PM મોદીએ એરફોર્સ ડે પર અભિનંદન આપતાં કહ્યું - એરફોર્સ હિંમત અને મહેનતનું નામ છે!
નવી દિલ્હી, 08 ઓક્ટોબર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વાયુસેના દિવસ નિમિત્તે તમામ યોદ્ધાઓ અને તેમના પરિવારોને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય વાયુસેના સખત મહેનત અને વ્યાવસાયીકરણનો પર્યાય છે. તેને પોતાની માનવ ભાવના અને પડકારોના સમયમાં દેશનું રક્ષણ કરીને પોતાની એક અલગ ઓળખ પ્રસ્થાપિત કરી છે. જણાવી દઈએ કે 1932 માં આ દિવસે ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી, જેના કારણે દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે આઝાદી પહેલા વાયુસેનાને રોયલ ઇન્ડિયન એરફોર્સ કહેવામાં આવતી હતી. પરંતુ 1947 પછી રોયલ શબ્દ છોડી દેવામાં આવ્યો અને ભારતીય વાયુસેના બની ગઈ.
વર્ષ 1933 માં જ્યારે 1 એપ્રિલના રોજ વાયુસેનાનું પ્રથમ સ્ક્વોડ્રન તૈયાર કરવામાં આવ્યું ત્યારે તેમાં વાયુદળના તાલીમ પામેલા 6 અધિકારીઓ અને 19 સૈનિકો હતા. આઝાદી પહેલા વાયુસેના આર્મી હેઠળ કામ કરતી હતી. પરંતુ ભારતીય વાયુસેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ, એર માર્શલ સર થોમસ ડબલ્યુ. એલમહર્સ્ટે તેને સેનાથી અલગ કરી દીધી, ત્યારબાદ તેને ભારતીય વાયુસેનાના પ્રથમ ચીફ બનાવવામાં આવ્યા. 15 ઓગસ્ટ 1947 થી 22 ફેબ્રુઆરી 1950 સુધી તેઓ વાયુસેનાના વડા હતા.
ભારતીય વાયુસેનાના સૂત્રની વાત કરીએ તો તે છે નભ: સ્પશ દીપ્તમ છે. આ વાક્ય ગીતાના 11 મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ છે ગર્વ સાથે આકાશને સ્પર્શ કરવો. આ વાક્ય ભગવાન કૃષ્ણે અર્જુનને આપેલા સંદેશ દરમિયાન કહ્યું હતું. વાયુસેનાના ધ્વજની વાત કરીએ તો તે વાદળી રંગનો છે, જ્યારે એક ક્વાર્ટર ત્રિરંગાથી બનેલો છે. આ ધ્વજને 1951 માં વાયુસેના દ્વારા અપનાવવામાં આવ્યો હતો.