For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2022 સુધી દરેકને ઘર આપવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએઃ પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના તમામ લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યુ કે 2022 સુધી દેશના દરેક નાગરિકો પાસે પોતાના મકાન હશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના તમામ લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યુ કે 2022 સુધી દેશના દરેક નાગરિકો પાસે પોતાના મકાન હશે. તેમણે કહ્યુ કે બહુબધી સરકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓ સાથે પહોંચ્યો છે. આ તમામ લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરવી ઘણુ શાનદાર રહ્યુ છે. આનાથી તમામ સરકારી યોજનાઓના અલગ અલગ પાસા વિશે લોકોને જાણકારી મળે છે અને અમને એ વાતની પણ ખબર પડે છે કે ક્યાં સુધારા કરવાના છે.

સરકાર હાઉસિંગ સેક્ટર પર ઘણુ ધ્યાન આપી રહી છે

સરકાર હાઉસિંગ સેક્ટર પર ઘણુ ધ્યાન આપી રહી છે

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે આજે હું પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સીધી વાત કરીને ઘણો ખુશ છુ. પીએમે કહ્યુ કે એનડીએ સરકાર હાઉસિંગ સેક્ટર પર ઘણુ ધ્યાન આપી રહી છે. અમે સતત આ લક્ષ્ય પર કામ કરી રહ્યા છે કે જ્યારે 2022માં દેશમાં આઝાદીના 75મી વર્ષગાંઠ મનાવીએ તો દરેક દેશવાસી પાસે પોતાનું ઘર હોય.

 હાઉસિંગ સેક્ટરમાં દલાલોને ખતમ કરવા

હાઉસિંગ સેક્ટરમાં દલાલોને ખતમ કરવા

યુપીએ સરકાર દરમિયાન લાભાર્થીઓની પસંદગી બીપીએલ કાર્ડના આધારે થતી હતી પરંતુ અમે સામાજિક-આર્થિક-જાતીય વસ્તી ગણતરીના આધારે લાભાર્થીઓની પસંદગી કરી છે જેથી કોઈ પણ એવો વ્યક્તિ ન બચે જેને આનો લાભ ન મળ્યો હોય. પીએમે કહ્યુ કે અમે હાઉસિંગ સેક્ટરમાં દલાલોને ખતમ કરવા પર સતત કામ કરી રહ્યા છે જેથી કોઈને પણ કોઈ પ્રકારની સમસ્યા ન થાય.

બહેતર જીવનની સપનાને સાકાર કરવાની યોજના

બહેતર જીવનની સપનાને સાકાર કરવાની યોજના

હાઉસિંગ સેક્ટર નવી ટેકનોલોજી આપે છે જેથી શહેર અને ગામોમા લોકોને સસ્તા દરે ઘર મળવામાં સરળતા થાય છે. અમારુ બધુ ધ્યાન મહિલાઓ, દિવ્યાંગો, એસસી, એસટી અને ઓબીસી વર્ગ સુધી સસ્તા ઘરો પહોંચાડવાનું છે. પીએમે કહ્યુ કે દરેક માણસનું સપનુ હોય છે કે તેનું પોતાનું ઘર હોય. જ્યારે તેનું પોતાનું ઘર થાય છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માત્ર ઈંટ-પત્થરથી નથી જોડાયેલી પરંતુ તે લોકોના બહેતર જીવનની સપનાને સાકાર કરવાની યોજના છે.

English summary
PM Modi interacts with beneficiaries of Pradhan Mantri Awas Yojana.He says we are working to provide everyone house by 2022.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X