For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMના ફેસબુક પેજ પર INS અરિહંતના સ્થાને USની સબમરીનની તસવીર મૂકી દીધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 ઑગસ્ટ : રવિવારે સૂચના અને પ્રસારણ મંત્રાલયે આઇએનએસ અરિહંતના પરમાણું રિએક્ટર ચાલુ થયા બાદ એક વીડિયો જારી કર્યો છે. આ વીડિયોમાં આઇએનએસ અરિહંતના નામ પર જે સબમરીન બતાવી છે તે ખરેખર અમેરિકન નૌકાદળની પરમાણુ સબમરીન હતી. આ ઘટના પરથી કેન્દ્ર સરકાર અને તેના કાર્યોની લાલિયાવાડી સામે આવી છે.

અમેરિકન નૌકાદળ પણ ઓહાયો ક્લાસની પરમાણુ સબમરીનની તસવીરો આઇએનએસ અરિહંતના નામ પર જારી કરવામાં આવી હતી. આટલું જ નહીં આ તસવીરોને પ્રધાનમંત્રીના ફેસબુક પેજ પર મૂકી દેવામાં આવ્યું છે. આ સમાચાર ફેલાયા બાદ વીડિયોને તો હટાવી દેવામાં આવ્યો, પરંતુ તસવીર રહી ગઇ.

અત્રે આપ જોઇ શકો છો, પ્રધાનમંત્રી મનમોહન સિંહના ફેસબુક પેજનો સ્ક્રીન શોટ જેમાં અમેરિકન પરમાણુ સબમરીન છે.

દેશના પ્રધાનમંત્રીના સોશિયલ એકાઉન્ટ પર આટલી મોટી ભૂલ એ શરમજનક બાબત છે. આ ઉપરાંત અમે આપને બંને તસવીર બતાવીએ છીએ, એક તરફ એ તસવીર છે જે પ્રધાનમંત્રીના ફેસબુક પર છે અને બીજી તરફ અમેરિકન પરમાણુ સબમરીનની વેબસાઇટ પર આપેલી તસવીર છે. બંને તસવીરો બિલકુલ એક જ જેવી છે.

submarine

PMના ફેસબુક પેજ પર INS અરિહંતના સ્થાને USની સબમરીનની તસવીર

PMના ફેસબુક પેજ પર INS અરિહંતના સ્થાને USની સબમરીનની તસવીર

રવિવારે સૂચના અને પ્રસારણ મંત્રાલયે આઇએનએસ અરિહંતના પરમાણું રિએક્ટર ચાલુ થયા બાદ એક વીડિયો જારી કર્યો છે. આ વીડિયોમાં આઇએનએસ અરિહંતના નામ પર જે સબમરીન બતાવી છે તે ખરેખર અમેરિકન નૌકાદળની પરમાણુ સબમરીન હતી. આ ઘટના પરથી કેન્દ્ર સરકાર અને તેના કાર્યોની લાલિયાવાડી સામે આવી છે.

ભારતીય સબમરીન આઇએનએસ અરિહંત

ભારતીય સબમરીન આઇએનએસ અરિહંત

આ છે ભારતીય સબમરીન આઇએનએસ અરિહંત. જેના બદલે PMના ફેસબુક પેજ પર USની સબમરીનની તસવીર મુકી દેવાઇ હતી.

અમેરિકન પરમાણુ સબમરીન

અમેરિકન પરમાણુ સબમરીન

આ છે અમેરિકાની પરમાણુ સબમરીન યુએસએસ ઓહિયો. જેની તસવીર મનમોહન સિંહના ફેસબુક પેજ પર ભારતીય સબમરીન આઇએનએસ અરિહંત તરીકે મૂકી દેવાઇ હતી.

ભારત અને અમેરિકાની સબમરિન

ભારત અને અમેરિકાની સબમરિન

ભારતીય પ્રધાનમંત્રીના ના ફેસબુક એકાઉન્ટ પર અમેરિકાની સબમરીનની તસવીર મુકી દેતા પીએમઓ શરમજનક સ્થિતિમાં મુકાયું છે. દેશના પ્રધાનમંત્રીના સોશિયલ એકાઉન્ટ પર આટલી મોટી ભૂલ એ શરમજનક બાબત છે. આ ઉપરાંત અમે આપને અહીં બંને તસવીર બતાવીએ છીએ.

English summary
Prime Minister Manmohan singh has updated American submarine picture instead of INS Arihant on his Facebook account.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X