For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India and France : ભારત અને ફ્રાંસ વચ્ચે થયા 14 કરાર

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈંક્રો હાલ ભારતની યાત્રા પર છે. શનિવારે મૈંક્રોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં દ્રિપક્ષીય વાર્તા કરી 14 કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

|
Google Oneindia Gujarati News

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈંક્રો પોતાની પહેલી ભારત યાત્રા પર છે. શનિવારે મૈંક્રોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં દ્રિપક્ષીય વાર્તા કરી હતી. આ બેઠકમાં ભારત અને ફ્રાંસ વચ્ચે 14 કરાર થયા હતા. જે પછી બંન્ને દેશાના નેતાઓએ સાથે મળીને એક જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. પીએમ મોદીએ આ સમયે મૈંક્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. શનિવારે મૈંક્રોનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત થયું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન મૈંક્રોએ કહ્યું કે ભારત અને ફ્રાંસની કેમેસ્ટ્રી ખૂબ જ સારી છે અને બંને દેશાના સંબંધો ઐતિહાસિક છે. શુક્રવારે જ્યારે મૈંક્રો ભારત આવ્યા તો પીએમ મોદીએ પ્રોટોકોલ તોડી તેમને રીસિવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.

16 બિલિયન ડોલરના કરાર

16 બિલિયન ડોલરના કરાર

મૈંક્રો અને પીએમ મોદીએ દોઢ કલાકથી થોડા વધુ સમય સુધી બેઠક કરી હતી. જે પછી બંને દેશો વચ્ચે 14 કરાર થયા હતા. જેમાં રક્ષા અને પરમાણુ ઊર્જાથી જોડાયેલા કરારનો પણ સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે ફ્રાંસના રાષ્ટ્રપતિની ઓફિસના હવાલે આ જાણકારી આપી હતી. આ કરારમાં ફ્રાંસની કંપની સાફરાનની તરફથી સ્પાઇસ જેટ એરલાઇન્સને એન્જિન સપ્લાય કરવા જેવા કરાર પણ કરવામાં આવ્યા હતા. મૈંક્રોની ઓફિસ તરફથી વધુ જાણકારીના રૂપે જણાવવામાં આવ્યું હતું કે લગભગ 200 મિલિયન યૂરોની રકમ ફ્રાંસ, ભારતમાં રોકશે.

મેક ઇન ઇન્ડિયા

મેક ઇન ઇન્ડિયા

હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદીએ મૈંક્રોની સાથે બે દેશોની વચ્ચે સંબંધોને મજબૂત કરવા રક્ષા, સુરક્ષા, વેપાર અને રોકણ મામલે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ આ મુલાકાત પછી જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયા હેઠળ ફ્રાંસની તરફથી ભારતની રક્ષ ક્ષેત્રમાં થનાર રોકણનું તે સ્વાગત કરે છે. પીએમ મોદીએ કહ્યું કે સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારાની વાત ખાલી ફ્રાંસના જ બંધારણમાં નહીં ભારતના બંધારણમાં પણ સામેલ છે. સાથે જ ભારત અને ફ્રાંસના યુવાનો એક બીજાને સારી રીતે ઓળખી શકે તે માટે પણ બે કરાર કરવામાં આવ્યા છે.

જમીનથી લઇને આકાશ સુધી

જમીનથી લઇને આકાશ સુધી

પીએમ મોદીએ જણાવ્યું કે જમીનથી લઇને આકાશ સુધી તેવો કોઇ વિષય નથી જ્યાં ભારત અને ફ્રાંસે સાથે મળીને કામ ના કર્યું હોય. તેમણે કહ્યું કે રક્ષા, સુરક્ષા, અંતરિક્ષ અને ઉચ્ચ ટેકનોલોજીમાં ભારત અને ફ્રાંસનો દ્રિપક્ષીય સહયોગ એક લાંબો ઇતિહાસ ધરાવે છે. સરકાર કોઇની પણ કેમ ના હોય અમારા સંબંધોનો ગ્રાફ હંમેશા ખાલી ઉપર અને ઉપર જ ગયો છે. આ પહેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે મૈંક્રોએ રહ્યું કે ફ્રાંસ, યુરોપનું પ્રવેશ દ્વાર છે. અને અમે ઇચ્છીએ છીએ કે ભારત યુરોપનું સર્વશ્રેષ્ઠ સાથી હોય. સાથે જ તેમણે બંને દેશોના સંબંધોને મજબૂત કરવાની વાત પણ ઉચ્ચારી હતી.

English summary
PM Modi and French President Macron issue joint statement in Delhi. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X