For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ મીડિયા પર કેમ શેર થઈ રહ્યા છે મુસ્લિમ ટોપીમાં પીએમ મોદીના ફોટા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુસ્લિમ ટોપી પહેરેલ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. ફોટામાં મુસ્લિમ ટોપી પહેરેલા પીએમ મોદી વોહરા સમાજના ધર્મગુરુ ગળે મળતા જોવા મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુસ્લિમ ટોપી પહેરેલ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. ફોટામાં મુસ્લિમ ટોપી પહેરેલા પીએમ મોદી વોહરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને ગળે મળતા જોવા મળી રહ્યા છે. પીએમ મોદીનો મુસ્લિમ ટોપીવાળો ફોટો જોયા બાદ ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે 2019 પહેલા જ મોદીએ હાર માની લીધી છે. પરંતુ મુસ્લિમ ટોપીમાં પીએમ મોદીને જોનારા યુઝર્સને કદાચ એ એવો ફોટા જોયા બાદ કમેન્ટ કરી રહ્યા છે જેની સાથે છેડછાડ કરવામાં આવી છે.

મસ્જિદમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને ગળે મળ્યા હતા

મસ્જિદમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને ગળે મળ્યા હતા

પીએમ મોદી શુક્રવારે દાઉદી વોહરા સમાજના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ઈન્દોર ગયા હતા. તેમણે ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે મુલાકાત કરી અને દાઉદી વોહરા સમાજના લોકોને પણ સંબોધિત કર્યા. પીએમ મોદી દાઉદી વોહરા સમાજના કોઈ ધાર્મિક કાર્યક્રમને સંબોધિત કરનાર દેશના પહેલા પ્રધાનમંત્રી છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ઈન્દોરના સૈફી નગર સ્થિત મસ્જિદમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને ગળે પણ મળ્યા હતા.

આ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપઃ નોકરી ના મળતા હતાશ યુવાનો કરી રહ્યા છે રેપઃ ભાજપ ધારાસભ્યઆ પણ વાંચોઃ રેવાડી ગેંગરેપઃ નોકરી ના મળતા હતાશ યુવાનો કરી રહ્યા છે રેપઃ ભાજપ ધારાસભ્ય

છેડછાડ કરાયેલા ફોટાને ફેસબુક પર પણ શેર કર્યો

છેડછાડ કરાયેલા ફોટાને ફેસબુક પર પણ શેર કર્યો

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને ગળે મળતો પીએમ મોદીનો ફોટો તેમના અધિકૃત એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવ્યો છે. પરંતુ આ ફોટામાં તેમના માથા પર ટોપી નથી. મુસ્લિમ ટોપીમાં ટ્વિટર પર શેર કરાયેલ પીએમ મોદીનો ફોટો સંઘમિત્રા નામના યુઝરે શેર કર્યો છે. જે પોતાને ફિલ્મમેકર ગણાવી રહી છે. સંઘમિત્રાએ પીએમ મોદીનો મુસ્લિમ ટોપીવાળા છેડછાડ કરાયેલા ફોટાને ફેસબુક પર પણ શેર કર્યો છે.

મોદી સપોર્ટર્સને પણ ટ્રોલ કરતી રહી છે

મોદી સપોર્ટર્સને પણ ટ્રોલ કરતી રહી છે

સંઘમિત્રા નામની યુઝરે છેડછાડ કરાયેલ જે ફોટો શેર કર્યો છે તેને ટ્વિટર પર 100 લોકોએ રિટ્વિટ કર્યો છે અને ફેસબુક પર લગભગ 180 થી વધુ લોકોએ પણ શેર કર્યો છે. સંઘમિત્રાની જૂની પોસ્ટ જોતા માલુમ પડે છે કે તે ઘણા સમયથી મોદી સપોર્ટર્સને પણ ટ્રોલ કરતી રહી છે.

70,000 ફોલોઅર્સ

70,000 ફોલોઅર્સ

સંઘમિત્રા ઉપરાંત બીજા એક ટ્વિટર યુઝરે પીએમ મોદીનો મુસ્લિમ ટોપી પહેરેલો ફોટો શેર કર્યો છે અને સાથે જૂનો ફોટો પણ લગાવ્યો છે જેમાં નરેન્દ્ર મોદી મૌલાનાની ટોપી પહેરવાનો ઈનકાર કરતા જોવા મળી રહ્યા છે. આ ટ્વિટર એકાઉન્ટના લગભગ 70,000 ફોલોઅર્સ છે.

આ પણ વાંચોઃ કાળા હરણ કેસમાં સૈફ-તબ્બુ-સોનાલીની મુશ્કેલી વધી શકે, HC માં થશે અપીલઆ પણ વાંચોઃ કાળા હરણ કેસમાં સૈફ-તબ્બુ-સોનાલીની મુશ્કેલી વધી શકે, HC માં થશે અપીલ

English summary
Photoshopped image of PM Modi wearing Muslim skull cap shared on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X