• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અલીગઢમાં ગર્જ્યા પીએમ મોદી, યુપીમાં કોમી તોફાનો રોજનો કારોબાર

By Shachi
|

ઉત્તર પ્રદેશ ચૂંટણી પ્રચાર માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢ પહોંચ્યા હતા, જ્યાં તેમણે જનસભા સંબાધિત કરી હતી. સંબોધનની શરૂઆતમાં જ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું તમારી સામે ફરિયાદ કરું તો ખોટું તો નહીં લગાડો ને? જો તમે રિસાઇ જશો તો શું થશે, છેલ્લે હું જ્યારે વર્ષ 2014માં ચૂંટણી પ્રચાર કરવા આવ્યો હતો ત્યારે આટલા બધા લોકો નહોતા, આજે જ્યાં પણ જોઉં ત્યાં જનમેદની ઉભરાયેલી દેખાય છે. તેમણે આગળ કહ્યું કે, આ તમને ન્યાય અપાવવા માટેની લડાઇ છે, ઉત્તર પ્રદેશના લોકોને ન્યાય જોઇએ છે અને લોકોને ન્યાય અપાવવાની લડાઇ છે.

ઉત્તર પ્રદેશને સ્કેમ નહીં, ઉજ્જવળ ભવિષ્ય જોઇએ

'તેમણે ઉત્તર પ્રદેશ લૂંટ્યો, અહીંની બહેન-દિકરીઓની રક્ષા ન કરી, માટે તેમણે જવું પડશે. ઉત્તર પ્રદેશને સ્કેમ નહીં ઉજ્જવળ ભવિષ્ય જોઇએ છે. ભાજપની સરકાર આવ્યા બાદ ક્યાં તો આ અપરાધીઓ જેલમાં હશે અને ક્યાં તો તેઓ યુપીમાં પગ મુકવાની હિંમત નહીં કરે. એક દિવસમાં ચોરીની 136, અપહરણની 35 અને હત્યાની 13 ઘટનાઓ, એક દિવસમાં 21 માં-દિકરીઓ સાથે બળાત્કારનો પ્રયાસ અને 24 માં-દિકરીઓ સાથે બળાત્કાર જેવી ઘટના બને છે.

રોજ 7650 ગુનાખોરીની ઘટનાઓ બને છે

આ પાંચ પ્રમુખ ગુના છે ઉત્તર પ્રદેશના, માત્ર એક જ દિવસમાં 7650 ગુનાખોરીની ઘટનાઓ અહીં બને છે.
અખિલેશની સરકાર દરમિયાન આ પાંચ પ્રમુખ ગુનાઓના મામલે યુપી દેશમાં પ્રથમ સ્થાને પહોંચ્યું છે.
આ તો ગુનાના એ આંકડાઓ છે, જે પોલીસ મથકમાં નોંધાય છે. જે ઘટનાઓની ફરિયાદ નથી થતી, એની તો કલ્પના પણ કરી શકાય એમ નથી. માયાવતીના સમયમાં ત્રણ સૌથી મોટા ગુના ઉત્તર પ્રદેશમાં થતા હતા. કોમી તોફાનો યુપીમાં રોજનો કારોબાર બની ગયો છે.

બાબા સાહેબ આંબેડકરનું સ્મારક બનાવવાનું કામ કર્યું

અમે આખા દેશમાં એલઇડી બલ્બ લગાવવાનું અભિયાન શરૂ કર્યું, કોંગ્રેસના સમયમાં આ જ બલ્બ 300-400 રૂપિયામાં મળતો હતો, અમે એવી વ્યવસ્થા કરી કે આ બલ્બ માત્ર 80 રૂ.માં તમને મળે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે અમે જે એપ બનાવી છે, તે પણ બાબા સાહેબના નામે બનાવવામાં આવી છે અને તેનું નામ રાખવામાં આવ્યું છે, 'ભીમ'.

