For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ રાજકીય ફાયદા માટે રોહિત વેમુલાનો ઉપયોગ કર્યોઃ પિયુષ ગોયલ

રોહિત વેમુલાની મોતના લગભગ બે વર્ષ બાદ ફરીથી આ મુદ્દો ગરમાયો છે. ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સાથે વિપક્ષી દળોને ઘેરવાની કોશિશ કરી છે.

|
Google Oneindia Gujarati News

રોહિત વેમુલાની મોતના લગભગ બે વર્ષ બાદ ફરીથી આ મુદ્દો ગરમાયો છે. ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સાથે વિપક્ષી દળોને ઘેરવાની કોશિશ કરી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કહ્યુ કે દેશની રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે. દેશના કેટલાક વિપક્ષી દળોએ રોહિત વેમુલાના મોત બાદ તેમના પરિવારનો ઉપયોગ કર્યો. તેમણે રાહુલ ગાંધી પર રોહિત વેમુલાના મોત મામલે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

પિયુષ ગોયલે વિપક્ષી પાર્ટીઓ પર સાધ્યુ નિશાન

પિયુષ ગોયલે વિપક્ષી પાર્ટીઓ પર સાધ્યુ નિશાન

પિયુષ ગોયલે કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રોહિત વેમુલાના પરિવારને ઘણી વાર પોતાની સાથે સ્ટેજ પર લઈ ગયા અને તેમને સંબોધિત કરવા માટે કહ્યુ. આનો ખુલાસો થવો જોઈએ કે આની પાછળ તેમનો ઈરાદો શું હતો અને શું કોઈ રજૂઆત કરવામાં આવી હતી? જૂઠના પાયા પર કયા પ્રકારની નિમ્ન સ્તરની રાજનીતિ પર પક્ષ ઉતરી આવ્યો છે. આના માટે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ.

કેટલાક પક્ષો ખોટા વચનો આપી ગંદી રાજનીતિ કરી રહ્યા છે

કેટલાક પક્ષો ખોટા વચનો આપી ગંદી રાજનીતિ કરી રહ્યા છે

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યુ કે હું રોહિત વેમુલાની મા રાધિકાના સામે આવેલા એ નિવેદનને વાંચ્યા બાદ ચિંતિત છુ. કેટલાક વિપક્ષી દળો આ મામલે રાજનીતિ કરવાનું ક્યાં સુધી ચાલુ રાખશે ? રોહિત વેમુલાનો પરિવાર આર્થિક રીતે સધ્ધર નથી અને એક તણાવગ્રસ્ત મા ને રાજકીય ઉદ્દેશો હેઠળ પૈસાનું ખોટુ આશ્વાસન આપવામાં આવ્યુ. પિયુષ ગોયલે કહ્યુ કે કેટલાક દળો ખોટા વચનો આપીને ગંદી રાજનીતિ કરી રહ્યા છે. અમે દરેક નાગરિકના જીવનની કિંમત સમજીએ છીએ.

પિયુષ ગોયલ બોલ્યા - માફી માંગે રાહુલ ગાંધી

પિયુષ ગોયલ બોલ્યા - માફી માંગે રાહુલ ગાંધી

પિયુષ ગોયેલે કહ્યુ કે ભાજપ સમાજને જુદા પાડવામાં વિશ્વાસ નથી કરતો. સમાજનો દરેક વ્યક્તિ અમારા માટે અમૂલ્ય છે. સૌની સાથે કામ કરવુ અને સૌના વિકાસ માટે કામ કરવુ એક માત્ર ધર્મ છે. પોતાના રાજકીય ફાયદા માટે વિપક્ષી દળો તરફથી રોહિત વેમુલાની માતાને ખોટા પ્રલોભને આપીને તેમનાથી ખોટા નિવેદનો કરાવવા દુર્ભાગ્યપૂર્ણ છે.

રોહિત વેમુલાની મા એ આપી સફાઈ

રોહિત વેમુલાની મા એ આપી સફાઈ

આ પૂરો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હાલમાં જ રોહિત વેમુલાની મા રાધિકાએ કથિત રીતે એક નિવેદનમાં કહ્યુ હતુ કે તેમને ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે 20 લાખ રૂપિયાની મદદ આપવાની વાત કહી હતી પરંતુ આવુ કઈ કરવામાં આવ્યુ નહિ. આ મુદ્દે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ કરી. જો કે બાદમાં રોહિત વોમુલાની મા નો પણ પક્ષ સામે આવ્યો. તેમણે કહ્યુ કે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લાગે આર્થિક મદદની વાત કહી હતી પરંતુ તેમણે રાજકીય ફાયદા માટે મારો ઉપયોગ નથી કર્યો.

English summary
Piyush goel targets rahul gandhi Rohith Vemula family congress bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X