For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોટાઃ રાજનીતિના અજાત શત્રુ અટલ બિહારી વાજપેયી અંતિમ સફર પર

પૂર્વ પ્રધાનમંત્રી તેમજ ભારતીય રાજનીતિના અજાતશત્રુ અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમનું અટલ વ્યક્તિત્વ હંમેશા માટે અમર થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી તેમજ ભારતીય રાજનીતિના અજાતશત્રુ અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમનું અટલ વ્યક્તિત્વ હંમેશા માટે અમર થઈ ગયુ. શૂન્યથી શિખર પર પહોંચેલા અટલ બિહારી વાજપેયીએ આખુ જીવન ક્યારેય અભિમાન નથી કર્યુ અને કદાચ આ જ કારણે પક્ષ હોય કે વિપક્ષ બધા તેમનો ખૂબ આદર અને સમ્માન કરતા. ગુરુવારે સાંજે 5-05 વાગે જ્યારે તેમના નિધનના સમાચાર આવ્યા ત્યારે આખો દેશ શોકમાં ડૂબી ગયો. કોઈને વિશ્વાસ નહોતો કે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી હવે નથી રહ્યા. તેમના નિધન બાદ તેમના પાર્થિવ શરીરને ભાજપના મુખ્ય કાર્યાલયમાં રાખવામાં આવ્યુ. જ્યાં દેશભરના રાજનેતાઓએ આવીને તેમને શ્રધ્ધાંજલિ આપી. દરેક તેમની સાથે જોડાયેલો કોઈને કોઈ કિસ્સો સંભળાવી રહ્યા હતા. કોઈ તેમની કવિતાઓની પંક્તિઓ તો કોઈ સંસદમાં તેમના ભાષણોની વાત કરી રહ્યા હતા. તેમની કવિતાઓએ લોકોના દિલો પર ઊંડી છાપ છોડી છે.

atalji antaim safar

વળી, પોતાના જીવનકાળમાં અટલ બિહારી વાજપેયીએ હંમેશા મૂલ્યોની રાજનીતિ કરી. તેઓ વિપક્ષી દળોનું સમ્માન કરતા હતા અને જોડતોડની રાજનીતિમાં વિશ્વાસ નહોતા કરતા. તેમનું કહેવુ હતુ કે તેઓ એક હાથમાં દેશના બંધારણ અને એક હાથમાં સમતાનું નિશાન લઈને આગળ વધતા રહેશે. વાજપેયી એ જનનેતા હતા જેમની અપીલ દરેક ધર્મ, દરેક ભાષા, દરેક ક્ષેત્ર અને દરેક જાતિના લોકોને સહજપણે આકર્ષિત કરતી હતી અને તેમની આ જ વાકપટુતાના કાયલ વિપક્ષી દળો પણ હતા. પોતાના સહયોગીએને હંમેશા સાથે લઈને ચાલનારા અટલ બિહારી વાજપેયી આજે પોતાના અંતિમ સફર પર નીકળી પડ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારોની ભીડ ઉમટી પડી છે.

અંતિમ સફર પર અટલ બિહારી વાજપેયીના ફોટા....

atalji antaim safar 2
atalji antaim safar 3
atalji antim safar 4
atalji antim safar 5
atalji antim safar 6
atalji antim safar 7
atalji antim safar 8
atalji antim safar 9
atalji antim safar 10
atalji antim safar 11
atalji antim safar 12
atalji antim safar 13
atalji antim safar 14
atalji antim safar 15
atalji antim safar 16
English summary
photos: tribute to former prime minister of india atal bihari vajpayee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X