For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળઃ રાહત શિબિરોમાં સીએમ પર લોકોનો ગુસ્સો, શિબિરમાં સાપ છે પણ ભોજન-પાણી નથી

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરુવારે એ તમામ વિસ્તારોની મુલાકાત લીધી જે પૂર પ્રભાવિત છે. મુખ્યમંત્રીએ અહીં એ લોકોની મુલાકાત લીધી જે પૂરના કારણે બેઘર થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરુવારે એ તમામ વિસ્તારોની મુલાકાત લીધી જે પૂર પ્રભાવિત છે. મુખ્યમંત્રીએ અહીં એ લોકોની મુલાકાત લીધી જે પૂરના કારણે બેઘર થઈ ગયા છે અને યેનકેન પ્રકારે પોતાનો જીવ બચાવવામાં સફળ થયા છે. આ તમામ લોકોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે કે તેમને રાહત શિબિરોમાં જરૂરી મદદ નથી મળી રહી એટલુ જ નહિ લોકોએ મુખ્યમંત્રી પર રાહત કેમ્પોમાં મોડા આવવાનો પણ આરોપ લગાવ્યો છે.

ફરિયાદો ગણાવી

ફરિયાદો ગણાવી

વિજયને તમામ રાહત શિબિરોની મુલાકાત લીધી અને ભરોસો અપાવ્યો કે જે લોકોએ પોતાનું બધુ જ ગુમાવી દીધુ છે સરકાર તેમની દરેક સંભવ મદદ કરશે અને તેમના જીવનને ફરીથી વસાવવા માટે સંપૂર્ણ મદદ કરશે. પરંતુ તમામ રાહત શિબિરોમાં મુખ્યમંત્રીને લોકોએ ફરિયાદો કરી અને મોડા આવવા પર તેમની ટીકા પણ કરી. ઘણા લોકોએ આ રાહત શિબિરોમાં જમવાના વિતરણની સમસ્યા, શૌચની વ્યવસ્થાનો અભાવ, રાહત શિબિરોમાં સામ હોવાની ફરિયાદો કરી છે. એટલુ જ નહિ લોકોએ મુખ્યમંત્રીને પીવાના પાણી સુદ્ધા આ રાહત શિબિરોમાં નહિ હોવાની ફરિયાદ કરી છે.

આ પણ વાંચોઃએશિયન ગેમ્સ 2018: 10 મીટર એર પિસ્ટલમાં હિના સિદ્ધુએ જીત્યો બ્રોન્ઝ મેડલઆ પણ વાંચોઃએશિયન ગેમ્સ 2018: 10 મીટર એર પિસ્ટલમાં હિના સિદ્ધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ

આવ્યા અને જતા રહ્યા

આવ્યા અને જતા રહ્યા

મુખ્યમંત્રી આ તમામ રાહત શિબિરોમાં 10-15 મિનિટ માટે ગયા અને બે કલાક બાદ પ્રદેશની રાજધાની પાછા આવી ગયા. થોડાક સમય માટે જે રીતે મુખ્યમંત્રીએ આ રાહત શિબિરોની મુલાકાત લીધી તે બાદ લોકોએ તેમના પર ભડાસ કાઢી અને પોતાની ફરિયાદો કરી છે. ઉત્તરપૂરવુર રાહત શિબિરમાં રહેતી મીનાક્ષી અમ્માએ જણાવ્યુ કે મુખ્યમંત્રી માત્ર પરંપરા નિભાવવા માટે અહીં આવ્યા હતા. તેઓ અહીં આવ્યા અને જતા રહ્યા, અમે તેમને અમારી સમસ્યા પણ કહી શક્યા નહિ.

આ પણ વાંચોઃરાહુલ ગાંધીએ વધાર્યુ આ યુવા નેતાનું કદ જેની સાથે ઉડી હતી લગ્નની અફવાઓઆ પણ વાંચોઃરાહુલ ગાંધીએ વધાર્યુ આ યુવા નેતાનું કદ જેની સાથે ઉડી હતી લગ્નની અફવાઓ

ઔપચારિકતા નિભાવવા આવ્યા હતા સીએમ

ઔપચારિકતા નિભાવવા આવ્યા હતા સીએમ

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ચેનગન્નુર, કોજેંચરી, અલપુઝા, ઉત્તરપરવૂર, ચલાકૂડી સ્થિત રાહત શિબિરોમાં ગયા હતા. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાહત અને બચાવનું કામ ખતમ થઈ ગયુ છે. માટે હવે લોકોને પુનઃસ્થાપિત કરવાનું કામ ઝડપથી કરવામાં આવશે. પરંતુ રાહત શિબિરોમાં રહેતા તમામ લોકોએ કહ્યુ કે મુખ્યમંત્રી માત્ર ઔપચારિકતા નિભાવવા આવ્યા હતા. પોલિકસર્મીઓએ તેમને પોતાની ફરિયાદો કહેવાથી રોક્યા હતા.

આ પણ વાંચોઃખાનગી જાહેરાતોમાં પીએમના ફોટા વાપરવા મોંઘા પડશે, 400 ગણો દંડઆ પણ વાંચોઃખાનગી જાહેરાતોમાં પીએમના ફોટા વાપરવા મોંઘા પડશે, 400 ગણો દંડ

800 લોકો માટે માત્ર 4 શૌચાલય

800 લોકો માટે માત્ર 4 શૌચાલય

રાહત શિબિરમાં એક મહિલાએ બૂમો પાડીને કહ્યુ કે રાહત શિબિરમાં 800 લોકો માટે માત્ર 4 શૌચાલય છે. ત્યારબાદ મુખ્યમંત્રીએ કહ્યુ કે અમે બીજા બનાવીશુ. આ રાહત શિબિરોની મુલાકાત કર્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યુ કે રાહત કેમ્પોમાં રહેતા લોકોની દેખરેખની જવાબદારી સરકારની છે. અમે એ લોકોને ફરીથી ઘર બનાવવામાં મદદ કરીશુ. તેમના જીવનને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરીશુ. રાહત શિબિરોમાં તમામ સંસ્થાઓના લોકોને લગાવવામાં આવ્યા છે જેથી તેઓ અહીં લોકોની સમસ્યાઓનું નિવારણ કરી શકે.

આ પણ વાંચોઃઉન્નાવ રેપ કેસમાં રાહુલ ગાંધીએ ષડયંત્રની આશંકા વ્યકત કરી, પીએમ પર નિશાનોઆ પણ વાંચોઃઉન્નાવ રેપ કેસમાં રાહુલ ગાંધીએ ષડયંત્રની આશંકા વ્યકત કરી, પીએમ પર નિશાનો

English summary
Pinarayi Vijayan visits shelter caps for the flood affected areas people lost their cool.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X