For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેક્સીનેશનના 100 કરોડ ડોઝને લઈ આજે વાત કરી શકે પીએમ મોદી

વેક્સીનેશનના 100 કરોડ ડોઝને લઈ આજે વાત કરી શકે પીએમ મોદી

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ જાણકારી PMOના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે પરંતુ ટ્વીટમાં પીએમ મોદીનું સંબોધન કઈ બાબતે હશે તે અંગે કંઈ ખુલાસો કરાયો નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પીએમનું સંબોધન 100 કરોડ વેક્સીનેશનના સંદર્ભમાં હોય શકે છે અથવા તો કોરોના વેક્સીન સાથે જોડાયેલ કોઈ મોટી વાતનું એલાન કરી શકે છે.

PM Narendra modi

જણાવી દઈએ કે વેક્સીને જ્યારે કાલે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, 'આજે ભારતને 100 કરોડ વેક્સીનની સુરક્ષાનું કવચ મળ્યું છે. આના માટે આપણી સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું. મોદીએ કહ્યું કે આજે એક ઉત્સાહ અને દાયિત્વ પણ છે કે આપણે મળીને કોરોનાને હરાવવાનો છે.'

જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતને 100 કરોડના ઐતિહાસિક રસીકરણ લક્ષ્ય હાંસલ કરવા માટે શુભેચ્છા પાઠવી છે. ડબલ્યૂએચઓના મહાનિદેશક ટેડ્રોસ અદનોમ ઘેબ્યેયિયસે ટ્વીટ કરી કહ્યું, 'હું ભારતના વડાપ્રધાન, સેવૈસેથેયકર્મીઓ અને ભારતના લોકોને તેની આબાદીને કોરોનાથી બચાવવા માટે રસીકરણના લક્ષ્યોને પ્રાપ્ત કરવાના અવસર પર શુભેચ્છા પાઠવું છું.' જણાવી દઈએ કે દેશમાં હાલ 75% વયસ્કોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે જ્યારે લગભગ 30 ટકા લોકોને કોરોનાના બંને ડોઝ મળી ગયા છે.

English summary
PM Modi can talk today on 100 crore vaccination achievement
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X