દિલ્હીમાં જે મકાનમાં બાબા સાહેબ રહેતા હતા તેને સ્મારકમાં ફેરવવાનું કામ અમે કર્યું અને બાબા સાહેબ માટે પંચતિર્થ બનાવવાનું કામ પણ અમે કર્યું છે. નાગપુરમાં જ્યાં બાબા સાહેબે દીક્ષા લીધી હતી, મુંબઇમાં જ્યાં બાબા સાહેબની અંત્યેષ્ટિ થઇ હતી, ત્યાં પણ સ્મારક બનાવવાનું કામ અમે કર્યું છે. લંડનમાં જ્યાં બાબા સાહેબે અભ્યાસ કર્યો હતો, તે મકાનની અમે હરાજી નથી થવા દીધી, તેને સ્મારકમાં ફેરવ્યું છે.

કોંગ્રેસની સરકારે બાબા સાહેબને ભારત રત્ન નહોતું આપ્યું, ભાજપ સરકારે એ કામ કર્યું.

અહીં વાંચો - શશિકલા બનશે તમિલનાડુના મુખ્યમંત્રી, પન્નીરસેલ્વમે આપ્યું રાજીનામુ

ખેડૂતોને અનાજનું પૂરતું વળતર

ભાજપ પોતાના પ્રદેશમાં ખેડૂતોનું 70 ટકા અનાજ ખરીદે છે, જ્યારે અખિલેશ સરકાર અહીંનું માત્ર 30 ટકા અનાજ ખરીદે છે. યુપીમાં ભાજપે કહ્યું કે, શેરડીની ખેતી કરતાં ખેડૂતોને માત્ર 14 દિવસમાં તેમના પાકની ચૂકવણી કરવામાં આવશે, જે ખરેખર વખાણવા લાયક છે, મને વિશ્વાસ છે કે સરકાર બન્યા બાદ અમે આ વાત સાચી ઠેરવીને રહીશું. હરિયાણામાં ભાજપ સરકાર શેરડીની ખેતી કરતાં ખેડૂતોને વધુ પૈસા આપે છે, જો ભાજપ સરકાર હરિયાણામાં આ કામ કરી શકે તો અખિલેશની સરકાર યુપીમાં શા માટે ન કરી શકે? હું અખિલેશ સરકારને પૂછવા માંગુ છું કે, શા માટે હજુ પણ ખેડૂતોને વળતર આપવામાં નથી આવ્યું? સરકાર આવ્યા બાદ અમે નક્કી કર્યું કે, અમે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા પહોંચાડીશું અને 95 ટકા ખેડૂતોના ખતામાં સીધા પૈસા પહોંચાડ્યા.

ઉત્તર પ્રદેશના અનેક ગામોમાં વીજળી પહેંચાડી

યુપીમાં સૌથી વધુ એવા ગામો હતા, જે 18મી સદીમાં જીવી રહ્યાં હતા, અમે એ તમામ ગામોમાં વીજળી પહોંચાડી, માત્ર થોડા જ ગામો બચ્યા છે અને ત્યાં પણ આનારા દિવસોમાં વીજળી પહોંચાડવામાં આવશે. જ્યારે અમારી સરકાર આવી ત્યારે 18 હજાર ગામડાઓ એવા હતા જ્યાં વીજળી નહોતી, કોઇએ આ ગામડાઓનો ભાવ ન પુછ્યો, કારણ કે આ ગામો તેમની વોટ બેંક બની શકે એમ નથી. અત્યાર સુધીમાં 1.80 કરોડ લોકોના ઘરમાં ગેસ કનેક્શન પહોંચાડવામાં આવ્યું છે.

