• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પીએમ મોદી પાસે ભાજપનો ‘એક દેશ-એક કાયદો' એજન્ડા પૂરો કરવાની સોનેરી તક!

|

સુપ્રીમ કોર્ટે ગયા શુક્રવારે સતત ચોથી વાર કહ્યુ હતુ કે દેશમાં સમાન નાગરિક સંહિતા એટલે કે 'એક દેશ-એક કાયદો' લાગુ કરવા માટે અત્યાર સુધી કોઈ કોશિશ નથી કરવામાં આવી. ન્યાયાલયે કહ્યુ હતુ કે બંધારણ નિર્માતાઓને આશા અને અપેક્ષા હતી કે રાજ્ય આખા ભારતીય સીમા ક્ષેત્રમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરાવવાની કોશિશ કરશે પરંતુ હજુ સુધી આના પર કોઈ કાર્યવાહી નથી થઈ.

સમાન નાગરિક સંહિતા માટે પણ કવાયત

સમાન નાગરિક સંહિતા માટે પણ કવાયત

આટલુ જ નહિ શુક્રવારે 13 સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અફસોસ પણ વ્યક્ત કર્યો કે સર્વોચ્ચ અદાલતે અલગ અલગ મોકા પર પ્રોત્સાહન બાદ પણ એક દેશ એક કાયદાની દિશામાં કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી માટે આ એક મોટી તક છે કે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ની જેમ સમાન નાગરિક સંહિતા માટે પણ કવાયત શરૂ કરી દેવી જોઈએ.

ભાજપના ત્રણ મુખ્ય એજન્ડામાંથી એક

ભાજપના ત્રણ મુખ્ય એજન્ડામાંથી એક

ઉલ્લેખનીય છે કે સમાન નાગરિક સંહિતા ભાજપના ત્રણ મુખ્ય એજન્ડામાંથી એક છે. પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા 72 વર્ષોથી જમ્મુ કાશ્મીરમાં લાગુ અનુચ્છેદ 370 અને 35એ હટાવીને એક મોટુ કામ કર્યુ છે જ્યારે રામ મંદિર નિર્માણ પર સુપ્રીમ કોર્ટ સતત સુનાવણી કરી રહ્યુ છે અને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે રામ મંદિર વિવાદ પર સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય પીઠ ઓક્ટોબર મહિના સુધી ચુકાદો સંભળાવી શકે છે. સુપ્રીમ કોર્ટે બુધવારે 18 સપ્ટેમ્બરના રોજ કેસની સુનાવણીને 18 ઓક્ટોબર સુધી ચર્ચા પૂરી કરવાના નિર્દેશ આપ્યા છે. હવે જો પ્રધાનમંત્રી મોદીએ ભાજપની ત્રીજા કોર એજન્ડા એટલે કે સમાન નાગરિક સંહિતાને પૂરુ કરવા માટે પહેલ શરૂ કરી દીધી તો મોદીનુ નામ ઈતિહાસમાં નોંધાઈ જશે. કારણકે સુપ્રીમ કોર્ટ સમાન નાગરિક સંહિતાને લાગુ કરવાની હિમાયત કરી રહી છે તો મોદીને જનતાની સાથે સાથે વિપક્ષી દળોનો અપેક્ષિત સહયોગ પણ મળશે.

આ પણ વાંચોઃ Bigg Boss 13માં બૉયફ્રેન્ડ સાથે એન્ટ્રી કરશે રશ્મિ દેસાઈ, પછી થશે લગ્ન, ન્યૂઝ લીક!

મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી

મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી

જો તમને યાદ હોય વર્ષ 1985માં મોહમ્મદ ખાન વિરુદ્ધ શાહ બાનો કેસ, વર્ષ 1995માં સરલા મુદગલ તેમજ અન્ય વિરુદ્ધ ભારત સરકાર કેસ અને વર્ષ 2003માં જૉન વેલ્લામેટમ વિરુદ્ધ ભારત સંઘના કેસમાં સુપ્રીમ કોર્ટે સમાન નાગરિક સંહિતાની હિમાયત કરી હતી. તેમછતાં ગઈ સરકારો સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે હિંમત અને તાકાત ભેગી કરવામાં નિષ્ફળ રહી છે. જો કે પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી એક સમાન અને એક કાયદો લાગુ કરવા માટે સંસદમાં બિલ લાવીને શરૂઆત કરી શકે છે. ભલે ભાજપ રાજ્યસભામાં નબળુ છે પરંતુ ત્રણ તલાક કાયદો, જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા માટે પણ સંસદના ઉપલા ગૃહમાં ભાજપ ક્યાં મજબૂત હતુ.

