પીએમ મોદીએ શિલોન્ગમાં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું
શિલોન્ગઃ પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે મેઘાલયની રાજધાની શિલોન્ડના ઉત્તર પૂર્વી ઈન્દિરા ગાંધી ક્ષેત્રીય સ્વાસ્થ્ય અને ચિકિત્સા વિજ્ઞાન સંસ્થાનમાં દેશના 7400મા જન ઔષધિ કેન્દ્રનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું.
આ અવસર પર તેમણે કહ્યું કે ગરીબોને મોંઘી દવાઓ પર થતા ખર્ચાથી બચાવવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાની શરૂઆત કરી. હું લોકોને અપીલ કરીશ કે તેઓ ઓછી કિંમત પર મોદીની દુકાનથી દવાઓ ખરીદે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે ગરીબો અને મધ્યમ આવક વાળા વર્ગના લોકો માટે આખા દેશમાં વડાપ્રધાન જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. આખા દેશમાં આ યોજના ચાલી રહી છે. તેમણે કહ્યું કે આ યોજના સેવા અને રોજગાર માટે એક અવસર છે અને આ યોજનાથી યુવાઓને રોજગાર પણ મળ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે જન ઔષધિ કેન્દ્ર પર મહિલાઓ માટે માત્ર દોઢ રૂપિયામાં સેનેટરી પેડ્સ મળે છે.
જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના જન ઔષધિ કેન્દ્રો પર 75 આયુષ દવાઓ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે.