For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ હિમવર્ષા થતા સફેદ ચાદરમાં લપેટાયુ ધરતીનુ સ્વર્ગ, જુઓ Pics

છેલ્લા બે દિવસથી ધરતીનુ સ્વર્ગ કહેવાતા કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં ઠંડી પોતાનો રંગ જમાવવો શરૂ કરી દીધો છે. છેલ્લા બે દિવસથી પહાડો પર થઈ રહેલ હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે અને આવનારા દિવસોમાં પણ આ ઠંડીનો ચારેતરફ વધારો થવાનો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી ધરતીનુ સ્વર્ગ કહેવાતા કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. જેનાથી અહીંના તાપમાનમાં ઘટાડો થયો છે. વળી, ઉત્તરાખંડ અને હિમાચલ પણ છેલ્લા બે દિવસથી હિમવર્ષાના લપેટામાં છે. જો કે હિમવર્ષા બાદ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે અને કુપવાડા, બાંદીપુર, બારામુલા અને ગાંદરબલ માટે હિમસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે.

કુફરી, મનાલી અને ઓલીમાં સિઝનની પહેલી હિમવર્ષા

કુફરી, મનાલી અને ઓલીમાં સિઝનની પહેલી હિમવર્ષા

વળી, પર્યટન સ્થળ કુફરી, મનાલી અને ઓલીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. જ્યાં એક તરફ હિમવર્ષાથી ગાડીઓની અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. ત્યાં બીજી તરફ સ્થાનિક લોકો હિમવર્ષાનો લુત્ફ ઉઠાવી રહ્યા છે. આ હિમવર્ષના કારણે જ પૂર્વ ભારતમાં ઠંડી હવાઓ ચાલી રહી છે.

હમીરપુર અને મંડીમા થઈ શકે છે વરસાદ

હમીરપુર અને મંડીમા થઈ શકે છે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાલમપુર, સોલાન, નાહાન, બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડીમાં પણ વરસાદ થવાનુ અનુમાન છે. ભારે હિમવર્ષાના કારણે શિમલા અને મનાલીના ઘણા વિસ્તારોમાં વિજળી બંધ થઈ શકે છે. આ વખતે કોરોના મહામારીના કારણે પર્યટકોની અવરજવર નથી થઈ રહી. દર વર્ષે અહીં હિમવર્ષા જોવા માટે સેંકડોની સંખ્યામાં પર્યટકો આવે છે.

હિમવર્ષાના આ સુંદર ફોટા મન મોહી લેશે

હિમવર્ષાના આ સુંદર ફોટા મન મોહી લેશે

હાલમાં હિમવર્ષાના જે ફોટા કાશ્મીર અને હિમાચલથી સામે આવ્યા છે તે ખૂબ જ સુંદર છે. વળી, ઉત્તરાખંડમાં પણ રવિવારથી હિમવર્ષા થઈ રહી છે. કાલે તો કેદારનાથ ધામમાં પણ હિમવર્ષા થઈ હતી જેના કારણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ બદ્રીનાથના દર્શન કરવા જઈ શક્યા નહોતા. કાલે તેમણે ઘણી વાર સુધી રોકાવુ પડ્યુ. તે મોડી સાંજે ગોચર પહોંચ્યા હતા અને આજે સવારે તે બદ્રીનાથ દર્શન માટે પહોંચ્યા. ચમોલીમાં પણ પારો ગગડ્યો છે જેના કારણે અહીં કડકડતી ઠંડી પડી રહી છે.

La-Ninaના કારણે આ વખતે પડશે હાડ ધ્રૂજાવી દેતી ઠંડી: IMDLa-Ninaના કારણે આ વખતે પડશે હાડ ધ્રૂજાવી દેતી ઠંડી: IMD

English summary
Pics: Heavy snow fall in Jammu-Kashmir, Himachal, Doda and Kishtwar districts of Jammu region.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X