કરોડો યુવાઓને રોજગાર

નોકરી આપવાની પ્રક્રિયામાં જાતિના નામે જે ભ્રષ્ટાચાર થાય છે, તેની પર સરકાર આવ્યા બાદ કાયદાકીય પગલાં લેવાશે અને યુવાઓને ન્યાય આપવામાં આવશે. નોકરી મેળવવા માટે કોઇ વિશેષ જાતિમાં જન્મ લેવો જરૂરી છે શું?
ઉત્તર પ્રદેશની હાલની સરકારને વિકાસ સાથે કોઇ લેવા-દેવા નથી. અમે દરેક નાના વ્યક્તિ અને સામાન્ય નાગરિકને મુદ્રા યોજના હેઠળ 50 હજાર રૂપિયા કોઇ ગેરેન્ટિ વિના આપવાનું કામ કર્યું. પહેલા લોકોને પૈસા લેવા માટે શાહૂકાર પાસે જવુ પડતું હતું, એ શાહૂકાર એટલું વ્યાજ વસૂલતો કે ગરીબ વ્યક્તિ વ્યાજ ભરતા ભરતા થાકી જાય. કરોડો યુવાઓને અમે મુદ્રા યોજના હેઠળ રોજગાર આપી ચૂક્યાં છે.

વિકાસની પરિભાષા

મારી વિકાસની પરિભાષા એકદમ સીધી છે, જેના ત્રણ મજબૂત પાયા છે. વી એટલે વિદ્યુત, કા એટલે કાયદાકીય વ્યવસ્થા અને સ એટલે સડક(રસ્તો). લખનઉમાં બેઠેલી સરકાર અહીં વીજળી ન આપી શકી, જેને કારણે કારખાનાંઓમાં તાળા લાગી ગયાં. પહેલાં અલીગઢના તાળા વેચાતા હતા, પરંતુ અહીંની સરકારના કારણે હવે અલીગઢના તાળા અલીગઢને જ કામ આવી રહ્યાં છે.

એક જ રાતમાં લોકોના કાળા નાણાં થયા બેકાર

જે લોકો એમ વિચારી રહ્યાં હતાં કે, બેંકમાં પૈસા જમા કરીને એને સફેદ કરીશું, તેમને ખબર નહોતી કે આવા પૈસા પકડવા માટે મોદીએ બેંકમાં પહેલેથી જ તૈયારી કરી લીધી હતી. એક જ રાતમાં લોકોનું કાળું નાણું બેકાર થઇ ગયું. આ લોકો બેંક આવવા મજબૂર થઇ ગયા.

કેન્દ્રની લડાઇ ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે

આ લોકો માત્ર ચૂંટણી જીતવા માટે સાથે નથી આવ્યા, આ લોકો એટલા માટે સાથે આવ્યા છે કે જો રાજ્યસભામાં પણ મોદીને બહુમત મળ્યો તો મોદી એવા કાયદા ઘડશે કે ચોર-લૂંટારા માટે જગ્યા નહીં બચે. 40 હજાર કરોડ રૂપિયા, જે ઉંદરો ખાઇ જતા હતા, તેને બચાવી લેવામાં આવ્યા છે. અપ્રમાણિકોને લાગી રહ્યું છે કે, 10-10 વર્ષના પાપનો હિસાબ હવે આપવો પડશે. હું એવા સ્ક્રૂ ટાઇટ કરી રહ્યો છું કે આ લોકો ભડકી ઉઠ્યા છે. પહેલા રાજકાણીય પક્ષો ક્યારેય આટલો ગુસ્સો નહોતા કરતા, પહેલાં ક્યારેય આટલો ગુસ્સો જોવા નહોતો મળ્યો. આ લોકો સાથે મળીને રોજ નવો ફતવો બહાર પાડે છે.

કેન્દ્રમાં અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ખૂબ મોટી લડાઇ છેડી છે. કોઇને પણ કોઇ પ્રકારની તકલીફ આપ્યા વિના લડાઇ કઇ રીતે લડી શકાય એ દિલ્હી સરકારે કરી બતાવ્યું છે. જ્યારથી તમે મને દિલ્હીમાં બેસાડ્યો છે, ત્યારથી મેં એક પછી એક પગલાં ભર્યાં છે.

English summary
PM Modi address a rally in Aligarh appeals people to vote to BJP. He says parties are coming together so that their corruption could not expose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X