For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા સાંસદ પર ભડક્યા પીએમ મોદી, ફોન રેકોર્ડિંગ ડીલીટ કરાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદોની બેઠકમાં તે વખતે ગુસ્સે થઇ ગયા, જયારે એક મહિલા સાંસદ આ બેઠકનો મોબાઈલ પર વીડિયો બનાવી રહી હતી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદોની બેઠકમાં તે વખતે ગુસ્સે થઇ ગયા, જયારે એક મહિલા સાંસદ આ બેઠકનો મોબાઈલ પર વીડિયો બનાવી રહી હતી. ખરેખર આવનારા લોકસભા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને બધા જ લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક ચાલી રહી છે, જેમાં લગભગ 250 જેટલા સાંસદો હાજર હતા. આ દરમિયાન પીએમ મોદી, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને લાલ કૃષ્ણ અડવાણી મંચ પર બેઠા હતા. આ દરમિયાન જયારે પીએમ મોદીની નજર એક મહિલા સાંસદ પર પડી ત્યારે તેઓ ભડકી ગયા.

ગુસ્સે થયા પીએમ

ગુસ્સે થયા પીએમ

પીએમ મોદીએ જોયું કે ઉત્તરપ્રદેશના બારાબંકીથી ભાજપ સાંસદ પ્રિયંકા રાવત મોબાઈલ ફોન પર બેઠકની રેકોર્ડિંગ કરી રહી છે. ત્યારપછી પીએમ મોદીએ તરત ફોન રેકોર્ડિંગ બંધ કરીને ફોન સ્વિચ ઓફ કરવા માટે જણાવ્યું. પીએમ મોદી અહીંથી ના અટક્યા. તેમને મહિલા સાંસદને રેકોર્ડિંગ ડીલીટ કરવા માટે પણ જણાવ્યું. એટલું જ નહીં પરંતુ પાર્ટીના સદસ્યને સુનિશ્ચિત કરવા માટે પણ જણાવ્યું કે ફોનમાં કોઈ પણ રેકોર્ડિંગ ના રહી ગયી હોય.

ગોપનીયતા

ગોપનીયતા

જે રીતે છેલ્લા કેટલાક સમયથી ભાજપની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. તેને જોતા ભાજપ સતત પ્રત્યન કરી રહી છે કે પાર્ટીના આધારને ફરી એકવાર મજબૂત કરવામાં આવે. પાર્ટી તેના માટે સતત યોજનાઓ બનાવી રહી છે અને તેઓ નથી ઇચ્છતા કે તેમની યોજનાઓ અંગે ગોપનીયતા ભંગ થાય.

વિવાદોમાં છે મહિલા સાંસદ

વિવાદોમાં છે મહિલા સાંસદ

ધ્યાન આપવા જેવી બાબત છે કે પ્રિયંકા રાવત ત્યારે ચર્ચામાં આવી જયારે તેમને એક ટ્રેની આઈએએસ અધિકારીને ધમકાવ્યો અને તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં તે કહી રહી હતી કે હું તારું જીવવું મુશ્કિલ કરી નાખીશ જો મારા કાર્યકર્તાઓને કોઈ પણ પરેશાની આવી. ત્યારપછી આ મહિલા સાંસદની ઘણી આલોચના થયી હતી.

English summary
PM Modi gets angry over woman MP who was shooting while meeting was going on
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X