ગોવા એક ઉત્તમ ઉદાહરણ

ગોવા એક ઉત્તમ ઉદાહરણ

ઉલ્લેખનીય છે સર્વોચ્ચ અદાલતે દેશમાં સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવાની હિમાયતની વાત એક કેસમાં સુનાવણી દરમિયાન કહી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે ગોવા એક ઉત્તમ ઉદાહરણ છે જ્યાં ધર્મથી પરે જઈને સમાન નાગરિક સંહિતા લાગુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જે મુસ્લિમ પુરુષોના લગ્ન ગોવા રજિસ્ટર છે તે ત્યાં બહુલગ્ન ન કરી શકે. આ ઉપરાંત ગોવા રાજ્યમાં ઈસ્લામને અનુયાયીઓ માટે મૌખિક તલાકની કોઈ જોગવાઈ નથી. કદાચ જ કોઈને આનો અંદાજો છે કે ગોવા રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ છે જ્યાં મુસ્લીમ સમુદાય શરિયાના કાયદા અનુસાર બહુ લગ્ન અને ત્રણ તલાક નથી આપી શકતા.

આખા ભારત વર્ષમાં સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરે

આખા ભારત વર્ષમાં સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરે

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક દેશ એક કાયદા પર બંધારણ નિર્માતાઓની કહેલી વાત પણ યાદ અપાવી જેમાં બંધારણ નિર્માતાઓએ રાજ્યના નીતિ નિર્દેશક તત્વો પર વિચાર કરીને અનુચ્છેદ-44 દ્વારા એ આશા અને અપેક્ષા વ્યક્ત કરી હતી કે રાજ્ય બધા નાગરિકો માટે આખા ભારત વર્ષમાં સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરે. પરંતુ આઝાદીના 72 વર્ષો બાદ પણ ભારતમાં સમાન નાગરિક સંહિતા રાજકીય અને તુષ્ટીકરણના તિકડમોના ચક્કરમાં અટકેલુ છે પરંતુ કેન્દ્રમાં સત્તાસીન બહુમતવાળી ભાજપ સરકાર અને કડક નિર્ણયો માટે જાણીતી મોદી સરકાર સુપ્રીમ કોર્ટના લેટેસ્ટ નિવેદન બાદ સમાન નાગરિક સંહિતાને અમલ કરવા માટે આગળ વધી શકે છે.

એક સોનેરી તક

એક સોનેરી તક

બેશક ભાજપ અને મોદી સરકાર માટે આ એક સોનેરી તક છે જ્યારે તેમની પાર્ટીને પોતાના ત્રણે એજન્ડાને પૂરા કરવા માટે ઉત્તમ અવસર મળ્યો છે અને મોદી સરકાર તો દેશહિતમાં એવા આકરા નિર્ણયો લેવા માટે જાણીતી છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 કાયદો હટાવતા પહેલા પણ ઘણા કઠોર નિર્ણયો કર્યા. આમાં ડિમોનિટાઈઝેશન અને જીએસટી મુખ્ય છે જ્યારે ત્રણ તલાક કાયદો તો એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય છે. આ ચોથો મોકો છે જ્યારે એક દેશ એક કાયદા માટે સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રોત્સાહન મળી રહ્યુ છે અને કમસે કમ ભાજપ લોકસભામાં સમાન નાગરિક સંહિતા બિલ લાવી શકે છે જ્યાં તેને ભારે બહુમત મળેલુ છે.

ભાજપ માટે મુશ્કેલ નથી

ભાજપ માટે મુશ્કેલ નથી

લોકસભામાં સમાન નાગરિક સંહિતા બિલ પાસ કરાવવુ ભાજપ માટે મુશ્કેલ નથી કારણકે લોકસભામાં બિલ પાસ કરાવવામાં ભાજપનું અંકગણિત મજબૂત છે. લોકસભામાં બિલ પાસ થઈ ગયુ તો ભાજપ રાજ્યસભામાં પણ બહુમત મેળવવા અંકગણિત ભિડાવી શકે છે અને એ સમજવા માટે ત્રણ તલાક કાયદો અને અનુચ્છેદ 370નુ ઉદાહરણ કાફી છે. એક એવો સમય જ્યારે આખો દેશ રાષ્ટ્રહિતના ગીતો ગણગણાવી રહ્યો હોય તો મોદી સરકારને જનતાનો અપેક્ષિત સહયોગ પણ મળશે અને વિરોધીઓને જવાબ આપવામાં પણ વધુ ઉર્જા નહિ ખર્ચવી પડે. માનવામાં આવી રહ્યુ છે કે જો પ્રધાનમંત્રી મોદી પહેલ કરે તો તેમને એક દેશ એક કાયદા પર નિર્ણય લેવામાં વધુ મુશ્કેલી નહિ આવે માટે ભાજપના કોર એજન્ડાના બધા સંકલ્પોને પૂરા કરવાની સોનેરી તકને પ્રધાનમંત્રી મોદી પણ છોડવા નહિ ઈચ્છે.

English summary
pm modi has golden opportunity for common civil code bill
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X