‘મન કી બાત’ કાર્યક્રમથી દેશને સંબોધિત કરી રહ્યા છે પીએમ મોદી
દેશભરમાં કોરોનાનો પ્રકોપ ચાલી રહ્યો છે, ખેડૂતો કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે દેશમાં અસ્થિરતાનો માહોલ સર્જાયો છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને નામ મન કી બાત કાર્યક્રમથી જનતાને સંબોધિત કરી રહ્યા છે. પોતાના આ રેડિયો કાર્યક્રમ દ્વારા પીએમ મોદીએ શું કહ્યું- આવો જાણીએ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે ચાર દિવસ બાદ નવું વર્ષ શરૂ થવાનું છે, આગલા વર્ષે આગલી મન કી બાત થશે. હું એવી જ પ્રાર્થના કરું કે આપણો દેશ 2021માં આગળ વધે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે- તમારામાંથી કેટલાય લોકોના સંદેશા અમને મળ્યા છે. લોકોએ પોતાના અનુભવ શેર કર્યા છે. દેશમાં હે ભારતમાં બનેલાં રમકડાં વેચાઈ રહ્યાં છે. દેશમાં નવું સામર્થ્ય પેદા થયું છે. આ નવાં સામર્થ્યનું નામ આત્મનિર્ભરતા છે. દેશમાં બનેલ રમકડાંની માંગ વધી રહી છે.
દેશના સન્માનમાં સામાન્ય માનવીએ આ બદલાવને મહેસૂસ કર્યો છે. મેં દેશમાં આશાનો એક અદ્ભૂત પ્રવાહ પણ જોયો છે. ઘણા પડકારો આવ્યા, સંકટ પણ અનેક આવ્યા. કોરોનાના કારણે દુનિયામાં સપ્લાઈ ચેનને લઈ અનેક બાધાઓ પણ આવી, પરંતુ આપણે હરેક સંકટથી નવો પાઠ ભણ્યા.
દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 18,732 નવા કેસ, સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે- ઝીરો ઈફેક્ટ, ઝીરો ડિફેક્ટ સાથે કામ કરવાનો સમય છે. ગ્લોબલ બેસ્ટને ભારતમાં બનાવી દેખાડવાનો સમય છે. વિદેશી ઉત્પાદનોના વિકલ્પ ભારતમાં આસાનીથી ઉપલબ્ધ છે.
મન કી બાત કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે મને કેટલાય દેશવાસીઓના પત્ર મળ્યા છે, મોટાભાગના પત્રોમાં લોકોએ દેશના સામર્થ્ય, દેશવાસીઓની સામૂહિક શક્તિની ભરપૂર પ્રશંસા કરી છે. જ્યારે જનતા કર્ફ્યૂ જેવા અભિનવ પ્રયોગ, આખા વિશ્વ માટે પ્રેરણા બન્યો, જ્યારે તાળી-થાળી વગાળી દેશે આપણા કોરોના વૉરિયર્સનું સન્માન કર્યું હતું, એકજૂટતા દેખાડી હતી તેને પણ કેટલાય લોકોએ યાદ કર્યું.
મન કી બાત કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે દેશમાં મેન્યુફેક્ચરર્સ અને ઈન્ડસ્ટ્રી લિડર્સને આગ્રહ કરું છું કે દેશના લોકોએ મજબૂત પગલાં ઉઠાવ્યાં છે. વૉકલ ફોર લૉકલ આજે ઘરે ઘરે ગૂંઝી રહ્યું છે. એવામાં હવે સુનિશ્ચિત કરવાનો સમય છે કે આપણી પ્રોડક્ટ વિશ્વસ્તરીય હોય.
સાથીઓ આપણે વોકલ ફોર લોકલની ભાવના બનાવી રાખવાની છે, બચાવી રાખવાની છે, અને વધારતા રહેવાની છે. તમે દર વર્ષે ન્યૂ યર રિઝોલ્યુશન લો છો, આ રવ્ષે આપણા દેશ માટે પણ એક રિઝોલ્યૂશન જરૂર લેજો.
આજના જ દિવસે ગુરુ ગોવિંદ સિંહજીનાં માતાજી- માતા ગુજરીએ પણ શહાદત આપી હતી. લોકો શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પરિવારના લોકો દ્વારા આપવામાં આવેલી શહાદતને વડી ભાવપૂર્ણ અવસ્થામાં યાદ કરે છે. આ શહાદતે સંપૂર્ણ માનવતાને, દેશને નવી સીખ આપી છે.