For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વેશા તીર્થ સ્વામીના નિધન પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

વિશ્વેશા તીર્થ સ્વામીના નિધન પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પેજાવર મઠના વિશ્વેશ્વા તીર્થ સ્વામીનો આજે દેહાંત થયો છે. વિશ્વેશા તીર્થ સ્વામીના નિધન પર પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. પીએણ મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે શ્રી વિશ્વેશ્વા તીર્થ સ્વામી જી હંમેશા લાખો લોકોના દિલમાં રહેશે જેમના માટે તેઓ માર્ગદર્શક હતા. સ્વામી જી આધ્યાત્મ અને સેવામા હંમેશા લીન રહ્યા. પીએમ મોદીએ લખ્યું કે હું ખુદને સૌભાગ્યશાળી માનું છું, શ્રી વિશ્વેશા તીર્થ સ્વામીજી પાસેથી મને ઘણુંબધું સીખવા મળ્યું. હાલમાં જ ગુરુપુર્ણિમાના અવસર પર અમારી મુલાકાત થઈ હતી અને તે ઘણી યાદગાર રહી હતી. તેમનું અદમ્ય જ્ઞાન હંમેશાથી જ માર્ગદર્શન આપતું રહ્યું છે. તેમના લાખો સમર્થકો પ્રત્યે મારી સંવેદના છે.

Vishvesha Teertha Swamiji

જણાવી દઈએ કે પેજાવર મઠના વિશ્વેશા તીર્થ સ્વામી હવે આપણી વચ્ચે નથી રહ્યા, તેમણે આજે સવારે જ અંતિમ શ્વાસ લીધા, તેઓ લાંબા સમયથી બીમાર હતા, સ્વામી (88)ને શ્વાસ લેવામાં સમસ્યા થયાની ફરિયાદ બાદ 20 ડિસેમ્બરે હોસ્પિટલમાં દાખળ કરાવ્યા હતા અને ત્યારથી જ તેઓ આઈસીયૂમાં હતા. સ્વામીના નિધનથી આખા કર્ણાટકમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે, મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ વિશ્વેશ તીર્થ સ્વામીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.

જણાવી દઈએ કે શનિવારે રાત્રે મણિપાલના કસ્તૂરબા હોસ્પિટલના ચિકિત્સા અધીક્ષકે એક સ્વાસ્થ્ય બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્વેશ તીર્થ સ્વામીજીની હાલત ઘણી ગંભીર ચે અને તેમની સ્થિતિ બગડતી જઈ રહી છે. તેઓ અચેત છે અને જીનરક્ષક પ્રણાલી પર છે, ટેસ્ટમાં માલૂમ પડ્યું કે મસ્તિષ્ક પણ સામાન્ય રૂપે કામ નથી કરી રહ્યું.

ઝારખંડઃ હેમંત સોરેન આજે સીએમ પદના શપથ લેશે, મંત્રી પદની રેસમાં સહયોગી દળના આટલા MLAઝારખંડઃ હેમંત સોરેન આજે સીએમ પદના શપથ લેશે, મંત્રી પદની રેસમાં સહયોગી દળના આટલા MLA

English summary
PM Modi express his grief over the death of Sri Vishvesha Teertha Swamiji of Sri Pejawara Matha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X