PM મોદીએ મૂકી ભવ્ય રામ મંદિરની આધારશિલા, આખા દેશમાં ગુંજ્યુ 'જય શ્રીરામ'
કરોડો હિંદુઓને વર્ષોથી જે પળની આતુરતાથી રાહ હતી તે શુભ ઘડી આજે આવી ગઈ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની પહેલી ઈંટ મૂકી દીધી છે. ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ પારિજાતનો છોડ લગાવ્યો. આખા કાર્યક્રમ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ સહિત માત્ર પાંચ લોકો મંચ પર હાજર રહ્યા છે. વળી, ભવ્ય કાર્યક્રમ માટે 175 પ્રતિષ્ઠિત અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં 36 આધ્યાત્મિક પરંપરાઓ સાથે સંબંધ ધરાવતા 135 સંતો પણ શામેલ છે. રામ મંદિરના શિલાન્યાસ સમારંભનુ શુભ મૂહૂર્ત 32 સેકન્ટનુ હતુ જે બુધવારે બપોરે 12 વાગીને 44 મિનિટ 8 સેકન્ડથી લઈને 12 વાગીને 44 મિનિટ 40 સેકન્ડ સુધી રહ્યુ.

આખી દુનિયાની નજર ભારત પર
ઉલ્લેખનીય છે કે આજે આખી દુનિયાની નજર ભારત પર ટકેલી છે, આ ભવ્ય કાર્યક્રમ માટે અયોધ્યા સહિત આખા દેશમાં ધૂમ મચેલી છે. આ અવસર પર રામ ભક્ત પોતાની રીતે મંદિરના શિલાન્યાસ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ ઉત્સવી માહોલમાં રામ જન્મભૂમિ પર બનનાર મંદિર માટે ખુશીઓ મનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 29 વર્ષ બાદ અયોધ્યા પહોચ્યા છે. એટલુ જ નહિ રામજન્મભૂમિ જનાર નરેન્દ્ર મોદી દેશના પહેલા પ્રધાનમંત્રી પણ બન્યા છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક ચુકાદામાં વિવાદિત સ્થળને મંદિર નિર્માણ માટે સોંપવાનો આદેશ આપ્યો હતો.

ચાંદીનો મુકુટ અને પાઘડી પહેરાવીને પીએમ મોદીનુ સ્વાગત
ભૂમિ પૂજન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિદ્ધ પીઠ હનુમાનગઢીમાં પૂજા અર્ચના કરી. અહીં હનુમાનગઢીના ગાદીધારી મહંત બાબા પ્રેમદાસ મહારાજે તેમનુ સમ્માન કર્યુ. પ્રેમદાસ મહારાજે પીએમને ભગવાન રામના નામની શૉલ, ચાંદીનો મુકુટ અને પાઘડી પહેરાવીને તેમનુ સ્વાગત કર્યુ. પીએમ મોદીએ ભૂમિ પૂજનના સ્થળ માટે રવાના થતા પહેલા અયોધ્યાના પ્રાચીન હનુમાન ગઢી મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી.

ભૂમિ પૂજન પહેલા પીએમ મોદીએ લગાવ્યો પારિજાતનો છોડ
હનુમાનગઢીમાં પૂજા અર્ચના બાદ પીએમ મોદીએ મંદિરના પરિસરમાં પારિજાતનો છોડ પણ લગાવ્યો છે. મહંત રાજકુમાર દાસના જણાવ્યા મુજબ પારિજાતને એક દિવ્ય વૃક્ષ માનવામાં આવે છે. એટલા માટે પીએમ મોદીએ આનો છોડ લગાવ્યો છે. આની ખાસિયત એ છે કે પારિજાતના ફૂલ ભગવાન હરિના શ્રૃંગારના કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આની સુગંધ મોહક હોય છે અને આ ફૂલોને હરસિંગારના નામથી ઓળખવામાં આવે છે. આના વૃક્ષનુ હિંદુ ધર્મમાં ઘણુ મહત્વ હોય છે. આ વૃક્ષની ઉંચાઈ દસથી પચીસ ફૂટની હોય છે. તેમાં મોટી માત્રામાં ફૂલ આવે છે. મધ્ય ભારતમાં મોટાપાયે આ વૃક્ષ મળી આવે છે.
PM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે