For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: ભૂટાનનો આ નાનકડો પ્રિન્સ જીતી રહ્યો છે લોકોનું મન

ભૂટાનના રાજા તેમની પત્ની અને પ્રિન્સ સાથે હાલ ભારતની 4 દિવસની મુલાકાતે છે. ત્યારે આજે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ મોદીએ ભૂટાનના નાનકડા પ્રિન્સને શું ભેટ આપી જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં વડાપ્રધાન આવાસ ખાતે આજે એક ખાસ મહેમાન આવ્યા હતા. જેમનું નામ છે જિગ્મે નામગયાલ વાંગચુક. નોંધનીય છે કે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને તેમના પત્ની હાલ ભારતની ચાર દિવસીય અધિકૃત મુલાકાતે છે. ત્યારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમનું બુધવારે એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું હતું. અને આજે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ નાનકડા પ્રિન્સને ચેસ અને ફિફા યુ-17 વર્લ્ડ કપનો ઓફિસ્યલ ફૂટબોલ ભેટમાં આપ્યો હતો. નોંધનીય છે કે આ પહેલા સુષ્મા સ્વરાજ સાથે પણ આ નાનકડા પ્રિન્સની તસવીરો મીડિયામાં વાયરલ થતા અનેક લોકો આ નાનકડા પ્રિન્સ પર મોહી પડ્યા હતા.

Bhutan

ત્યારે મોદી સમક્ષ પણ પ્રિન્સે નમસ્તે કહીને અભિવાદન કરતા પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નમીને નમસ્તે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રિન્સ જિગ્મે નામગયાલ વાંગચુક હાલ માંડ બે વર્ષના પણ નથી. પણ તેમનો માસૂમ ચહેરો મન મોહી લે તેવો છે.

King

નોંધનીય છે કે ચીન અને ભારત વચ્ચે થયેલા ડોકેલામ વિવાદ બાદ ભારત અને ચીન વચ્ચેની આ અધિકૃત બેઠક ખૂબ જ મહત્વ રાખે છે. ભૂટાનના રાજા હાલ ભારતની ચાર દિવસની મુલાકાતે છે. જે દરમિયાન તે ભારતના કેટલાક જાણીતા સ્થળોની પણ મુલાકાત લેવાના છે.

Narendra Modi
English summary
Photos: The little Bhutanese prince greeting Modi, winning people's hearts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X