રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM મોદી આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર રાજ્યપાલ સંમેલનને કરશે સંબોધિત
નવી દિલ્લીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુદ્દે રાજ્યપાલોના સંમેલનના ઉદઘાટન સત્રને વીડિયો કૉનેફરન્સ દ્વારા સંબોધિત કરશે. આ વિશે માહિતી ખુદ પીએમ મોદીએ રવિવારે ટ્વિટ કરીને આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યુ હતુ કે સોમવારે સવારે 10.30 વાગે હું, રાષ્ટ્રપતિજી, રાજ્યપાલો અને વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને તેના પ્રભાવ પર એક સંમેલનમાં ભાગ લઈશુ. આ સંમેલનમાં થનાર વિચાર-વિમર્શ ભારતને જ્ઞાનનુ કેન્દ્ર બનાવવાના આપણા પ્રયાસોને મજબૂત કરશે.
આ સંમેલનમાં રાષ્ટ્રપતિ અને પીએમ ઉપરાંત બધા રાજ્યોના શિક્ષણ મંત્રી, રાજ્ય વિશ્વવિદ્યાલયોના કુલપતિ અને અન્ય વરિષ્ઠ અધિકારી પણ શામેલ થશે. પીએમઓ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 એકવીસમી સદીની પહેલી શિક્ષણ નીતિ છે જેને સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ સ્તર બંનેને સુધારવા માટે લાવવામાં આવી છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 29 જુલાઈએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને મંજૂરી આપી હતી.
આ પહેલા ઓગસ્ટના મહિનામાં શિક્ષણ નીતિ પર એક ઈ-કૉન્ક્લેવને સંબોધિત કરીને પીએમ મોદીએ કહ્યુ હતુ કે ત્રણ-ચાર વર્ષના વિચાર-મંથન બાદ નવી શિક્ષણ નીતિને મંજૂરી મળી છે, આ નીતિનો કોઈ વિરોધ નથી કરી રહ્યુ કારણકે આમાં કંઈ પણ એકતરફી નથી. આપણી એજ્યુકેશન સિસ્ટમ વર્ષો જૂના ઢાંચા પર ચાલી રહી હતી જેના કારણે નવા વિચારો, નવી ઉર્જાને પ્રોત્સાહન મળી શક્યુ નહોતુ. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં લાંબા સમયથી કોઈ ફેરફાર નહોતા થઈ રહ્યા જેના કારણે નવા વિચારો અને સર્જનતાની જગ્યાએ ટોળાશાહીને જ પ્રોત્સાહન મળતુ હતુ જે યોગ્ય નહોતુ કારણકે આનાથી સ્વર્ણિમ ભવિષ્યનુ નિર્માણ સંભવ નહોતુ.
અમદાવાદને મિની પાકિસ્તાન કહીને સંજય રાઉતે ગુજરાતનુ અપમાન કર્યુ છેઃ ભાજપ