિલ્મી સ્ટાઇલમાં દેશની સૌથી સુરક્ષિત ગણવામાં આવતી જેલમાંથી ફરાર થઇ જવું તો ક્યારેક અફધાનિસ્તાનમાંથી પૃથ્વીરાજ ચૌહાણની અસ્થિઓને લાવવાનો દાવો કરવો.

શેર સિંહ રાણાની જીંદગી પર બનશે ફિલ્મ

શેર સિંહ રાણાની જીંદગી પર બનશે ફિલ્મ

શેર સિંહ રાણા જ્યારે પણ દુનિયાની સામે આવ્યો કોઇને કોઇ નવી કહાણી સામે આવી. 2006માં કલકત્તાથી ધરપકડ થયા બાદ શેર સિંહ રાણાને ફરીથી દિલ્હીની તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યો. પરંતુ પોતાના કારનામાઓથી શેર સિંહ રાણા જેલની અંદર રહેતાં પણ હેડલાઇન્સમાં બન્યો રહ્યો. ક્યારેક તેને પોતાના ઉપર ફિલ્મ બનાવવાની ઇચ્છા લઇને પોતાની જીંદગી પર ફિલ્મની સ્ક્રિપ્ટ લખી...તો ક્યારેક ચૂંટણીના મેદાનમાં ઉતરવાની ઇચ્છા વ્યક્ત કરી. જેલમાં લખેલી શેર સિંહ રાણાનું તે પુસ્તક હવે બજારમાં પણ આવી ગયું છે. અને હવે શેર સિંહ રાણાની જીંદગી પર એક ફિલ્મ બનવા જઇ રહી છે.

શેર સિંહ રાણાએ રાજકારણમાં અજમાવી કિસ્મત

શેર સિંહ રાણાએ રાજકારણમાં અજમાવી કિસ્મત

વર્ષ 2012માં ઉત્તર પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શેર સિંહ રાણાએ રાજકારણમાં પણ પોતાનું પાસું ફેક્યું. તેણે ઉત્તર પ્રદેશના જેવરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી પરંતુ તે હારી ગયો. તે ચૂંટણીમાં પાંચમા સ્થાને રહ્યો. અને હવે તેને ફૂલન દેવીના હત્યાના કેસમાં કોર્ટે દોષી ગણાવ્યો છે. પરંતુ એવું નથી કે શેર સિંહ રાણા પર આ કોઇ પ્રથમ કેસ દાખલ છે.

બેંક લૂંટ અન્ય આરોપોમાં સામેલ છે રાણા

બેંક લૂંટ અન્ય આરોપોમાં સામેલ છે રાણા

આ પહેલાં 1997માં એક કાર ચોરીની ઘટનામાં શેર સિંહ રાણાનું નામ સામે આવ્યું હતું. 2000માં શેર સિંહ રાણા અને તેના સાથીઓએ હથિયારીની અણીએ એક બેંકમાંથી 10 લાખની લૂંટને અંજામ આપ્યું આ ઘટનામાં બેંકનો ગાર્ડ પણ તેનો શિકાર બન્યો હતો. શેર સિંહ રાણા અને તેના સાથીઓ પર તેના હત્યાના આરોપ છે. બેંક લૂંટની આ સનસનીખેજ ઘટના બાદ શેર સિંહ રાણા અને તેના સાથીઓએ રૂડકીની એક બેંકમાંથી પણ 15 લાખની લૂંટ કરી હતી.

શેર સિંહ રાણાના ગુનાની યાદી લાંબી

શેર સિંહ રાણાના ગુનાની યાદી લાંબી

વર્ષે દર વર્ષે શેર સિંહ રાણાના ગુનાની યાદી લાંબી થતી ગઇ અને હવે કોર્ટે ફૂલન દેવીની હત્યાના આરોપમાં તેને દોષી ગણાવ્યો છે. કોર્ટે શેર સિંહ રાણાને હવે 12 ઓગષ્ટના રોજ સજા સંભળાવશે. ત્યારબાદ ખબર પડશે કે ફૂલન દેવીના હત્યારાને તેના કર્મોની શું સજા મળે છે.

English summary
Sher Singh Rana's presence at Phoolan Devi's residence since the morning of the incident day and his failure to explain as to how the assailants, who shot dead the slain MP, used his car in fleeing from the spot sealed his fate with a Delhi court convicting him for killing the bandit-turned-politician in 2001.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more