For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીયુષ ગોયલનો વિપક્ષને જવાબ, કોરોના પર રાજનીતિ બંધ કરો, PM મોદી દિવસમાં 18-19 કલાક કરી રહ્યા છે કામ

કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની વિપક્ષે આકરી ટીકા કરી છે જેનો કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની વિપક્ષે આકરી ટીકા કરી છે જેનો કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યુ છે કે કેન્દ્ર સરકાર કોરોના વાયરસ માટે 24 કલાક કામ કરી રહી છે. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકાર કોઈ ભેદભાવ વિના આ મહામારી સામે લડી રહી છે. દરેક રાજ્યને તેની જરૂરિયાત મુજબ એક સમાન મદદ આપવામાં આવી રહી છે. કોરોના જેવા ગંભીર મુદ્દા પર રાજનીતિ ન કરવી જોઈએ. ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં પીયુષ ગોયલે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવસમાં 18-19 કલાક કામ કરી રહ્યા છે અને પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચાર અભિયાનમાંથી પાછા આવ્યા બાદ તેઓ કોવિડ-19થી કેવી રીતે લડી શકાય તે સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે.

કોઈ ભેદભાદ વિના દરેક રાજ્યને આપવામાં આવી રહી છે મદદ

કોઈ ભેદભાદ વિના દરેક રાજ્યને આપવામાં આવી રહી છે મદદ

પીયુષ ગોયલે આ પલટવાર કોવિડ-19ની સ્શિતિ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપીના અમુક નેતાઓની ટિપ્પણીના સંદર્ભમાં કર્યો છે. પીયુષ ગોયલે કહ્યુ છે કે કોરોના વાયરસનના આ મુદ્દાને રાજકીય રંગ આપવાના પ્રયત્નોથી તેમને ઘણુ ખરાબ લાગ્યુ છે. પીયુષ ગોયલે કહ્યુ, 'કોવિડ-19 પર રાજનીતિ ન કરવી જોઈએ. કેન્દ્ર સરકાર કોઈ ભેદભાવ વિના કોરોના સામે લડાઈ લડી રહી છે. મને ખરાબ લાગ્યુ જ્યારે અમુક લોકો અને એક પ્રમુખ રાજકીય પક્ષે આ મુદ્દાને રાજકીય રંગ આપવાની કોશિશ કરી.'

મહારાષ્ટ્રને ઑક્સિજનનો સૌથી મોટો હિસ્સો મળશે

મહારાષ્ટ્રને ઑક્સિજનનો સૌથી મોટો હિસ્સો મળશે

તેમણે કહ્યુ કે 12 સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક વિસ્તૃત બેઠક બાદ કેન્દ્ર સરકારે મેડિકલ ઑક્સિજન જરૂરિયાતો પર ચર્ચા કરી છે અને તેને જલ્દી પૂરી કરી લેવામાં આવી છે. તેમણે કહ્યુ કે 6177 મેટ્રિક ટન ઑક્સિજન રાજ્યોને વિતરિત કરવાના નિર્ણયને ફાઈનલ ટચ આપી દેવામાં આવ્યો છે. જેમાંથી મહારાષ્ટ્રને 1500 મેટ્રિક ટન ઑક્સિજનનો સૌથી મોટો હિસ્સો મળશે.

અમે 24 કલાક કામ કરી રહ્યા છે પરંતુ આ લોકો રાજનીતિ બંધ નથી કરી રહ્યાઃ પીયુષ ગોયલ

અમે 24 કલાક કામ કરી રહ્યા છે પરંતુ આ લોકો રાજનીતિ બંધ નથી કરી રહ્યાઃ પીયુષ ગોયલ

પીયુષ ગોયલે કહ્યુ, 'કેન્દ્ર કોવિડ મેનેજમેન્ટમાં રાજ્ય સરકારનુ સમર્થન કરવા માટે 24 કલાક કામ કરી રહ્યુ છે. પ્રધાનમંત્રી 18-19 કલાક કામ કરી રહ્યા છે. બંગાળમાં પ્રચાર અભિયાનમાંથી પાછા આવ્યા બાદ તેમણે ભારતમાં મહામારીની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે મને રવિવારે(18 એપ્રિલ) સમીક્ષા બેઠક માટે એક બોલાવ્યો હતો.'

મહારાષ્ટ્ર અને દિલ્લીમાં કોવિડના કેસો કંટ્રોલથી બહાર છે

મહારાષ્ટ્ર અને દિલ્લીમાં કોવિડના કેસો કંટ્રોલથી બહાર છે

પીયુષ ગોયલે રવિવારે(18 એપ્રિલ) કહ્યુ કે મહારાષ્ટ્ર કે જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે તેને કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી મેપિંગ બાદ 1500 મેટ્રિક ટન ઑક્સિજનનો સૌથી મોટો હિસ્સો મળવાનો છે. 'ઑક્સિજન એક્સપ્રેસ'ના ઝડપથી આવાગમન માટે એક ગ્રીન કૉરિડોર બનાવવામાં આવી રહ્યો છે. રાજ્યોને ઑક્સિજનના સુચારુ પરિવહનની સુવિધા માટે ટ્રેનો આપવામાં આવી રહી છે. આપણે કોવિડ-19 મહામારીના કારણે એક અભૂતપૂર્વ સંકટ જોઈ રહ્યા છે. અમુક રાજ્યોમાં કોવિડના કેસો કંટ્રોલથી બહાર છે જેવા કે મહારાષ્ટ્ર અને દિલ્લી.

અમેરિકાઃ ટેક્સાસમાં શૉપિંગ સેન્ટરમાં ગોળીબાર, 3 લોકોના મોતઅમેરિકાઃ ટેક્સાસમાં શૉપિંગ સેન્ટરમાં ગોળીબાર, 3 લોકોના મોત

English summary
PM Modi is working 18-19 hrs on covid 19, stop politics over coronavirus says Piyush Goyal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X