
મોદીના લીધે મનોજ તિવારીના ફિલ્મી કેરિયરની ચઢશે બલિ
નવી દિલ્હી (વિવેક શુક્લા): ભોજપુરી ફિલ્મોથી લોકપ્રિય થયેલા સાંસદ, અભિનેતા અને ગાયક મનોજ તિવારી હાલમાં સંકટમાં હોઇ એમ કહેવામાં આવી રહ્યું છે. જાણવા મળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દિધી છે. તો શું હવે મનોજ તિવારીનું ભોજપુરી ફિલ્મી કેરિયર જે સારું ચાલી રહ્યું હતું, તેની બલિ ચઢી જશે અને કદાચ તેનું કારણ મોદી જ હશે.
ડબલ મીનિંગ્સ ડાયલૉગવાળી ફિલ્મો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે આદેશ મનોજ તિવારીને આપવામાં આવ્યો છે તેમાં તેમને સ્પષ્ટ કહ્યું છે કે તે તે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દે જેમાં દ્રિઅર્થી અશ્લિલ સંવાદો હોય છે.
ભોજપુરી ફિલ્મો દ્રિઅર્થી સંવાદોના કારણે જ ચાલે છે, એટલા માટે એ વાતની આશા કરવી મુશ્કેલ છે કે નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ તેમના માટે ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની કોઇ સંભાવના બચશે.
કહેનારાઓ કહી રહ્યાં છે કે મનોજ તિવારીને આશા છે કે નરેન્દ્ર મોદી સરકારના થોડા સમય પહેલાં થયેલા કેબિનેટ વિસ્તરણમાં તેમને પણ સ્થાન મળી જશે. પરંતુ તેમ થયું નહી. તેના લીધે તે ઉદાસ છે. તાજા નિર્દેશના લીધે તેમનું નિરાશ થવું સ્વાભાવિક છે.
ટૉપ ભોજપુરી એક્ટર છે મનોજ
નોર્થ ઇસ્ટ દિલ્હી લોકસભા સીટ પરથી ભાજપ સાંસદે ગત લોકસભા ચૂંટણીમાં દિલ્હીન મોટા નેતા જયપ્રકાશ અગ્રવાલને હરાવીને ખળભળાટ પેદા કર્યો હતો. તેમના ક્ષેત્રના લોકો પણ તેમનાથી નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે તે ચૂંટણી જીત્યા બાદ પોતાના ક્ષેત્રમાં ક્યારેય દેખાયા નથી.
જો કે, ટી સીરીઝની ઓફિસમાં ક્યારેક પોતાના ભોજપુરી લોકગીતોનું આલ્બમ બનાવવા માટે ચક્કર કાપી રહેલા મનોજ તિવારીની ગણતરી હજુપણ ભોજપુરી સિનેમાના ટોચના સ્ટારમાં થાય છે.