મહારાષ્ટ્રઃ હોસ્પિટલમાં આગથી 10 બાળકોના મોત, PM મોદી-રાહુલ ગાંધીએ વ્યક્ત કરી સંવેદના
ભંડારાઃ Maharashtra Bhadara Fire Incident: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં આગ લાગવાથી દસ નવજાત બાળકોના મોત થઈ ગયા છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ છે અને મૃતકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદન વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, 'મહારાષ્ટ્રના ભંડારામાં હ્રદય કંપાવી દે તેવ ઘટના બની જ્યાં આપણે અનમોલ બાળકોને ગુમાવી દીધા. મારી સંવેદના બધા શોક સંતપ્ત પરિવારો સાથે છે. મને આશા છે કે ઘાયલો જલ્દી સાજા થઈ જશે.'
વળી, રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યુ છે, 'મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની જનરલ હોસ્પિટલમાં લાગેલી આગની દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાથી અત્યંત દુઃખી છુ. મારી સંવેદના બાળકોના પરિવાર પ્રત્યે છે જેમણે સ્વજનને ગુમાવ્યા છે. હું મહારાષ્ટ્ર સરકારને અપીલ કરુ છુ કે ઘાયલો અને મૃતકોના પરિવારને દરેક સંભવ મદદ પૂરી પાડવામાં આવે.'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, 'મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં લાગેલી આગ ખૂબ દૂર્ભાગ્યપૂર્ણ છે. મને તેનાથી ખૂબ દુઃખ થઈ રહ્યુ છે. મારી સંવેદનાઓ શોક સતપ્ત પરિવારો સાથે છે. ભગવાન તેમના આ અપૂરણીય ખોટ સહન કરવાની શક્તિ આપે.'
માહિતી મુજબ આ આગ 8 જાન્યુઆરીની રાતે 2 વાગે બાળકોના વૉર્ડમાં લાગી ગઈ. ત્યારબાદ 10 નવજાત બાળકોના મોત થઈ ગયા. સિક ન્યૂબૉર્ન કેર યુનિટ(SNCU)થી સાત બાળકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ભંડારાના સિવિલ સર્જન પ્રમોદ ખાંડતેએ આપી છે. મૃતકોમાં એક દિવસથી લઈને 3 મહિના સુધીના બાળકો શામેલ હતા. આઈસીયુ વૉર્ડમાં કુલ 17 બાળકો હતા. જેમાં 7ને બચાવી શકાયા અને 10ના મોત થઈ ગયા. જ્યારે ફરજ પર હાજર નર્સે દરવાજો ખોલ્યો ત્યારે રૂમમાં ધૂમાડો હતો. ત્યારબાદ ફાયરબ્રિગેડ વિભાગને સૂચના આપવામાં આવી. તપાસમાં જોવા મળ્યુ છે કે હોસ્પિટલના આઉટ બૉર્ન યુનિટમાં ધૂમાડો નીકળી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે આગ હોસ્પિટલમાં મોડી રાતે શૉર્ટ સર્કિટની કારણે લાગી છે.
ગુજરાતના 4 વાર CM રહેલ કોંગ્રેસ નેતા માધવસિંહ સોલંકીનુ નિધન