For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાને નવા વર્ષની ઉજવણી PMOના કર્મચારીઓ સાથે કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જાન્યુઆરી: આમ તો નવા વર્ષની ઉજવણી દરેકજણે પોતાની રીતે કરી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવાવર્ષની ઉજવણીની રીતથી ઘણા લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના અવસરે પીએમઓ કાર્યાલય પહોંચીને પીએમઓ કર્મચારીઓને ચોંકાવી દીધા.

સરપ્રાઇઝ ટી પાર્ટી પર બોલાવ્યા પીએમઓ કર્મચારીઓને
પીએમઓ કર્મચારીઓએ જણાવ્યું કે નવા વર્ષના અવસરે મોદીએ તેમને ચા પાર્ટી માટે બોલાવ્યા હતા જે આશ્ચર્યજનક ઘટના હતી. પીએમઓના અધિકારીઓએ જણાવ્યું કે પીએમઓ કાર્યાલયમાં પ્રિન્સિપલ સેક્રેટરીથી લઇને નિચલા સ્તરના કર્મચારીને વડાપ્રધાને આમંત્રિત કર્યા હતા. તમામ પીએમઓના કર્મચારીઓએ 7 રેસ કોર્સના પંચવટી ઓડીટોરિયમમાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી.

આપને જણાવી દઇએ કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ નવા વર્ષના ખાસ અવસરે પોતાના સ્ટાફના કર્મચારીઓ સાથે મુલાકાત કરતા હતા. વડાપ્રધાને તે જ પરંપરાને પીએમઓમાં પણ ચાલુ રાખી છે.

pmo
કર્મચારીઓના સવાલોના આપ્યા જવાબ
પીએમઓના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે કાર્યાલયમાં પીએમ માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ વડાપ્રધાને તમામ કર્મચારીઓ સાથે ઊભા રહીને સામાન્ય રીતે ચર્ચા કરી. વડાપ્રધાને લગભગ 45 મિનિટ સુધી તમામ લોકો સાથે વાત કરી. વડાપ્રધાને કહ્યું કે તમારે જે પૂછવું હોય તે પૂછો હું મારા 7 મહિનાનો અનુભવ શેર કરીને ખુશી થશે.

મોદી કુર્તાનું રહસ્ય
પીએમઓના કર્મચારીઓએ વડાપ્રધાનને ખૂબ જ સાધારણ સવાલ કર્યા, જેમકે આપ કેટલી વાર સુધી સુવો છો, આપ રજા ક્યારે લો છો, આપ શું ખાવ છો અને લોકોએ મોદી કુર્તા અંગે પણ સવાલ કર્યા.

વડાપ્રધાને તમામ સવાલોના જવાબ પોતાના અંદાજમાં આપ્યા. એક કર્મચારીએ જણાવ્યું કે અમારી પાસે એક ઉર્જાવાન પીએમ છે તો તેના જવાબમાં વડાપ્રધાને જણાવ્યું કે આપના કામમાં જી-જાન લગાવી દો આપને ક્યારેય થાક નહીં લાગે. વડાપ્રધાને જણાવ્યું કે એવો કોઇપણ પ્રયાસ બાકી ના રહેવો જોઇએ જેનાથી સામાન્ય જનની અપેક્ષાઓની પૂર્તિ ના થઇ શકે.

English summary
PM celebrates new year with pmo officials and employees, pm modi interacts with the employees and answered their questions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X