For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ 12માંના ટૉપર ઉસ્માનને કર્યો ફોન, છાત્રએ ગણાવ્યા દુનિયાના સૌથી સારા PM

પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના અમરોહાના છાત્ર ઉસ્માન સૈફીને ફોન કરીને તેમને શુભેચ્છા પાઠવી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 જુલાઈએ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે તમામ અલગ અલગ મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના અમરોહાના છાત્ર ઉસ્માન સૈફીને ફોન કરીને તેમને શુભેચ્છા પાઠવી. ઉસ્માન સૈફીએ 12માં બોર્ડની પરીક્ષામાં ટૉપ કર્યુ હતુ ત્યારબાદ પીએમ મોદીએ તેમને ફોન કરીને તેમને શુભેચ્છા આપી અને ભવિષ્ય વિશે તેમણે વાત કરી. પ્રધાનમંત્રીનો ફોન આવ્યા બાદ ઉસ્માન સૈફી ઘણો ખુશ છે અને તેને એ વાતનો વિશ્વાસ નથી થઈ રહ્યો કે ખુદ પ્રધાનમંત્રીએ તેને ફોન કર્યો અને તેની સાથે વાત કરી.

ઉસ્માનને પીએમે આપી આ સલાહ

ઉસ્માનને પીએમે આપી આ સલાહ

પીએમ સાથે ફોન પર વાત કર્યા બાદ ઉસ્માન સૈફી કહે છે કે હું ખૂબ જ ખુશ છુ અને પોતાની ભાવનાને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. પ્રધાનમંત્રીએ ફોન પર વાત કરવા દરમિયાન મને સૂચન આપ્યુ છે કે હું વૈદિક મેથ્સ શીખુ અને તેને પોતાના દોસ્તોને પણ શીખવુ. મને વિશ્વાસ નહોતો આવતો કે હું દુનિયાના સૌથી શ્રેષ્ઠ પ્રધાનમંત્રી સાથે ફોન પર વાત કરી રહ્યો છુ.

તમિલનાડુના છાત્ર સાથે પણ કરી વાત

તમિલનાડુના છાત્ર સાથે પણ કરી વાત

તમને જણાવી દઈએ કે રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ દેશના અલગ અલગ ભાગોના યુવા છાત્રો સાથે વાત કરી જેમણે હાલમાં જ બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે. ઉસ્માન સૈફી ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ તમિલનાડુના નામક્કલ સ્થિત કનિગા સાથે પણ વાત કરી અને તેને પણ બોર્ડની પરીક્ષામાં સફળતા માટે અભિનંદન પાઠવ્યા.

પીએમે વધાર્યુ પ્રોત્સાહન

પીએમે વધાર્યુ પ્રોત્સાહન

પ્રધાનમંત્રીએ કહ્યુ કે આપણા યુવાન દોસ્તોની મુશ્કેલીના સમયમાં હિંમત અને સફળતાની આ રીતની ઘણી કહાનીઓ છે કે જે આપણને પ્રેરિત કરે છે. હું ઈચ્છતો હતો કે આ રીતના વધુને વધુ યુવાઓ સાથે વાત કરી શકુ પરંતુ સમયની સીમાઓ હોય છે. હું મારા બધા યુવાન દોસ્તોને અપીલ કરુ છુ કે તે પોતાના અવાજમાં પોતાની કહાનીઓ અમારા સુધી શેર કરે જેનાથી આખો દેશ પ્રેરિત થાય.

100 રૂપિયા ન આપતા પલટી દીધી હતી લારી હવે મળી રહી છે લાખોની મદદ100 રૂપિયા ન આપતા પલટી દીધી હતી લારી હવે મળી રહી છે લાખોની મદદ

English summary
PM Modi calls to board exam topper and gave him an advised student says he is beat PM in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X