For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑક્સિજનની અપીલ પર FIRને લઈને યુપી સરકાર સામે PIL, કાર્યવાહી પર રોક લગાવવાની માંગ

સોશિયલ મીડિયા પર ઑક્સિજનની મદદ માંગવાની અપીલ કરનારા પર કાર્યવાહી રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકાર સામે ઈલાહાબાદ હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ સોશિયલ મીડિયા પર ઑક્સિજનની મદદ માંગવાની અપીલ કરનારા પર કાર્યવાહી રોકવા માટે ઉત્તર પ્રદેશ સરકાર સામે ઈલાહાબાદ હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. આ જનહિત અરજીને એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ દાખલ કરી છે. અરજીમાં કોર્ટમાં આવા લોકો સામે કાર્યવાહી રોકવાની માંગ કરવામાં આવી છે જે સોશિયલ મીડિયા પર કોરોના સંકટ સમયે મદદની અપીલ કરી રહ્યા છે.

yogi

અરજીમાં એક વ્યક્તિ પર પોતાના નાના માટે ટ્વિટર પર ઑક્સિજનની માંગ લગાવવા પર એફઆઈઆર નોંધાવવા મુદ્દે કોર્ટનુ ધ્યાન દોરવામાં આવ્યુ છે. અમેઠી જિલ્લીમાં એક શશાંક યાદવ નામના વ્યક્તિએ ટ્વિટર પર અપીલ કરી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમના નાનાનુ ઑક્સિજન લેવલ ઘટી રહ્યુ છે. આ ટ્વિટને લઈને અમેઠીથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ શેર કર્યો હતો. અમેઠી પોલિસે બાદમાં આ ટ્વિટને અફવા ગણાવીને વ્યક્તિ પર એફઆઈઆર કરી હતી.

મહેનત છતાં પ્રમોશન ન મળતુ હોય તો અપનાવો આ Astro Tipsમહેનત છતાં પ્રમોશન ન મળતુ હોય તો અપનાવો આ Astro Tips

કાર્યવાહીને ગણાવી શક્તિઓનો દૂરુપયોગ

અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, 'સોશિયલ મીડિયા પર ઑક્સિજનની માંગ કરનાર ગંભીર રોગીઓના પરિવારો પર કાર્યવાહી રાજ્યની શક્તિઓનો દૂરુપયોગ છે. આ કાર્યવાહી કોવિડ-19 મહામારીમાં સરકારની કોરોના સામે લડવાની નિષ્ફળતા પર થઈ રહેલી ટીકાથી બચવા માટે કરવામાં આવી રહી છે.' ગોખલેએ અરજીમાં કહ્યુ કે યુપીમાં એક યુવક પર ઑક્સિજનની મદદ માટે પુકાર લગાવવા પર એફઆઈઆર નોંધવામાં આવી છે. જ્યારે હકીકત એ છે કે યુવક પોતાના પરિવારજન માટે ઑક્સિજનની મદદ માંગી રહ્યો હતો.

English summary
PIL against UP government regarding action on people for oxygen appeal on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X