For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશમાં મેઘ તાંડવ, 11ના મોત, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

ભોપાલ, 20 જુલાઇ: આ સમયે મધ્ય પ્રદેશ વરસાદના તાંડવના કારણે ખૂબ જ મુશ્કેલીમાં છે. વરસાદના મારથી સૌથી વધારે મુશ્કેલીમાં ઉજ્જૈન છે જ્યાં મંદિર પણ ડૂબી ગયા છે. ક્ષિપ્રા નદીના તટ પર સ્થિત ઘણા મંદિરના ગુંબજ સુધી પાણી પહોંચી ગયા હતા, જ્યારે રસ્તાઓ પણ પાણી પાણી થઇ ગયા હતા. નદીનું પાણી ઉજૈન નગરીમાં આવી ગયું હતું.

ભારે વરસાદના કારણે અત્યાર સુધી 11 લોકો મોતના શિકાર થઇ ચૂક્યા છે તો ઘણા બધા લોકો ગુમ પણ થઇ ગયા છે. હવામાન વિભાગ અનુસાર 24 કલાકમાં વરસાદ થતી રહેશે. ઉજ્જૈનની જેમ ઇંદોરમાં પણ વરસાદ ઘાતક બની રહ્યો છે. ઇંદોરમાં 24 કલામાં 128 મિલી મીટર વરસાદ થયો છે. જ્યારે ઉજ્જૈનમાં 310 મિલી મીટર વરસાદ નોંધવામાં આવ્યો છે, જેના પગલે ક્ષિપ્રા વધું ભયાવહ બનતી જઇ રહી છે.

જોકે રાજ્ય સરકાર તરફથી રાહત અને બચાવ કાર્ય જારી છે પરંતુ સતત થઇ રહેલા વરસાદના કારણે અડચણ ઉભી થઇ રહી છે...

10 રહેવાસી વિસ્તારમાં પાણી ભરાયા

10 રહેવાસી વિસ્તારમાં પાણી ભરાયા

ઉજ્જૈનમાં પૂર નિયંત્રણ કક્ષે જણાવ્યું છે કે શહેરની 10 ઝોપડપટ્ટીઓમાં પાણી ભરાઇ ગયા છે.

ભોપાલમાં જનજીવન પ્રભાવિત

ભોપાલમાં જનજીવન પ્રભાવિત

આ વરસાદના પગલે રાજધાની ભોપાલમાં જનજીવન પ્રભાવિત થયું છે, ત્યાંજ નીચલી વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

બેતવા નદી બંને કાંઠે વહી રહી છે

બેતવા નદી બંને કાંઠે વહી રહી છે

વરસાદના પગલે રાયસેન-વિદિશા માર્ગ પર બેતવા નદી બંને કાંઠે વહી રહી છે. અને પુલની ઉપરથી પાણી વહેવાના કારણે અવરજવર સંપૂર્ણપણે અવરોધાઈ ગયું છે.

11 લોકોના મોત

11 લોકોના મોત

ભારે વરસાદના કારણે અત્યાર સુધી 11 લોકોના મોત થઇ ચૂક્યા છે, જ્યારે ઘણા ગુમ થઇ ગયા છે.

મંદિર સુધ્ધા ડૂબી ગયા

મંદિર સુધ્ધા ડૂબી ગયા

વરસાદના મારથી સૌથી વધારે મુશ્કેલીમાં ઉજ્જૈન છે જ્યાં મંદિર પણ ડૂબી ગયા છે. ક્ષિપ્રા નદીના તટ પર સ્થિત ઘણા મંદિરના ગુંબજ સુધી પાણી પહોંચી ગયા હતા

English summary
Heavy Monsoon rains in Madhya Pradesh trigger flash floods. scores of people in Ujjain were shifted to the relief camps set up in the district on Sunday. Here are some horrible pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X