ગંગાની સ્વચ્છતા સાથે આખા ક્ષેત્રની અર્થવ્યવસ્થા-પર્યાવરણ વિકાસ પર પણ ફોકસઃ પીએમ મોદી
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તરાખંડમાં છ મોટી પરિયોજનાઓનુ ઉદ્ઘાટન કર્યુ છે. આ પરિયોજનાઓનુ ઉદ્ઘાઘટન વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી નમામિ ગંગો યોજના હેઠળ કરવામાં આવ્યુ છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ જળ જીવન મિશનના લોગોનુ પણ અનાવરણ કર્યુ. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર હતા. આ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યુ કે આજે મા ગંગાની નિર્મળતાને સુનિશ્ચિત કરનારી 6 મોટી પરિયોજનાઓનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. આમાં હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ અને મુનિની રેતીમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મ્યુઝિયમ જેવા પ્રોજેક્ટ પણ શામેલ છે. આના માટે ઉત્તરાખંડના બધા લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપુ છુ.

ગંગાની નિર્મળતા જરૂરી છે
પીએમ મોદીએ કહ્યુ કે, ઉત્તરાખંડમાં ઉદ્ગથી લઈને પશ્ચિમ બંગાળમાં ગંગા સાગર સુધી મા ગંગા દેશની લગભગ અડધી વસ્તીના જીવનને સમૃદ્ધ કરે છે. એટલા માટે ગંગાની નિર્મળતા જરૂરી છે, ગંગાજીની અવિરલતા જરૂરી છે. ગયા દશકોમાં ગંગા જળની સ્વચ્છતા માટે મોટા મોટા અભિયાન શરૂ થયા હતા પરંતુ એ અભિયાનોમાં ના તો જન ભાગીદારી હતી અને ના દૂરદર્શિતા. જો જૂની રીતે અપનાવવામાં આવતી તો આજે પણ સ્થિતિ એટલી જ ખરાબ રહેતી. પરંતુ અમે અમે નવા વિચારો, નવા અપ્રોચ સાથે આગળ વધ્યા. અમે નમામિ ગંગે મિશનને માત્ર ગંગાજીની સાફ-સફાઈ સુધી જ સીમિત નથી રાખ્યુ પરંતુ તેને દેશનો સૌથી મોટો અને વિસ્તૃત નદી સંરક્ષણ કાર્યક્રમ બનાવ્યો.

નાળામાંથી મોટાભાગના રોકી દેવામાં આવ્યા છે
પ્રધાનમંત્રીએ કહ્યુ કે સરકારે ચારે દિશાઓમાં એક સાથે કામ આગળ વધાર્યુ. પહેલુ - ગંગા જળમાં ગંદા પાણીને રોકવા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટોની જાળ બિછાવવી શરૂ કરી. બીજુ - સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એવા બનાવ્યા જે આવતા 10-15 વર્ષની જરૂરિયાતો પૂરી કરી શકે. ત્રીજુ - ગંગા નદીના કિનારે વસેલા 100 મોટા શહેરો અને 5000 ગામોને ખુલ્લામાં શૌચમાંથી મુક્ત કરાવ્યા. ચોથુ - જે ગંગાજીની સહાયક નદીઓ છે તેમાં પણ પ્રદૂષણ રોકવા માટે પૂરી તાકાત લગાવવી. આ ચારેતરફી કામનુ પરિણામ આપણે સૌ જોઈ રહ્યા છે. આજે નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ 30 હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યુ છે અથવા પૂરુ થઈ ચૂક્યુ છે. ઉત્તરાખંડમાં તો સ્થિતિ એ હતી કે ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથથી હરિદ્વાર સુધી 130થી વધુ નાળા ગંગાજીમાં જ પડતા હતા. આજે આ નાળામાંથી મોટાભાગના રોકી દેવામાં આવ્યા છે.

