For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSSના શસ્ત્ર પૂજનમાં થયું ફાયરિંગ, પત્રકાર સહિત 2 ઘાયલ

RSSના શસ્ત્ર પૂજનમાં થયું ફાયરિંગ, પત્રકાર સહિત 2 ઘાયલ

|
Google Oneindia Gujarati News

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં શુક્રવારે વિજયાદશમીના દિવસે વિજય મુહૂર્તમાં થતા શસ્ત્ર પૂજનમાં આરએસએસના કાર્યક્રમમાં હર્ષ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં ભાજપના ધારાસભ્યના પુત્ર અને એક પત્રકારને ગોળી વાગી. ઘટના બાદ કાર્યક્રમ સ્થળે અફરાતફરી મચી હતી. પત્રકારને ગળામાં ગોળી વાગતાં તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ઘાયલ પત્રકારને અલીગઢના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના પર હાથરસના એડિશનલ એસપી સિદ્ધાર્થ વર્તા સમગ્ર મામલાની તપાસ કરીને કાર્યવાહી હાથ ધરવાની વાત કરી રહ્યા છે.

શસ્ત્ર પૂજનમાં હર્ષ ફાયરિંગ

શસ્ત્ર પૂજનમાં હર્ષ ફાયરિંગ

જિલ્લાના બાગલા સ્કૂલમાં આજે વિજયાદશમીના પર્વ પર આરએસએસના શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ હતો. આ પૂજન બાદ પરંપરા મુજબ લોકો પોતાની પિસ્ટલ, રાયફલ અને પૂજા કરેલ શસ્ત્રોથી ફાયરિંગ કરી રહ્યા હતા. ભાજપના હરિશંકર મહૌરાએ જણાવ્યું કે તેના દીકરાએ પણ ફાયરિંગ કર્યું હતું. અચાનક પિસ્ટલની મેગઢીન ફાટી ગઈ જેનાથી ખુદ એનો દીકરો અને પત્રકાર ઘાયલ થઈ ગયા.

બે ઘાયલ થયા

બે ઘાયલ થયા

જ્યારે ઈલાજ કરતા ડૉક્ટરોનું માનીએ તો ગળામાં એક્સ-રેમાં દેખાતો ધબ્બો ફસાયેલ ગોળી હોય શકે છે. આ ઘટના બાદ ઘાયલોના બેસ્ટ ઈલાજ માટે ખઉદ ધારાસભ્ય અલીગઢ જવા માટે રવાના થયા છે. ઘાયલોની અલીગઢ લઈ જવા માટે ખાનગી એમ્બ્યુલન્સ સેવામાં ડ્રાઈવરે ના પાડતા હોસ્પિટલમાં લોકોએ હંગામો મચાવ્યો હતો. એટલું જ નહિ લોકોએ ડ્રાઈવરની પણ પીટાઈ કરી મૂકી હતી.

હોસ્પિટલે ખસેડ્યા

હોસ્પિટલે ખસેડ્યા

આ સમગ્ર મામલે એએસપી સિદ્ધાર્થ વર્માએ કહ્યું કે વિજયાદશમી પર્વ પર આરએસએસ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં થયેલ હર્ષ ફાયરિંગમાં હિંદુસ્તાન પ્રેસ ફોટોગ્રાફરના ગળામાં ગોળી લાગી હતી, સાથે જ ભાજપી ધારાસભ્યના દીકરાને પણ છરો લાગ્યો હતો. પત્રકરની ગંભીર હાલત હોવાથી તેને અલીગઢ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પંજાબમાં ગોજારો ટ્રેન અકસ્માત, 13 સેકન્ડમાં 58 લોકોનાં મોતપંજાબમાં ગોજારો ટ્રેન અકસ્માત, 13 સેકન્ડમાં 58 લોકોનાં મોત

English summary
photographer journalist shot in rss program whose condition is critical
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X