રાજસ્થાનમાં રાહુલ ગાંધીની મહાપંચાયત, બોલ્યા- ખેડૂતોની જમીન અને ભવિષ્ય છીવની રહ્યાં છે પીએમ મોદી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સંસદ બાદ હવે કૃષિ કાયદાના મુદ્દે મોદી સરકારને ઘેરી લેવા રાજસ્થાનમાં આજે મહાપંચાયત યોજી રહી છે. હનુમાનગઢમાં 'કિસાન મહાપંચાયત' ને સંબોધન કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ દેશની અન્ન સુરક્ષા, આ દેશની આત્મા ખેડુતો અને ખેતીના વ્યવસાય દ્વારા સુરક્ષિત છે. કોંગ્રેસ પાર્ટી ખેતીનો વ્યવસાય ક્યારેય કોઈ એક વ્યક્તિના હાથમાં ન જવા દેવાનો પ્રયાસ કરી રહી છે. અમારું લક્ષ્ય રહ્યું છેકે આ વ્યવસાય ભારતના 40% લોકોનો વ્યવસાય રહે.
કૃષિ કાયદા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, પ્રથમ કૃષિ કાયદો કહે છે કે કોઈ પણ મોટો ઉદ્યોગપતિ દેશમાં ક્યાંય પણ ખેડૂત પાસેથી જેટલું ઇચ્છે તેટલુ અનાજ ખરીદી શકે છે. ત્યારે બજારની શી જરૂર છે? તેથી પ્રથમ કાયદો એ મંડી નાબૂદ કરવાનો કાયદો છે. બીજો કાયદો કહે છે કે કોઈપણ ઉદ્યોગપતિ શાકભાજી, અનાજ, ફળો જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી રાખી શકે છે. મતલબ કે આ વ્યક્તિ ભાવને નિયંત્રિત કરવામાં સક્ષમ હશે. આ બીજો કાયદો અમલમાં આવતા જ ભારતમાં અબજોપતિ લોકો દ્વારા સંગ્રહખોરી શરૂ કરવામાં આવશે.
રાહુલે કહ્યું કે, તેમણે ત્રીજા કાયદા પર કહ્યું - જ્યારે આ જ કંપની દેશના તમામ ફળો અને શાકભાજી વેચે છે, તો પછી નાના વેપારીઓનું શું થશે? આ બધા લોકો બેરોજગાર બની જશે. આ ખેડુતો પર હુમલો નથી, તે ભારતના 40 ટકા લોકો પર હુમલો છે. જો આ ત્રણ કાયદા લાગુ કરવામાં આવે તો ખેડૂત જાય છે, પરંતુ નાના વેપારીઓ પણ જાય છે, તો ભારતના 40 ટકા લોકો બેકાર બની જશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી કહે છે કે અમે ખેડૂતો સાથે વાતચીત કરવા માગીએ છીએ, તમે કઈ વાત કરવા માંગો છો? (કૃષિ) કાયદાને રદ કરો, ખેડુતો તમારી સાથે વાત કરશે. તમે (વડા પ્રધાન) તેમની જમીન, ભવિષ્ય છીનવી રહ્યા છે અને પછી તમે વાત કરવા માંગો છો. પહેલાં કાયદો પાછો લો, પછી વાત કરો. કિસાન મહાપંચાયતમાં પોતાના સંબોધનમાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે દેશમાં એક માત્ર નેતા જે મોદીજીને પડકાર આપી શકે છે તે રાહુલ ગાંધી છે. તેમણે કહ્યું કે દેશભરના ખેડુતો રાહુલ ગાંધી તરફ નજર રાખી રહ્યા છે. જે રીતે તેઓ ખેડૂતોનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં બોલ્યા શાહ, બીજેપી સત્તામાં આવશે તો દરેક ખેડૂતને મળશે 18 હજાર રૂપિયા