For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હામિદ માતા માટે ચીપિયો લાવ્યો, મને પણ માતાઓની ચિંતાઃ પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ મેળવનાર દેશભરની મહિલાઓ સાથે નમો એપ દ્વારા સંવાદ કર્યો.

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ મેળવનાર દેશભરની મહિલાઓ સાથે નમો એપ દ્વારા સંવાદ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે ઉજ્વલા યોજનાએ ઘણા લોકોના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડ્યો છે. ઉજ્વલા યોજનાના કારણે ગરીબો, દલિતો અને આદિવાસીઓની જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે.

modi

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે સામાજિક સુધારની દિશમાં આ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે વર્ષ 2014 સુધી 13 કરોડ પરિવારોને એલપીજી કનેક્શન આપવામાં આવ્યા હતા. એટલે કે છ-સાત દાયકા બાદ પણ 13 કરોડ પરિવારો સુધી એલપીજી કનેક્શન પહોંચ્યા. તે પણ સમૃદ્ધ પરિવારો પાસે જ ગેસ કનેક્શન હતા. જ્યારે છેલ્લા ચાર વર્ષોમાં અમે 10 કરોડ નવા કનેક્શન ગરીબોને આપ્યા છે.

આ દરમિયાન તેમણે એક વાર્તાનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે બાળપણની એક વાર્તા યાદ આવે છે. મુન્શી પ્રેમચંદે બહુ જાણીતી વાર્તા 'ઈદગાહ' લખી હતી. એમાં એક પાત્ર હામિદ મેળામાં મિઠાઈ નહિ ખાઈને પોતાની દાદી માટે ચીપિયો લઈ જાય છે જેથી દાદીના હાથ દાઝી ન જાય. મને લાગે છે કે હામિદ જો આ ચિંતા કરી શકે છે તો દેશના પીએમ કેમ નહિ. ઉજ્વલા યોજનાના લાભાર્થીઓએ કહ્યુ કે એલપીજી કનેક્શન મળ્યા બાદ તેમના જીવનમાં બદલાવ આવ્યો છે. પીએમ મોદીએ વાતચીત દરમિયાન જમ્મુ-કાશ્મીરની કેટલીક મહિલાઓને કહ્યુ કે ખાસ કરીને રમજાન મહિનામાં જમવાનું બનાવવાનું સરળ બની ગયુ છે. તેમણે કહ્યુ કે આના કારણે બીજુ કામ કરવાનો પણ સમય મળી જાય છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જે કામ 70 વર્ષોમાં ન થયુ તે ભાજપ સરકારે કરી બતાવ્યુ છે. તેમણે કહ્યુ કે સામાન્ય વ્યક્તિના ઘરમાં ગેસ કનેક્શનની કલ્પના પણ કરી શકાતી નહોતી. આની પાછળ લોકો ઘણા કારણ બતાવતા હતા. પીએમ મોદીએ કહ્યુ કે ઉજ્વલા યોજનાની સફળતાને જોતા પીપીએલ પરિવારો સુધી એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય વધારીને આઠ કરોડ કરી દેવામાં આવ્યુ છે.

English summary
pm modi addresses beneficiaries ujjwala yojana said 10 cr lpg connections given by govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X