ચાર માળનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હવે ગંગા મ્યુઝિયમ બનવાથી અહીંનુ આકર્ષણ વધી જશે. આ મ્યુઝિયમ હરિદ્વાર આવતા પર્યટકો માટે ગંગા સાથે જોડાયેલ વારસાને સમજવાનુ એક માધ્યમ બનવાનુ છે. આમાં ઋષિકેશ પાસે મુનિની રેકીનુ ચંદ્રેશ્વરનગર નાળુ પણ શામેલ છે. આના કારણે અહીં ગંગાજીના દર્શન માટે આવતા અને રાફ્ટિંગ કરતા સાથીઓને ખૂબ મુશ્કેલી પડી હતી. આજથી અહીં દેશના પહેલા ચાર માળના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યુ છે. હરિદ્વારમાં પણ આવા 20થી વધુ નાળાને બંધ કરવામાં આવ્યા છે. નમામિ ગંગે અભિયાનને હવે નવા સ્તરે લઈ જવામાં આવી રહ્યુ છે. ગંગાજીની સ્વચ્છતા ઉપરાંત હવે ગંગાજી પાસેના આખા વિસ્તારની અર્થવ્યવસ્થા અને પર્યાવરણના વિકાસ પર પણ ફોકસ છે. સરકાર દ્વારા ઉત્તરાખંડ સાથે બધા રાજ્યના લોકોના જૈવિક ખેતી સાથે જોડવાની યોજના બનાવી છે.

આઝાદીના આટલા વર્ષો પછી પણ લોકોને પાણીની મુશ્કેલી
પીએમ મોદીએ આગળ કહ્યુ કે આજે પૈસા પાણીમાં નથી વહેત, પાણી પર લગાવવામાં આવે છે. આપણે ત્યાં તો હાલત એ હતી કે પાણી જેવા મહત્વપૂર્ણ વિષય, અનેક મંત્રાલયો અને વિભાગોમાં વહેંચાયેલુ હતુ. આ મંત્રાલયોમાં વિભાગોમાં ન કોઈ તાલમેલ હતુ અને ના સમાન લક્ષ્ય માટે કામ કરવાનો કોઈ સ્પષ્ટ દિશા-નિર્દેશ. પરિણામ એ થયુ કે દેશમાં સિંચાઈ હોય કે પછી પીવાના પાણી સાથે જોડાયેલી સમસ્યા, તે નિરંતર વિકરાળ બનતી ગઈ. તમે વિચારો આઝાદીના આટલા વર્ષો બાદ પણ 15 કરોડથી વધુ ઘરોમાં પાઈપથી પીવા માટે પાણી નથી પહોંચતુ. દેશમાં પાણીની સમસ્યાઓ સામે લડવા માટે આ મંત્રાલય આજે દરેક ઘરમાં પાણી પહોંચાડવાના મિશનમાં લાગેલુ છે.

2 કરોડ પરિવારો સુધી પીવાનુ પાણી પહોંચાડવામાં આવ્યુ
પ્રધાનમંત્રીએ કહ્યુ કે આજે જળજીવન મિશન હેઠળ રોજ લગભગ 1 લાખ પરિવારોને શુદ્ધ પેયજળની સુવિધા સાથે જોડવામાં આવી રહ્યા છે. માત્ર એક વર્ષમાં જ દેશના 2 કરોડ પરિવારો સુધી પીવાનુ પાણી પહોંચાડવામાં આવી ચૂક્યુ છે. ઉત્તરાખંડ સરકારે માત્ર એક રૂપિયામાં પાણીનુ કનેક્શન આપવાનુ બીડુ ઉઠાવ્યુ છે. ઉત્તરાખંડ સરકારે વર્ષ 2022 સુધી દરેક ઘરમાં જળ પહોંચાડવાનુ લક્ષ્ય રાખ્યુ છે. કોરોના કાળ વચ્ચે પણ ઉત્તરાખંડમાં છેલ્લા 4-5 મહિનામાં લગભગ 50 હજાર ઘરમાં પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે.
ન યુદ્ધ છે - ના શાંતિ, ચીન પાસેની સીમા પર સ્થિતિ પડકારરૂપ