For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBIને સ્વાયત્ત બનાવવા માટે વડાપ્રધાને GoMની રચના કરી

|
Google Oneindia Gujarati News

manmohan-singh
સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ને સ્વાયત્ત બનાવવા માટે મંત્રીસમૂહ (જીઓએમ - ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ)ની રચના કરવામાં આવી છે.આ મંત્રીસમૂહની રચના વડાપ્રધાન મનમોહન સિંહે કરી છે. નાણા મંત્રી પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં મંત્રીસમૂહની રચના કરવામાં આવી છે.

આ મંત્રીસમૂહમાં ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે, કાયદા પ્રધાન કપિલ સિબલ, વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ અને વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી નારાયણ સ્વામીનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇની સ્વાયત્તતાની વાત કહી હતી. કોર્ટે આ સંદર્ભમાં સરકારને કાયદો બનાવવાની વાત કહી હતી.

સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન મનમોહન સિંહે મંત્રીસમૂહને સ્પષ્ટ જણાવ્યું છે કે આ કાર્ય માટે તેમની પાસે વધારે સમય નથી. આ મુદ્દે ટૂંક સમયમાં ચર્ચા વિચારણા કરી કાયદો ઘડવાની દિશામાં કવાયત આરંભી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે કોર્ટે સીબીઆઇની તપાસમાં કેન્દ્ર સરકારના દખલની વાત કરી હતી. જેને સીબીઆઇએ સોગંદનામુ આપીને સ્વીકાર્યું પણ હતું. કોલસા કૌભાંડના સંબંધમાં થઇ રહેલી તપાસમાં રેલો છેક વડાપ્રધાન મનમોહન સિંહ સુધી પહોંચ્યો છે.

English summary
PM constitute GoM for making law to make CBI independent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X