For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજય રાઉતે પણ કર્યો કટાક્ષ, પીએમને પણ ખબર છે કે મહારાષ્ટ્ર સરકાર સંકટ સામે લડવા માટે સક્ષમ છે

સંજય રાઉતે ગુજરાતમાં વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોના પીએમના પ્રવાસો વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કોરોના મહામારી વચ્ચે આવેલ તૌકતે વાવાઝોડાએ ઘણા રાજ્યોમાં જબરદસ્ત વિનાશ વેર્યો છે. વાવાઝોડા તૌકતેએ મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠાના વિસ્તારોને પ્રભાવિત કર્યા. વળી, આ વાવાઝોડાને લઈને બુધવારે(19 મે)એ ભાજપ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકાર વચ્ચે એક રાજકીય યુદ્ધ છેડાઈ ગયુ. શિવસેના સાંસદ સંજય રાઉતે ગુજરાતમાં વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોના પીએમના પ્રવાસો વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે કારણકે પીએમ મહારાષ્ટ્ર પ્રવાસ કરવા નથી આવ્યા.

sanjay raut

શિવસેના પ્રમુખ સંજય રાઉતે કટાક્ષ કરીને કહ્યુ કે પીએમ મોદીએ ગુજરાતની મુલાકાત લેવા ગયા કારણકે રાજ્યમાં નબળુ નેતૃત્વ છે જે સંકટ સામે લડવામાં સક્ષમ નથી. વળી, બીજી તરફ સીએમ ઠાકરે સંકટ સામે લડવામાં ઘણા સક્ષમ હતા અને એવુ લાગે છે કે પીએમ પણ આવુ જ વિચારે છે. રાઉતના કટાક્ષ પર પલટવાર કરીને ભાજપે કહ્યુ કે પીએમ પર હુમલો કરવાના બદલે મહારાષ્ટ્રના મંત્રી પોતાના એસી રૂમમાંથી બહાર આવે અને મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોની મદદ કરે.

ખાનગી હોસ્પિટલો માટે આ રીતે મળશે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનખાનગી હોસ્પિટલો માટે આ રીતે મળશે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન

ભાજપ નેતા રામ કદમે કહ્યુ કે વાવાઝોડા તૌકતેથી કોંકણ ક્ષેત્ર ગંભીર રીતે પ્રભાવિત થયુ છે પરંતુ રાજ્યના કોઈ પણ મંત્રી સ્થિતિની સમીક્ષા કરવા માટે આવ્યા નથી. તેમણે કહ્યુ કે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિવિધ સ્થળો પર પ્રભાવિત લોકોને મળવા પહોંચ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટ્ટીવાર ગુરુવારે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાના છે. સીએમ ઠાકરેના રાજ્યમાં વાવાઝોડા પ્રભાવિત વિસ્તારાની પણ મુલાકાત લેવાની આશા છે.

English summary
PM knows that the Maharashtra govt is capable of dealing with the crisis says Sanjay Raut over PM Modi's visit to cyclone-hit areas in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X