નરેન્દ્ર મોદીને દેશના બાળકોએ પૂછ્યા મહત્વપૂર્ણ પ્રશ્નો
નવી દિલ્હી: શિક્ષક દિવસ એટલે ગુરૂ ઉત્સવના રૂપમાં ઢાળીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના 'ભવિષ્ય' એટલે વિદ્યાર્થીને સંબોધિત કર્યા તો દરેક ચહેરા પર સ્માઇલ-ગંભીરતા તરી રહી હતી. દેશ, દુનિયા તથા સમાજ પર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થી સાથે 'વિકાસ' તથા શિક્ષણ પર મુલાકાત કરી તો માનેક શૉ સેંટર દિલ્હી જ નહી દેશના ખૂણે-ખૂણેના વિસ્તારોમાં ઉત્સાહ પેદા કરી દિધો. વિદ્યાર્થીઓએ આ પ્રશ્નોના માધ્યમથી પોતાની વાત વડાપ્રધાન સમક્ષ મુકી-
આ પણ વાંચો: મોદીની જાપાન યાત્રાને લઇને 7 ચોંકાવનારી અફવાઓ
આ પણ વાંચો: મોદીનો ખાસ અંદાજ તસવીરોમાં, I...don't...care

ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્ર
પ્રશ્ન- તમને ગાંધીનગર થી દિલ્હી આવીને કેવું લાગી રહ્યું છે?
પીએમ: એવું ખાસ અંતર લાગ્યું નહી. હજુ સુધી તો હું દિલ્હી ફર્યો પણ નથી. જો કે વડાપ્રધાન બન્યા પછી મારી જવાબદારીઓ વધી ગઇ છે. અને વધુ વ્યસ્ત રહું છું. મુખ્યમંત્રી પદનો જે અનુભવ છે, તે કામ આવી રહ્યો છે. મહેનત તથા લગનથી પોતાની જવાબદારી નિભાવવામાં લગાવી રહ્યો છું. પહેલાં કરતાં વધુ મોડા ઉંઘુ છું. જલદી ઉઠું છું.

ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્ર
પ્રશ્ન- તમને અનુભવે શિખવાડ્યું કે શિક્ષકોએ?
પીએમ: આ તો એકદમ ટેક્નિકલ પ્રશ્ન છે) જો આ અનુભવો પર નિર્ભર છે. જો આપણે સારો અનુભવોમાંથી પસાર થઇએ તો આપણને તેમાંથી શિખામણ મળશે અને શિક્ષક પાસેથી હંમેશા સુજ્ઞાન જ મળે છે. ઉદાહરણ માટે જો આપણું પાકિટ ચોરાઇ જાય તો ખરાબ અનુભવ છે, પરંતુ તમે તેનાથી એ શિખી ન શકો કે 'જુઓ. પાકિટમારે મહેનત વિના પૈસા કમાયા, હું પણ આમ કરું.

ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્ર
પ્રશ્ન- (દ્રષ્ટિહિન બાળકનો પ્રશ્ન) સર શું તમે બાળક તરીકે ક્યારેય એ વિચાર્યું છે કે તમે ક્યારેય વડાપ્રધાન બની શકશો, વિશ્વભરમાં પ્રસિદ્ધ થશો?
પીએમ- નહી પરંતુ ફક્ત કરવાના સપના જુઓ. બનવાનું હશે તો બની જશો, નહી બનવાનું હોય તો નહી બનો. પરંતુ કરવાનો ઉત્સાહ તથા આનંદ અદભૂત હોય છે.

ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્ર
પ્રશ્ન- તમને અમારા જેવા બાળકો સાથે વાત કરીને શું મળે છે.
પીએમ- (હસતાં હસતાં) તમને મળીને મારી બેટરી ચાર્જ થઇ જાય છે. આ ખરેખર મારા જીવનનો અદભૂત દિવસ છે.

ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્ર
પ્રશ્ન- તમને લોકો હેડમાસ્ટર કહે છે, તમે અમારી સાથે મિત્ર માફક વર્તો છો, હકિકતમાં તમે કયા પ્રકારના માણસ છો?
પીએમ- હું ટાસ્ક માસ્ટર છું.

ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્ર
પ્રશ્ન- જાપાનના તથા ભારતના શિક્ષણમાં તમે કેવું અંતર અનુભવ્યું?
પીએમ- ત્યાં દરેક 25 ડગલાં પર પેરેંટ ઉભા હોય છે, દરેક બાળકને સ્કૂલ જતી વખતે ગ્લોબલ પેરેંટિંગનો સંદેશ આપે છે. આ વ્યવસ્થા પર હું વિસ્તારથી કામ કરી રહ્યો છું.

ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્ર
પ્રશ્ન- તમને કેવા વિદ્યાર્થી પસંદ છે?
પીએમ- બધા વિદ્યાર્થી પુત્ર-પુત્રીની માફક હોય છે. ભેદભાવ ન હોવો જોઇએ.

ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્ર
પ્રશ્ન- તમારા વિદ્યાર્થીકાળમાં જે તોફાનો કર્યા હતા, શું તમને યાદ છે?
પીએમ- શરણાઇ વગાડનાર બેસે છે ને, કોઇના ત્યાં લગ્ન થતા હોય તો અમે મિત્રો ત્યાં આબલી લઇને ત્યાં જતા હતા તો જ્યારે તેમને દેખાડતા હતા તો તે લોકો વગાડી શકતા ન હતા. અમે કોઇ લગ્નના લગ્ન થતા તો ત્યાં જતા રહેતા હતા અને લોકો જ્યારે ઉભા થતા તો તેમને સ્ટેપલર લગાવી દેતા હતા.

ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્ર
પ્રશ્ન- બસ્તર જેવા વિસ્તાર માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની કમી છે, ત્યાંના માટે તમે શું કરશો.
પીએમ- મને સારું લાગી રહ્યું છે કે એક બાળકે શિક્ષણ પર આ પ્રકારની જિજ્ઞાસા રજૂ કરી. અમે ત્યાંના માટે જરૂરી વ્યવસ્થા કરીશું.

ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્ર
પ્રશ્ન- શું રાજકારણ અને વડાપ્રધાન પદની જવાબદારી કઠિન હોય છે? તમે કેવી રીતે હેંડલ કરો છો? આ પ્રોફેશનને કેવી રીતે મેનેજ કરો છો?
પીએમ- પહેલાં રાજકારણને પ્રોફેશન ના કહો, આ સેવા છે. દેશની સેવા. હું બસ કરવાનું સપનું જોવું છું, ના કે બનવાનું. એક 5 વર્ષની બાળકી 3 વર્ષના બાળકને ઉપાડીને નાની ટેકરીઓ ચઢી રહી હતી. તેને પૂછ્યું કે તમને થાક નથી લાગતો, આ તો મારો ભાઇ છે. અરે મારો ભાઇ છે. મને તેને ઉપાડવામાં કોઇ થાક અનુભવાતો નથી.

ગુરૂ મોદીએ બાળકોને આપ્યા 11 મંત્ર
પ્રશ્ન- વાંચે ગુજરાત અભિયાન બાદ તમે આખા દેશને વાંચવા માટે કોઇ અભિયાન તૈયાર કર્યું છે.
પીએમ- આ યોજના પર હું કામ કરીશ. ઘણી નીતિઓ પર અમે કામ કરી રહ્યાં છીએ જેમાં 'ડિજીટલ ઇન્ડિયા' મુખ્ય છે.