• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં આ સ્થળે લગ્ન વગર જ થાય છે સેક્સ!

|

અમદાવાદ, 13 ઓગસ્ટ: ભારતમાં પરંપરાઓ અને રીતિ-રિવાજોનું ખાસ મહત્વ છે. લોકો પરંપરાઓનું વર્ષો સુધી વહન કરતા રહે છે. ભારતીય સમાજની પરંપરા અનુસાર લગ્ન પહેલા શારીરિક સંબંધ સ્થાપવાની પરવાનગી નથી, પરંતુ આપને જણાવી દઇએ કે ભારતમાં એક એવું પણ સ્થળ છે જ્યાં લોકો લગ્ન પહેલા સેક્સ કરે છે.

અમે વાત કરી રહ્યા છીએ ગરાસિયા સમાજની. આ સમાજમાં દામ્પત્યની અનોખી પરંપરા છે, જે લગભગ લિવ ઇન રિલેશનની જેમ જ છે. ભારતના આ આદીવાસી સમાજમાં લોકો લગ્ન કર્યા વગર જ સાથે રહે છે અને શારીરિક સંબંધ પણ બનાવે છે. બિલકૂલ એવી જ રીતે જેમ આજના આધુનિક સમાજમાં લિવ-ઇન કપલ્સ રહે છે.

લગ્ન નહીં કરવાની પાછળ આ સમાજની ધારણા છે કે તેમના પરિવારોમાં કોઇએ પહેલા લગ્ન કર્યા તો તેમને સંતાન નહીં થાય. આ સમાજના યુવક-યુવતીઓ લગ્ન કર્યા વગર સાથે રહેવા લાગે છે અને બાળકો પેદા કરે છે. આ ગરાસિયા આદિવાસીઓની વર્ષો જુની પરંપરા છે. સરાસિયા, રાજસ્થાન અને ગુજરાતના ઘણા જિલ્લામાં વસવાટ કરે છે.

આ પરંપરા અનુસાર યુવક-યુવતીઓના સહમતિ થવા પર યુવતી પક્ષને સામાજિક સહમતિથી કેટલીક ધનરાશિ આપી દેવામાં આવે છે. ત્યારબાદ યુવક-યુવતીઓ લગ્ન કર્યા વગર પતિ-પત્નીની જેમ સાથે રહેવા લાગે છે. જોકે બાળકો પેદા થયા બાદ તેઓ પોતાની અનુકૂળતાએ ક્યારેય પણ લગ્ન કરી શકે છે.

English summary
There is a place in India where man and women make physical relation without marriage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X