For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: સુનિતાએ કંઇક આ અંદાજમાં કર્યો તાજનો દીદાર

|
Google Oneindia Gujarati News

આગરા, 24 એપ્રિલ: વિશ્વભરમાં જાણીતી અને દેશની આશાસ્પદ દીકરી અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે આજે પ્રેમના પ્રતીક એવા તાજમહેલની મુલાકાત લીધી હતી. સુનિતા વિલિયમ્સ પોતાના બહેનની સાથે તાજમહેલ જોવા માટે અત્રે આવી પહોંચ્યા હતા.

sunita williams
ગ્રીન ટોપ અને સફેદ કેપ્રી પહેરીને વિલિયમ્સે ગુરુવારે ઐતિહાસિક સ્મારક તાજમહેલને મન મૂકીને નિહાળ્યો હતો. આ સાથે તેમણે પોતાની આ યાત્રાની યાદો કેમેરામાં પણ કેદ કરી હતી.

sunita
અત્રે નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર, 1965ના રોજ યુક્લિડ, ઓહાયોમાં થયો હતો. અમેરિકન અવકાશ એજન્સી નાસાના માધ્યમથી અવકાશમાં જનાર સુનિતા વિલિયમ્સ બીજી ભારતીય મહિલા છે. સુનિતા ભારતના ગુજરાતના અમદાવાદ સાથે ઇંટરકનેક્ટ છે. તેમણે એક મહિલા અવકાશ યાત્રી તરીકે 195 દિવસો સુધી અવકાશમાં રહેવાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. ઉલ્લેખનીય છે કે સુનિતાના પિતા દીપક પંડ્યા અમેરિકામાં ડોક્ટર છે.

English summary
Renowned astronaut Sunita Williams, who spent a record 195 days in space, has visited the Taj Mahal with her sister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X