For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos : ઉત્તરાયણના આવા ફોટો તમે કદી નહીં જોયા હોય

દેશભરમાં અલગ રીતે ઉજવાઇ ઉત્તરાયણ. ક્યાંક લોકો આગ પર ચાલ્યા તો ક્યાંક ગાય-બળદ, ક્યાંક લોકોએ કર્યું ઠંડા પાણીમાં સ્થાન તો ક્યાંક ઊંટનો ડાન્સ જોઇ લોકો થયા મંત્રમુગ્ધ. જાણો આ અંગે અહીં.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાયણ ગુજરાતમાં ભલે એક પતંગોત્સવ તરીકે ઉજવાય છે પણ ભારતમાં તે લોહરી, મકર સક્રાંતિ અને અનેક બીજા નામે આ જ ઉત્સવ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ત્યારે 14મી જાન્યુઆરીએ દેશની અલગ અલગ જગ્યાઓ ઉત્તરાયણના દિવસે કેવી રીતે અલગ અલગ ઉજવણી અને ઉત્સવો મનાવવામાં આવ્યા તે જુઓ આ તસવીરો દ્વારા. હરિદ્વારમાં મહાકુંભ સ્થાનથી લઇને દક્ષિણના પર્વો પર એક નજર તસવીરોની જુબાની જુઓ અહીં....

રાજસ્થાન

રાજસ્થાન

આ ફોટો છે રાજસ્થાનમાં ઉજવાઇ રહેલા 25માં આંતરાષ્ટ્રીય ઊંટ ઉત્સવનો. જેમાં બે ખાટલાની ઉપર ઊંટ ડાન્સ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં વસુંધરા સરકાર દ્વારા ઉત્તરાયણના દિવસે થોડાક વર્ષોથી આ રીતે કેમલ ફેસ્ટિલની ઉજવણી કરીને વિદેશી પર્યટકોને આકર્ષવામાં આવી રહ્યા છે. જેના કારણે પર્યટન વિકાસ થાય.

કર્ણાટક

કર્ણાટક

કર્ણાટકમાં મકર સંક્રાતિ નિમિત્તે આ રીતે આગ પરથી પાલતું ગાળ- બળદ જેવાપ્રાણીઓને ચલાવવામાં આવે છે. તેવી માન્યતા છે કે આમ કરવાથી તે આખું વર્ષ સ્વસ્થ રહે છે. જો કે એનિમલ રાઇટ્સ આનો વિરોધ પણ કરે છે. પણ પરંપરાની રીતે મૈસૂરના ગામડામાં હજી પણ આ ઉત્સવ મનાવવામાં આવે છે.

ઓડિસ્સા

ઓડિસ્સા

ઓડિસ્સામાં મકર સંક્રાતિ વખતે ખાસ ભગવાન હટકેશ્વર યાત્રા નીકાળવામાં આવે છે. જેમાં રામાયણ અને મહાભારતના વિવિધ પાત્રો સમેત લોકવાયકાની ઝાંખી બતાવવામાં આવે છે. ભાગમારી ગામમાં નીકળેલી આવી જ એક યાત્રાની આ તસવીર છે. જેમાં લોકો વાઘ નૃત્ય જોઇ રહ્યા છે. આમ ગુજરાત સમેત ભારતના અનેક શહેરોમાં મકર સંક્રાતિનો ઉત્સવ ભારે રંગેચંગે ઉજવાય છે.

અલ્લાહબાદ

અલ્લાહબાદ

મકર સંક્રાંતિના સમયે ગંગાસ્થાનનું આપણા ધાર્મિક ગ્રંથોમાં અનોખું મહત્વ છે. માટે જ મકર સંક્રાતિના દિવસે હરિદ્વાર સમેત અનેક સ્થળે ગંગા સ્થાન કરવામાં આવે છે. જેમાં વિવિધ અખાડાના સાધુ સંતો હાજરી આપે છે. અને સૂરજની પહેલી કરણ સાથે શાહીસ્થાન કરે છે. લોકો આ દિવસે ગંગામાં સ્થાન કરીને પવિત્રતા અનુભવે છે. ત્યારે અલ્લાહબાદના મહામેળાના એક સાધુ ગંગા સ્થાન પહેલા તસવીર ખેંચાવી રહ્યા છે.

લોહરી ઉત્સવ

લોહરી ઉત્સવ

જેમ ગુજરાતમાં ઉત્તરાયણનું ખાસ મહત્વ છે. તેમ જ પંજાબમાં લોહરીનું અનોખું મહત્વ છે. આ દિવસે સારા પાક પછી ખેડૂતો ગુરુદ્વારાની મુલાકાત લે છે. ત્યારે ઉત્સવ પછી અમૃતસરમાં આવેલા ગોલ્ડન ટેમ્પલમાં એક વ્યક્તિ તળાવની સફાઇ કરી રહ્યો છે.

English summary
Photos how various state in India celebrate Uttarayan and Makar Sankranti. See here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X