For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ દેશને સમર્પિત કરી 7 નવી સંરક્ષણ કંપનીઓ, કહ્યુ - આઝાદી પછીથી જ હતી જરુર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલી દેશને સંરક્ષણ ક્ષેત્રમાં 7 નવી કંપનીઓ સમર્પિત કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે(શુક્રવારે) વિજયાદશમી અને પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામની જયંતિ પર વર્ચ્યુલી દેશને સંરક્ષણ ક્ષેત્રમાં 7 નવી કંપનીઓ સમર્પિત કરી. સંરક્ષણના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મોટુ પગલુ માનવામાં આવી રહ્યુ છે. આ નવી કંપનીઓમાં ભારત સુરક્ષાબળો માટે પિસ્ટલથી લઈને પ્લેસ સુધીનુ નિર્માણ કરવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદીએ કંપનીઓ માટે 65 હજાર કરોડ રૂપિયાના ઑર્ડર પણ આપી દીધા અને કહ્યુ કે જે કંઈ નવુ કરવા માંગતા હોય તેમને પોતાની પ્રતિભા બતાવવાનો પૂરો મોકો મળશે.

modi

વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધિત કરીને પીએમ મોદીએ કહ્યુ કે આજે પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલાની જયંતિ છે. સંરક્ષણ ક્ષેત્રમાં આજે જે 7 નવી કંપનીઓ ઉતરવા જઈ રહી છે, તે સમર્થ રાષ્ટ્રના તેમના સંકલ્પોને મજબૂતી આપશે. 41 ઑર્ડિનન્સ ફેક્ટ્રીને નવા સ્વરૂપમાં કરવાનો નિર્ણય, 7 નવી કંપનીઓની આ શરૂઆત, દેશની આ સંકલ્પ યાત્રાનો હિસ્સો છે. આ નિર્ણય છેલ્લા 15-20 વર્ષથી લટકેલો હતો. મને પૂરો ભરોસો છે કે આ બધી 7 કંપનીઓ આવનારા સમયમાં ભારતની સૈન્ય તાકાત એક મોટો આધાર બનશે.

ભારતના ઑર્ડિનન્સ ફેક્ટરીનો દમ-ખમ દુનિયાએ જોયો

પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યુ, 'વિશ્વ યુદ્ધના સમયે ભારતની ઑર્ડિનન્સ ફેક્ટરીનો દમ-ખમ દુનિયાએ જોયો હતો. આપણી પાસે સારા સંશાધનો હતા, વિશ્વ સ્તરીય કૌશલ્ય હતુ. આઝાદી બાદ આપણને જરૂર હતી આ ફેક્ટરીઓને અપગ્રેડ કરવાની, નવી ટેકનિકો અપનાવવાની પરંતુ આના પર બહુ ધ્યાન આપવામાં આવ્યુ નહિ. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશનુ લક્ષ્ય ભારતને પોતાના દમ પર દુનિયાની મોટી સૈન્ય તાકાત બનાવવાનુ છે. ભારતમાં આધુનિક સૈન્ય ઈન્ડસ્ટ્રીના વિકાસનુ છે. છેલ્લા 7 વર્ષોમાં દેશે મેક ઈન ઈન્ડિયાના મંત્ર સાથે પોતાના આ સંકલ્પને આગળ વધારવાનુ કામ કર્યુ છે.'

સ્ટાર્ટઅપ્સમાં નવી કંપનીઓ કરે સહયોગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગળ કહ્યુ, 'થોડા સમય પહેલા સંરક્ષણ મંત્રાલયે આવા 100થી વધુ સામરિક ઉપકરણોનુ લિસ્ટ જાહેર કર્યુ હતુ જેમને હવે બહારથી આયાત કરવામાં આવશે નહિ. આ નવી કંપનીઓ માટે પણ દેશે અત્યારથી 65 હજાર કરોડ રુપિયાના ઑર્ડર્સ આપ્યા છે. આ આપણી ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં દેશના વિશ્વાસને બતાવે છે. હું આ 7 કંપનીઓને આગ્રહ કરુ છુ કે તે પોતાની કાર્ય સંસ્કૃતિમાં અનુસંધાન અને નવાચારને પ્રાથમિકતા આપે. તમારે ભવિષ્યની ટેકનિકમાં નેતૃત્વ કરવાનુ છે, શોધકર્તાઓને અવસર આપવાનો છે. હું સ્ટાર્ટઅપ્સથી આ 7 કંપનીઓ સાથે સહયોગ કરવાનો પણ આગ્રહ કરીશ.'

English summary
PM Modi dedicated 7 new defense companies to the country said there was a need since independence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X