For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામા બાદ હવે કેજરીવાલ માટે બનાવશે વડાપ્રધાન ચા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભારે બેઠકોથી જીત મળવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલને ફોન કરીને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણી પ્રચારથી લઇને લોકસભા ચૂંટણી દરમિયાન કેજરીવાલ પર જોરદાર હુમલો કર્યો હતો અને તેમણે ક્યારેય પણ કેજરીવાલનું નામ નથી લીધું.

નરેન્દ્ર મોદીએ પહેલીવાર અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી છે. જ્યારે વડાપ્રધાન સાથે વાત કર્યા બાદ કેજરીવાલે જણાવ્યું કે તેઓ તેમને મળવા આવશે અને તેમની સાથે ચા પણ પીશે. જોવાની વાત એ છે કે સરકારમાં આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ અને વડાપ્રધાન મોદીની વચ્ચે સંબંધ કેવા રહેશે.

barack obama
તો શું મોદી બનાવશે કેજરીવાલ માટે ચા
રસપ્રદ વાત એ છે કે વડાપ્રધાન મોદી પોતાની મહેમાનનવાજી માટે જાણીતા છે. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથે ચા બનાવીને તેમને સર્વ કરી હતી. આવામાં પહેલી વાર અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી તેમનું સ્વાગત કેવી રીતે કરશે, તે જોવું રસપ્રદ બની રહેશે.

અત્રે નોંનધીય વાત એ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલ અને મોદીની વચ્ચે જોરદાર તીક્ષ્ણ વાકબાણોનો મારો ચાલ્યો હતો. એવામાં દિલ્હીમાં કેજરીવાલની ભારે જીત બાદ બંને નેતાઓની વચ્ચે કેવું સામંજસ્ય હશે તે આવનારા સમયમાં જ નક્કી થશે.

English summary
Pm Narendra Modi congratulate Arvind Kejriwal on his huge victory over a phone call, Kejriwal replied he will join him on tea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X